સાંપ્રત સમયમાં ફૂલે-આંબેડકરી વિચારધારા

Jotirav Phule And Savitribai Phule
Wjatsapp
Telegram


સાંપ્રત સમયમાં ફૂલે-આંબેડકરી વિચારધારા સાંપ્રત સમયમાં ફૂલે-આંબેડકરી વિચારધારા

ડો. હિતેશ શાકય, આણંદ

        આપણે બધા જ ખુબ સારી રીતે જાણીએ છીએ કે બાબાસાહેબ ડો. આંબેડકરે સામાજિક, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે મોટો સંઘર્ષ કર્યો હતો અને એના આ સતત સંઘર્ષના મીઠા મધુરા ફ્ળ આપણે આરોગી રહ્યા છે. આમ છતા, હું તેમના સંઘર્ષોની ગાથાઓ ગાવા માંગતો નથી. પરંતુ, તેમના જીવનસંઘર્ષનો મુખ્ય ઉદેશ્ય શું હતો ? અને એમા આપણે અત્યારે કયા ઉભા છે અને શું કરવાની આવશ્યકતાઓ છે. તેના ઉપર વિચાર મંથન કરવા માંગુ છું. ડો.આંબેડકરના પોતાના જ શબ્દોમાં કહુ તો “મારા આંદોલનનો મુખ્ય ઉદેશ્ય માત્ર આપણી અયોગ્યતા દુર કરવા પુરતો જ નથી. પરંતુ, દેશમાં એક સામાજિક ક્રાંતિ લાવવાનો છે”

        સાંપ્રત સમયમાં ભારતના શોષિત, પિડિત, વંચિત બહુજનવર્ગના ઉત્થાન માટે હજારોની સંખ્યામાં વિવિધ નામો અને અલગ અલગ હેતુઓ ધરાવતા આંદોલનો કાર્યરત છે. દરેક આંદોલનની પોતાની અલગ કાર્ય પધ્ધતિ હોવાની અને છે. તેમા કાઇ વાંધાજનક નથી કે ના હોઇ શકે કેમકે બધા જ લોકો એક જ પ્રકારે અને એક જ સંગઠન સાથે કામ કરે તેવુ સ્વતંત્ર સમાજ માટે કાયમ આદર્શ માની શકાય નહી. છતા, પ્રશ્ન એ છે કે બહુજન વર્ગંની સમસ્યાઓને ગૌણ માની ને અલ્પજન વર્ગની સામાન્ય વાતોને પણ દેશના મીડીયા, રાજકારણ, એમ દરેક ક્ષેત્રે સૌથી વધુ મહત્વ મળે છે, આવુ શા માટે થાય છે ? હજારો સંગઠનો અને લાખો કાર્યકર્તાઓ હોવા છતા આવુ કેમ? આ બિમારીનુ ડાયગ્નોસીસ કરીએ, તો ઘણા કારણો જાણવા મળે છે. પરંતુ, મારા મતે આ બધા જ કારણોમાં ફૂલે-આંબેડકરી વિચારધારાની યોગ્ય સમજ, તેનુ મહત્વ અને તેના પ્રચાર-પ્રસારની યોગ્ય તાલીમનો અભાવ એક મહત્વનુ કારણ છે. આવુ એટલા માટે લાગે છે કે દરેક સંગઠન પોતાની સમજ, શક્તિ અને હેતુઓ સાથે હજારો પ્રકારની પ્રવૃતિઓ કરી પોતાનુ સંગઠન જ સાચુ અને સારુ કામ કરે છે, તેવુ સાબિત કરવાના સતત પ્રયત્નો કરતા રહે છે. કયારેક બીજા સંગઠનોનો સિધ્ધો કે આડકતરો વિરોધ કરવામા પણ શાણપણ માને છે. આનાથી સમાજના લોકોનો વિશ્વાસ તૂટવાની સાથે સાથે સામાજીક એકતા અને ધાર્મિક-સામાજીક-સાંસ્કૃતિક તથા રાજકીય બદલાવ આવતો જોવા મળતો નથી.

        કાર્યકર્તાઓ કે જેને હું તો ક્રાંતિવાહકો કહુ છું, તેઓ વિચારધારાના હદય સમાન હોય છે અને તેથી જ તેઓ સંપુર્ણ પ્રશિક્ષિત હોવા ખુબ જ જરુરી છે. માત્ર વિચારધારા પ્રત્યે commitment રાખવાથી કામ નહી ચાલે. વિચારધારામાં પારંગત પણ બનવુ પડશે. Whats app university કે social media દ્રારા પ્રાપ્ત કરેલ માનદ ઉપાધીઓથી શુ કામ ચાલી શકે ? કારણ કે એક પ્રશિક્ષિત કાર્યકર્તા જયારે ફિલ્ડમાં જાય ને લોકો સાથે વર્તાલાપ કરશે, તો લોકો હજારો પ્રકારના પ્રશ્નો પૂછશે,  ત્યારે તેનો વ્યવહારીક જવાબ વિચારધારાના આધારે આપી શકવા તેઓ સમર્થ હોવા જોઇએ. તેથી લોકોનો તમારામાં વિશ્વાસ વધશે અને વિચારધારાને સ્વીકારવાની પ્રેરણા મળશે. સતત વાંચન-મનન કરતા કાર્યકર્તાઓ કોઇ પણ ઘટનાનુ સાચુ વિક્ષ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. વિચારધારાની લડાઇમાં આ ખુબજ અસરકારક શસ્ત્ર છે. જો તમે સમાજમાં બનતી દરેક ઘટનાઓનુ યોગ્ય અને સાચુ વિક્ષ્લેષણ નથી કરી શકતા,તો તમે આંબેડકરી વિચારધારામાં માનવાવાળા હોવા છતા અનાયાસે પ્રતિ-વિચારધારાને લાભ પહોચાડવાનુ કામ કરી રહ્યા હોય શકો છો, જેની તમને ખબર પણ પડશે નહી. આજના સમયમાં શેરીએ-શેરીએ, ગાંમડે-ગાંમડે લાખો સંગઠનો કે જેઓ આંબેડકરી વિચારધારાનુ કામ કરતા હોવાનો દાવો કરે છે. તેમા કેટલાક તો વર્ષમાં બે જ દિવસ સક્રિય થયેલા જોવા મળે,  ૧૪- એપ્રિલ અને ૬-ડિસેમ્બર, કેટલાક સંગઠનો તો ભાદરવાના ભીંડાની જેમ કયારે ઉગે અને કયારે નાશ પામે, તેની ખબર જ ના પડે, કેટલાક સેવા ભાવી કામો કરીને છૂટી જાય, કેટલાક માત્ર વિરોધ્ધ પ્રદર્શનો પુરતા જ સિમિત રહે. હું એવુ નથી કેવા માંગતો કે આવુ ના કરવુ જોઇએ. પરંતુ, માત્ર ને માત્ર આવી પ્રવૃતિઓ જ કરતા રહેવુ એ પુરતુ નથી. કારણ કે આવી પ્રવૃતિમાં પ્રતિ-વિચારધારાના લોકો ખુબ જ સરળતાથી તમારા સંગઠનોમાં જોડાય જાય છે અને  સરવાળે આપણી વિચારાધારાને સિધ્ધુ કે પરોક્ષરીતે નુકશાન કરે છે. પરંતુ, એ ચોકકસ છે કે બાબાસાહેબની વિચારધારા, જે તથાગત બુધ્ધ અને જયોતિબા ફૂલેની વિચારધારા છે, તેના પ્રચાર-પ્રસાર માટે માત્ર વિવિધ પ્રકારના કાર્યક્રમો જ આયોજીત કરતા રહેવુ, તે આપણુ લક્ષ્ય ના હોવુ જોઇએ. આપણુ લક્ષ્ય હોવુ જોઇએ કે આપણા લોકોનો સામાજીક-ધાર્મિક-સાંસ્કૃતિક અને રાજકીય બદલાવ થાય.

        દા.ત. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં એક ડો. આંબેડકર જ એક એવા નેતા છે કે જેની જન્મજયંતિ આખા દેશમા ગામડે-ગામડે ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. પરંતુ, અફસોસ સાથે કહેવુ પડશે કે શું આપણા લોકોએ ડો.આંબેડકરને દીલથી સ્વીકારી લીધા છે ? શું બાબા સાહેબની અપેક્ષા મુજબનુ કામ આપણે કરી રહ્યા છે ? મારે કહેવુ પડશે કે ગામડે-ગામડે કદાચ ડો.આંબેડકરનો ફોટો અને પ્રતિમા પહોચી ગયા છે, પણ વિચારધારા પહોચી નથી. શું પ્રતિ-વિચારધારાના તહેવારો, કાર્યક્રમોમાં આપણા જ લોકો મોટી સંખ્યામાં ભાગ લઇને તેઓને સફળ નથી કરતા ? આપણા લોકોને મંદિરમાં પ્રવેશની હજુ પણ તાલાવેલી નથી જોવા મળતી ? મંદિર પ્રવેશ ના મળે, તો આપણા લોકો રસ્તા પર આવી જાય છે. આ કયા પ્રકારનો આંબેડકરવાદ છે ?

આવુ થવાનુ મુખ્ય કારણ એ છે આપણા લોકો ડો.આંબેડકરને ભગવાન માને છે પણ એની વિચારધારાને સાચી રીતે સમજતા નથી અને તેનુ મહત્વ તથા પ્રચાર-પ્રસારની રીતથી પણ અજાણ છે.

        ફૂલે-આંબેડકરની વિચારધારાના મુખયત્વે બે આધાર સ્તંભ છે. 1. વિચારધારાનો શુભેચ્છક વર્ગ (Well-Wishers), 2. વિચારધારાનો કાર્યકર્તા વર્ગ(Cadre)

વિચારધારના પ્રચાર –પ્રસાર માટે આ બંને વર્ગનું હોવું ખૂબ જ જરૂરી છે. આમ છતાં, દરેક Well-Wishers ને કાર્યકર્તા કહી શકાય નહી. કારણ કે આ બંન્ને વચ્ચે ટેકનિકલ તફાવત રહેલો છે. આ ક્યો ટેકનિકલ તફાવત છે ? શું તમે જાણો છો ? સરળ ભાષામાં કહું તો Well-Wishers એને કહેવાય, જે પરોક્ષ રીતે વિચારધારાનું કામ કરતો હોય છે જેમકે તૈયાર સ્ટેજનો ઉપયોગ કરશે, ભાષણ આપશે, ફંડ આપશે, વખાણ કરશે અને પછી જતાં રહેશે. તેઓ પ્રત્યક્ષ રીતે કશું કરશે નહી. પરંતુ, તમે જયારે એને મળશો તયારે તમારા વખાણ કરશે. તમે બહુ સારુ કામ કરો છો.. વગેરે ..વગેરે.. .જયારે કાર્યકર્તા એને કહેવાય કે જે પ્રત્યક્ષ રીતે વિચારધારાનું કામ કરતો હોય. તે સંપૂર્ણ રીતે involved હોય છે. વાસ્તવમાં Well-Wishers માંથી જ કાર્યકર્તા બનતા હોય છે. છતા, બધા જ Well-Wishers કાર્યકર્તા બની શકતા નથી કારણ કે વિચારધારાના પ્રચાર –પ્રસાર માટે જે ત્રણ વસ્તુની જરૂર પડતી હોય, તેનો ઉપયોગ વિચારધારા માટે કરે છે,તે જ સાચો કાર્યકર્તા કહેવાય. દા.ત. જેની પાસે બુધ્ધી હોય, તે પોતાની બુધ્ધનો ઉપયોગ વિચારધારા માટે કરે, જેની પાસે ધન હોય, તે પોતાના ધનનો ઉપયોગ વિચારધારા માટે કરે અને જેની પાસે સમય હોય, તે પોતાના સમયનો ઉપયોગ વિચારધારા માટે કરે.

        વિશ્વના ઇતિહાસના અભ્યાસ પરથી ખુબ જ સ્પષ્ટ છે કે કોઇ પણ સમાજમાં પરિવર્તન કરવું હોય, તો સમાજના ઓછામાં ઓછા 15 થી 20 ટકા લોકો કાર્યરત હોવા જોઈએ. તેથી, આપણી સમસ્યાઓનું સમાધાન કરવું હોય, તો સમાજ માંથી 15 થી 20 ટકા પ્રશિક્ષિત કાર્યકર્તા તૈયાર કરવા પડે અને બાકીના લોકો Well-Wishers ની ભુમિકા બજાવતા રહી શકે. અત્રે એક વાત યાદ રાખવાની છે કે લોકતંત્રમાં વિચારધારાની તાકાત જ આપણી સદીઓ જૂની સમસ્યાઓનું સમાધાન કરી શકશે. આનો બીજો કોઈ વિકલ્પ નથી.

        મિત્રો, તમે આંબેડકરી વિચારધારા (માનવતાવાદી વિચારધાર)ના Well-Wishers તો છો જ એટલે તો તમે અત્રે હાજર છો. પરંતુ, મે અગાઉ કહ્યુ તેમ માત્ર Well-Wishers  બની રહેવાથી આપણુ કામ આગળ નહી ચાલે. આપણે Well-Wishers માંથી કાર્યકર્તા બનવુ પડશે, જે ખુબ જ અહમ બાબત છે. આંબેડકરી વિચારધારાના પ્રશિક્ષિત કાર્યકર્તાઓ કેવી રીતે બનાવી શકાય ? કાર્યકર્તાઓ કેવા હોવા જોઇએ ? અને કાર્યકર્તાઓની વિશેષતાઓની ચર્ચા કરતા પહેલા મને લાગે છે કે આવુ શા માટે કરવુ જરુરી છે ? શુ આવુ કર્યા વગર આપણી વર્ષો જુની સમસ્યાઓનો ઉકેલ શકય છે ? આંબેડકરી વિચારધારા જે ફૂલે-આંબેડકરી વિચારધારા તરીકે ઓળખાય છે. તેની Line of Thinking શુ છે ? તે સમજવુ જરુરી છે.

        મિત્રો ૧૯ મી સદીમા જયારે જયોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઇ ફૂલે સામાજીક ક્રાંતિનુ આંદોલન ચલાવતા હતા, ત્યારે તેમણે કહેલુ કે “Ignorance is the only creator of our all blunders”

“Without knowledge, sense of right thinking is lost

Without right thinking, morality is lost

Without morality, mobility is lost

Without mobility, economy is lost

Without economy, sudras (Todays SCs/STs/OBCs/converted minorities) is degraded

All such blunders, ignorance has created”

        આનો અર્થ થાય કે અજ્ઞાનતાના અભાવે શુદ્રોનુ દરેક રીતે પતન થયુ હતુ. આજના સમયમા પણ આ વાત એટલી જ સાચી છે. કારણ કે માત્ર સાક્ષર હોવુ અને શિક્ષિત હોવુ બન્ને અલગ બાબત છે. આપણે સાક્ષર થયા છીએ પણ શિક્ષિત થયા છે કે કેમ ? આપણા ભણેલા લોકો પાસે  સાચી અને યોગ્ય માહિતિના અભાવ હોવાથી પોતાની સમસ્યાઓને ભૂલીને દુશ્મનોની સમસ્યાઓ માટે લડવા તૈયાર થઇ જાય છે.

  • જયોતીરાવ ફૂલે એ ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા સ્કુલ બનાવી હતી. જેમા તેમના પત્ની સાવિત્રીબાઇ ફૂલે અસંખ્ય અપમાનો સહીને શિક્ષણનુ કામ ચાલુ રાખ્યુ હતુ. છતા, દેશની વિધ્યાની દેવી કોણ છે તે તમે સારી રીતે જાણો છો, તેની પુજા કરો છો, આરતી ઉતારો છો.
  • ૩ જુલાઇ, ૧૮૫૩માં દેશમાં પ્રથમ અશ્પૃશ્યોની સ્કુલ જયોતીરાવ ફૂલેએ ખોલી હતી. આની પહેલા આપણે ભણવાનો અધિકાર ન હતો. મનુસ્મૃતિનો અભ્યાસ કરો, તો ખ્યાલ આવે અને આ માટે જ બાબા સાહેબે ૨૫ મી ડિસેમ્બર,૧૯૨૭માં મનુસ્મૃતિને જાહેરમાં સળગાવી દિધી હતી. શું આપણા પુર્વજો અને આપણે કુતરાથીએ નીચા સમજનાર લોકોને તમે ઓળખો શો ?
  • ૧૯૧૬માં ડૉ. આંબેડકરે શિક્ષણને બંધારણીય અધિકાર બનાવી દિધો હતો, જેને આપણા શાસ્ત્રો અને ધર્મોએ વર્ષો સુધી બંધ કરી રાખ્યો હતો. શુ આ બધુ આપણે જાણીએ છીએ ?

    મિત્રો આ કાંઇ ચમત્કાર નથી. અત્રે યાદ રાખવુ જોઇએ કે આપણા મહાપુરુષોએ દિન રાત, પોતાના સુખ, આરામ છોડીને સંઘર્ષ કર્યો હતો, જેની પ્રતાપે આપણે અધિકારો મળ્યા હતા. પરંતુ, પ્રશ્નએ છે કે આપણા મહાપુરુષોના સંઘર્ષોના પ્રતાપે મળેલા અધિકારોનો લાભ લઇને જીવનના દરેક ક્ષેત્રમા આગળ આવેલા બુધ્ધિજીવી લોકો શુ કરી રહ્યા છે?

    એક “ગ્રાસિમ” નામના મનોવૈજ્ઞાનિકે કહેલુ કે “શોષિતોએ શોષણમાંથી મુકત થવુ હોય, તો તેમણે પોતાના બુધ્ધિજીવી વર્ગનુ નિર્માણ કરવુ જોઇએ” ગ્રાસિમનુ આ વાક્ય સત્ય છે. પણ પુર્ણ સત્ય નથી, અર્ધ સત્ય છે. ડો. આંબેડકરે ગ્રાસિમના અર્ધ સત્ય વાક્યને પુર્ણ સત્ય કરતા કહેલુ કે “શોષિતોએ શોષણમાંથી મુકત થવુ હોય, તો પોતાના માત્ર બુધ્ધિજીવી વર્ગનુ નિર્માણ કરવુ પુરતુ નથી પણ બુધ્ધિજીવી વર્ગે સમાજનુ નૈત્તૃત્વ કરવુ જોઇએ” બાબા સાહેબના આ પુર્ણ સત્ય વાક્યને Action મા લાવવા માન. કાશીરામે સમાજનુ નૈતૃત્વ કરવાનો પ્રેકટીકલ રસ્તો બુધ્ધિજીવી વર્ગને માત્ર બતાવ્યો નહી, આ રસ્તા પર સાથે ચાલીને સાબિત કરી આપ્યુ કે બુધ્ધિઅજીવી વર્ગ જો ઇમાનદાર અને તટસ્થ હોય, તો સમાજની દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે, તેમા કોઇ બે મત નથી.

    આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુ બુધ્ધિઅજીવી વર્ગ ઇમાનદાર અને તટસ્થ બનીને સમાજનુ યોગ્ય રીતે નૈતૃત્વ કરી રહ્યો છે ? વાસ્તવિકતા જોવા જઇએ, તો શોષિત સમાજનો બુધ્ધિજીવી વર્ગ કાં તો નોકરી કરીને એક અર્થમા ઉચ્ચ વર્ગની સેવા જ કરી રહ્યો છે. અથવા પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ટુંકા ગાળાના લાભો મેળવવા માટે દુશ્મનોની વિચારધારમાં નૈતૃત્વ કરતા જોવા મળે છે. ટુંકમાં કહુ તો આ લોકો પોતાની બુધ્ધિનો ઉપયોગ પ્રતિ-વિચારધારાના લાભ માટે કરી રહ્યા છે અને તે પણ પોતે સાચા આંબેડકરવાદી હોવાના દંભ સાથે !!! આનાથી માટી વિચિત્રતા કઇ હોય શકે ? જે બુધ્ધિજીવી વર્ગ પર સમાજના ઉત્કર્ષની જવાબદારી છે, તે જ લોકો જાતિવાદ, પેટાજાતિવાદ, ચમચાગીરી, દલાલી, અંધશ્રધા, કુરીવાજો, કર્મકાંડોમાં એટલા ગળાડૂબ છે કે બાબા સાહેબના શબ્દો યાદ આવી જાય છે “ મુજે પઢે લીખે લોગોને ધોખા દિયા હૈ”

    અત્રે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે માત્ર જય ભીમ બોલવાથી, સમાજના મુળભુત એજન્ડા વીનાના કાર્યક્રમો કરતા રહેવાથી કે ઘરમાં ડો. આંબેડકરનો ફોટો રાખી દેવાથી તમે આંબેડકરી વિચારધારાના વાહક છો, અનુયાયી છો, તેવુ સિધ્ધ નથી થતુ. પરંતુ, તમારા પોતાનામાં કેટલો સામાજીક-ધાર્મિક-સાંસ્કૃતિક-રાજકીય બદલાવ આવ્યો છે, તે ખુબ મહત્વનુ છે.

        બીજી એક મહત્વની બાબત છે, જે દરેકે યાદ રાખવા જેવી છે તે છે- Sense of Priority.

મિત્રો, આપણા દેશનો બહુજન વર્ગ હજારો પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલો છે. રોજ રોજ આપણી સમસ્યાઓ નવા રંગરુપ સાથે આપણા પર હાવી થઇ જાય છે. જુની સમસ્યાઓ સામે લડવાનુ હજુ ચાલુ કરીએ, ત્યા તો જુની સમસ્યાઓ નવા સ્વરુપે ફરી સામે આવી જાય છે. અને આની આપણે ખબર પડે, ત્યા સુધીમાં તો બહુ મોડુ થઇ ગ્યુ હોય છે. આખરે આપણે આવી નાની નાની સમસ્યાઓ સામે લડતા લડતા જ થાકી જઇએ  છીએ, નિરાશ બનીને કહીએ છીએ કે લોકોને કાઇ પડી જ નથી,તો આપણે શુ કરીએ?  પરંતુ, અત્રે યાદ રાખવુ જોઇએ કે આપણી નાની મોટી હજારો સમસ્યાઓનુ મુળ જાતિવાદ છે. જાતિમાં રહીને જાતિવાદ સામે લડવુ શક્ય નથી. છતા, આપણે વર્ષોથી આવુ જ કર્યા કરીએ છીએ. અને કોઇ આપણી સાથે જાતિવાદી વર્તન કરે, આપણુ અપમાન કરે છે, માર મારે છે, ત્યારે નિરાશ થઇને જાતિવાદને ખરાબ કહીએ છીએ.

   Jotirav phule and savitribai phule ૧૯૩૬માં જાત-પાત તોડક મંડળનુ વાર્ષિક અધિવેશન, જે લાહોર ખાતે ડો.આંબેડકરના અધ્યક્ષપદે યોજાનાર હતુ, તેમા રજુ કરવા માટે ડો. આંબેડકરે એક પ્રવચન તૈયાર કરેલુ, જેનો વિરોધ થતા,અધિવેશન મુલત્વી રાખવામા આવેલુ, પરંતુ, ડો. આંબેડકરે આ પ્રવચનને “Annihilation of caste” નામના પુસ્તક રુપે પાછળથી પ્રકાશીત કર્યુ હતુ. આ પુસ્તક વાચવુ ખુબ જરુરી છે કારણ કે આજ સમયમાં બાબા સાહેબે બૌધ્ધ ધર્મ સ્વીકારવાની જાહેરાત કરી હતી. આ પુસ્તકમાં ખુબ જ સ્પષ્ટ રીતે સાબિત કરવામાં આવ્યુ છે કે “ભારતમાં શોષણ છે અને શોષણનુ મુખ્ય કારણ જાતિવાદ છે” આમ, આપણી નાની -મોટી બધી જ સમસ્યાઓ જાતિ પર નિર્ભર છે. એ ના ભુલવુ જોઇએ. પરંતુ, જાતિવાદ એક વિચારધારા છે, જેને ધર્મગુરુઓ, શાસ્ત્રોનુ સમર્થન છે અને સૌથી મોટી બાબત એ છે કે આ દેશના નાના કે મોટા કોઇ પણ વ્યક્તિ પર જાતિવાદી વિચારધારાનો કબ્જો છે. જાતિવાદ એક માનસિક બિમારી છે. કારણ કે જાતિ વ્યવસ્થાના સૌથી મોટા વિરોધ્ધી એવા ડો. આંબેડકરની વાતો કરવા વાળા અને પોતાને પાકા અનુયાયી કહેતા લોકો પણ કયારેક સૌથી વધુ જાતિવાદી વર્તન કરતા જોવા મળે છે.!!

જાતિવાદી વિચારધારાને ખતમ કરવી હોય, તો તેની વિરોધ્ધી વિચારધારા કે જે આપણા પૂર્વજો ગૌતમ બુધ્ધ, જયોતિરાવ ફૂલે, શાહુજી મહારાજ, ડો.આંબેડકરે આપણે બતાવી છે,તેજ આપણી Line of Thinking હોવુ જોઇએ. આ ખુબ જરુરી બાબતો છે, જેની આપણે અત્રે ચર્ચા કરી. હવે, વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો પર થોડી ચર્ચા કરી લઇએ….

  • વિચારધારાના પ્રચાર-પ્રસારનો આધાર સ્તંભ કાર્યકર્તા હોય છે. તેથી, કાર્યકર્તા પ્રશિક્ષિત હોવાની સાથે સાથે તેનુ ચરિત્ર પણ અનુકરણીય હોવુ જોઇએ. આપણે યાદ રાખવુ જોઇએ કે સાંસ્કૃતિક-ધાર્મિક બદલાવ વગર ભારતમાં સામાજિક ક્રાંતિ કરવી શક્ય નથી. અને આ માટે વ્યક્તિ પરિવર્તન થવુ અતિ મહત્વનુ છે. આપણે જાણીએ છીએ કે આર્યોએ અનાર્યોને (મુળનિવાસીઓ) શારીરીક અને માનસિક રીતે ગુલામ બનાવવા માટે રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હતો અને ધર્મના નામ પર વર્ણાશ્રમધર્મ વ્યવસ્થાની રચના કરી તેનુ મોટા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. આવી સામાજિક-રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિમાં, તેઓ સંપૂર્ણ રીતે અસહાય, નિરાશ બની ગયા હતા. મનોવિજ્ઞાનમાં આ પ્રકારની પરિસ્થિતિને ‘હતાશાની સ્થિતી (Frustration)’ કહેવામાં આવે છે, આ ખૂબ જોખમી પરિસ્થિતિના કારણે આપણામાં ડર, અનૈતિકતા, શંકાશીલતા, નિંદા, અપ્રમાણિકતા,આત્મવિશ્વાસનો અભાવ જેવા દુરગુણો આપણા ઉપર હાવી થઇ જાય છે અને નિરાશાજનક જીવનજીવવા માટે મજબુર બનાવે છે. સમાજના લોકોને આ પરિસ્થિતિમાથી બહાર કાઢવા માટે બે રીતે કામ કરવુ જોઇએ. પ્રથમ રીતમાં વ્યક્તિએ હકારાત્મક વિચારોના સતત સંપર્કમા રહેવુ પડે. અને આ માટે હકારાત્મક વિચારોવાળા વાંચન, શ્રવણ, ગ્રહણ દ્વારા જૂના નકારાત્મક વિચારોને હટાવીને હકારાત્મક વિચારોનુ સર્જન કરી શકાય છે. આ ખૂબ સારી તકનીક છે અને ઝડપથી લોકોને અસર કરે છે. આનાથી ખુબ જ ટુંકાગાળામાં માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિત્વનુ સર્જન કરી શકાય છે. પરંતુ, આ પરિવર્તન લક્ષી માઇન્ડ સેટ કાયમ જાળવી રાખવુ હોય, તો બીજા તબક્કાનો અભ્યાસ કરવો જોઇએ. બીજા તબકકાને “સમ્યક સમાધી” નામે ઓળખવામાં આવે છે. સામાન્યરીતે આપણે ધ્યાન એટલે શું તે જાણીએ છીએ.સમ્યક સમાધિ એટલે યોગ્ય એકાગ્રતા (ધ્યાન). સમાધિ અને સમ્યક સમાધિ બન્ને વચ્ચે ઘણો તફાવત છે. સમાધિ એટલે ચિતની એકાગ્રતા જયારે સમ્યક સમાધિ એટલે સજાગતા સાથેની એકાગ્રતા. માત્ર એકાગ્રતા નહિ પણ ભાવ સાથેની એકાગ્રતાથી પ્રજ્ઞાનો વિકાસ થાય છે. તેથી મનને હમેશને માટે કુશળ વિચારવાની ટેવ પાડે છે. મનને એવી શક્તિ આપે છે કે માનવી કલ્યાણ રત રહી શકે. આનાથી આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. તથાગત બુદ્ધે આ તકનીકની વિશ્વમાં સૌપ્રથમ શોધ કરી હતી. તેનો નિયમિત અભ્યાસ કરવાથી તેમા પારંગત બની શકાય છે.
  • કાર્યકર્તાઓએ એક વાત યાદ રાખવી પડશે કે આપણે સમાજના લોકોને આપણી સાથે જોડવાના છે, નહિ કે સમાજના લોકો જે કરે તેની સાથે જોડાય જવુ. કારણ કે આપણો સમાજ જાતિવાદ અને ધાર્મિક અંધશ્રધ્ધા અને ક્રિયાકાંડોના ખુબ પ્રભાવ હેઠળ હોવાથી આપણે તેનાથી એક અલગ ઓળખ ઉભી કરવી પડશે.
  • કાર્યકર્તાઓએ પોતાની યોગ્યતા પોતાની જાતે જ ઉભી કરવી પડે. આ માટે આંબેડકરી વિચારધારાનુ વાંચન, મનન અને સમાજના લોકો સાથે વાર્તાલાપ કરતા રહેવુ જરુરી છે.
  • લોકોના આચરણ પર સિધ્ધો હુમલો ના કરો. તેના વિચારોના બદલાવ માટે કામ કરો. જયારે તેના વિચારો બદલાઇ જશે, ત્યારે તેનુ આચરણ પણ બદલાઇ જશે.
  • વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રકારના લોકોને મળતા રહો, સંપર્ક બનાવતા રહો, પહેલા લોકોને બોલવા દો, તેને સાંભળો, ત્યાર બાદ તમારી વાતને તાર્કિક રીતે અને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી પુરા આત્મવિશ્વાસ સાથે રજુ કરો.
  • તથાગત ગૌતમ બુધ્ધના કથન મુજબ લોકો સાથે સંવાદ કરતી વખતે હંમેશા પ્રિય ભાષા, લાગણી સભર ભાષા, બહુજન હિતાય, બહુજન સુખાય ભાષાનો ઉપયોગ કરવો જોઇએ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.