પાટલીબદલુઓ કોરોના કરતાંય વધારે ખતરનાક છે !

Wjatsapp
Telegram

પાટલીબદલુઓ કોરોના વાયરસ કરતા ખતરનાક છે !

એક રાજકીય પક્ષમાંથી બીજા રાજકીય પક્ષમાં કોઈ જોડાય તો એમાં કશું ખોટું નથી. વિચારોમાં પરિવર્તન થતાં કોઈ પક્ષ બદલે તેમાં વાંધો હોઈ શકે નહીં. હું કોલેજમાં હતો ત્યારે દેશભક્તિની વાતો કરતા પક્ષ તરફ ખૂબ માન થતું; ઘરના પૈસે પ્રચારમાં જતા; પરંતુ સમય જતા અનુભવ થયો કે દેશભક્તિની માત્ર વાતો છે; હેતુ તો દેશભક્તિ/ધર્મ/રામમંદિર/ગાયમાતા વગેરેનો ઉપયોગ કરી સત્તાની સીડી ચડવાનો જ છે ! સત્તામાં ગોઠવાઈ ગયા પછી તો ગૌચર ખાઈ ગયા !

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સત્તાપક્ષમાં જોડાનાર પ્રત્યેક પાટલી બદલું મતદારોનો દ્રોહી છે; પ્રત્યેક પક્ષપલટું વિશ્વાસઘાતી છે. પ્રત્યેક પાટલીબદલુ અસામાજિક તત્વ છે ! આનાથી મોટી અસામાજિક પ્રવૃતિ હોઈ શકે નહીં.

ચૂંટણી આવે ત્યારે; મોકો જોઈને પાટલી બદલનારા બદમાશ હોય છે. અવસરવાદી/લાલચું/વિશ્વાસઘાતી હોય છે. પાટલીબદલુઓ લોકોને મૂરખ સમજે છે. આવા પાટલીબદલુઓ કોરોના વાયરસ કરતા ખતરનાક છે ! કેમકે તેઓ ચડેચોક લોકશાહીની હત્યા કરે છે ! પક્ષબદલુઓની ખાસિયત શું છે? આવા અવસરવાદીઓનો પ્રવાહ સત્તાપક્ષ તરફ વહેતો હોય છે; સત્તાપક્ષ છોડીને વિરોધપક્ષમાં જોડાનાર કનુભાઈ કલસરિયા જેવા વિરલા ભાગ્યે જ જોવા મળે છે. ગોળ હોય તે તરફ માખીઓનું ઝૂંડ દોડતું હોય છે ! કોઈ પક્ષનો નેતા હિટલર લાગતો હોય/ભ્રષ્ટ લાગતો હોય/મહિલાની જાસૂસી કરતો લાગતો હોય તે રાતોરાત માનનીય/યુગપુરુષ લાગવા લાગે; ત્યારે મતદારોએ શું સમજવું? સત્તાપક્ષમાં જોડાનાર પાટલીબદલુ જે પણ દલીલો કરે તે જૂઠી જ હોવાની ! ‘લોકોની સેવા માટે પાટલી બદલી છે’ એવી દલીલ કરનારને મોટો ચોર સમજવો ! કરોડો રુપિયાનું કાળું નાણું લઈને કોઈ નેતા લોકોની સેવા કરી શકે નહી; હોદ્દો સ્વીકારીને સ્વસેવા કરે છે અને લોકોને ઠગે છે. મધ્યપ્રદેશમાં 2 જુલાઈ, 2020ના રોજ, મંત્રીમંડળનું વિસ્તરણ થયું; તેમાં 14 મિનિસ્ટર એવા છે જે MLA નથી; પાટલીબદલુઓ છે અને સરકારને બદલી નાખવા MLA તરીકે રાજીનામું આપી દીધું હતું. હવે નાગરિકોના પૈસે ફરી ચૂંટણી લડશે; ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરશે; ગુંડાઓની ‘સેવા’ લઈને લોકોને ધમકાવશે; નાળાનાણાના કોથળાં ખૂલ્લાં મૂકશે અને ફરી ચૂંટાઈને લોકોની ‘કુસેવા’ કરશે ! ગુજરાતમાં પણ બે મોટા પાટલીબદલુઓને પહેલા કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા પછી પેટાચૂટણીમાં રાખ્યા અને સામ/દામ/દંડ/ભેદની નીતિ અપનાવી સત્તાપક્ષે જીતાડી દીધાં ! સત્તાપક્ષે MLAની ખરીદી માટે માર્કેટિંગ યાર્ડ ઊભું કર્યું છે ! લોકશાહીનું વસ્ત્રાહરણ નાગરિકોએ ફરજિયાત જોવું જ પડે છે ! પક્ષપલટુઓનું પાપ નાગરિકો ક્યાં સુધી ભોગવતા રહેશે?

✍️ રમેશ સવાણી (નિવૃત્ત IPS)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.