ભાગ ૫ : જાગ ઓબીસી જાગ

ગુજરાત મા હાલ ૫૪% વસ્તી OBC ની છે. અને ૧૨% પાટીદારોની.. જાે પાટીદાર નો સમાવેશ OBC મા થાય તો કુલ વસ્તી OBC ની થશે ૬૬%.
હવે લોચો ક્યાં થવાનો?
ગુજરાત મા કુલ વસ્તી પ્રમાણે OBC ને ૫૪% અનામત મળવી જોઈએ પરંતુ મળે છે ૨૭% તેમાં પણ જાે પાટીદારો ને સમાવેશ OBC થશે તો ૬૬% ને આરક્ષણ મળશે માત્ર ૨૭ %
દેશમાં OBC સંગઠનો OBC ની અલગ વસ્તીગણતરીની માંગ કરી રહ્યાં છે પરંતુ કેન્દ્ર સરકારે OBC ની અલગ વસ્તીગણતરી કરવાની ના પાડે છે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો ને OBC આરક્ષણ નો લોલીપોપ થમાવી દિધો.
OBC ની અલગ વસ્તીગણતરી થાય તો OBC ને વધુ આરક્ષણ આપવું પડે પરંતુ તેવું સરકારે કરવું નથી.
કેન્દ્ર સરકાર OBC આરક્ષણ બીલ થી OBC અને અન્યો જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ ઉભો થશે.
– પ્રફુલ વસાવા