ભાગ ૪ – જાગ ઓબીસી જાગ

part-4 wake up obc
Wjatsapp
Telegram

તારીખ : ૧૦ ઓગષ્ટ ૨૦૨૧

આ માહિતી નરેન્દ્ર મોદી સરકારના જ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં આપી છે. એટલે કોઈ સવર્ણ હિંદુએ લાગણી નહિ દુભાવવી પણ પોસ્ટ વાંચવી અને પોતાની સવર્ણ હિંદુ સરકારને પૂછવું કે શું ખરેખર આપણે ઓબીસી, એસસી, એસટીની નોકરીઓ ખાઈ જઈએ છીએ?

4,821 ઓબીસીની ભરતી નથી કરી.
મતલબ, સવર્ણ હિંદુઓના જાતિવાદી નબીરાઓ આરક્ષણથી અન્યાય થાય છે તેવી ફરિયાદ તદ્દન મોદી જેવી જ ખોટી છે. તેમાં કોઈ વાસ્તવિકતા નથી.

sc.st_.obc_.tmari-anamat-nabudini-kagar-par-sharuaat-book-store

જે ઓબીસી આરક્ષણ હજુ સુધી પૂરું લાગુ જ નથી થયું, એનાથી સવર્ણ હિંદુઓને અન્યાય શેનો થાય છે?

અન્ય ભથ્થા હાલ પૂરતા બાજુમાં રાખીએ અને ફક્ત પગારની જ કરીએ તો એક નોકરીનો એવરેજ પગાર 1.5 લાખ રૂપિયા મહિનો થાય. એટલે આરક્ષણવાળી ખાલી નોકરીઓની માસિક આવક 13, 159 લાખ રૂપિયા થાય. અને વાર્ષિક નુકશાન 1, 57, 914 લાખ રૂપિયા થાય છે.

આ રકમ ઉદ્યોગપતિઓની લૉનમાંફી કરતા ઓછી રકમ છે. પણ સવર્ણ હિંદુ સરકારો દર વર્ષે ઉદ્યોગપતિઓને લૉનમાંફી આપે છે અને ઓબીસી, એસસી, એસટીને તેનો સંવિધાનીક અધિકાર, તેમની નોકરીઓ આપતી નથી, ભરતી કરતી નથી.

આ જ સવર્ણ હિંદુઓનો જાતિવાદ છે. જે હું તમને સમજાવવા માંગુ છું અને તમે રામમંદિર, કાશ્મીર, લવ જેહાદ, હિંદુ ખતરે મેં હૈ, જેવા લાગણી ભડકાવનારા મુદ્દાઓના ચક્કરમાં મને સાંભળવા માંગતા નથી, સમજવા માંગતા નથી. ધ્યાનથી જુઓ તો તમને સમજાશે કે હિંદુ નહિ, પણ ઓબીસી, એસસી, એસટીના હક, અધિકાર ખતરામાં છે.

કેન્દ્ર સરકારના ઉપરના આંકડામાં IIT, IIM, NIFT, IIMC જેવી સંસ્થાઓનો સમાવેશ નથી કર્યો. તમે આ સંસ્થાઓના આંકડા જોડશો તો સંખ્યા હજુ વધશે.

any-pachhatvargo-ane-anamat-sharuaat-book-store

હિંદુ હિંદુ કરીને ઓબીસીનું વર્ષોથી શોષણ થાય છે અને ગુજરાતના ઓબીસીને ખ્યાલ પણ નથી આવી રહ્યો.

આ તો ફક્ત પગારની વાત કરી, પણ પ્રોફેસરની પોસ્ટની તાકાત, એની વાત કરવાની હજુ બાકી છે. એ લાભો પણ તમે આ નોકરીઓ સાથે ગુમાવી રહ્યા છો. સાચું કહો તો સવર્ણ હિંદુ સરકારો, પાર્ટીઓ તમારા લાભો છીનવી રહ્યા છે.

જાગ ઓબીસી જાગ
તારો હક, અધિકાર માંગ

  • કૌશિક શરૂઆત

You may also like...

Leave a Reply

Your email address will not be published.