કવિતા | દલિત લેબલ

Wjatsapp
Telegram

કેટલી સદીઓ વીતી છતાંયે,
આજે પણ પીછો નથી છોડતું

કપાળની કાળી તીલ્લી સમાન,
અણીદાર હથિયાર વડે કોતરી,
ઊંડા ઘા કરી બનાવેલ દલિત લેબલ

ચોત્રે, ચબૂતરે, રોડ, રસ્તે,
ગલી, ખૂંચે, ગામ, શહેર, દેશના દરેક ખૂણે,
આપઘાત કરવાનું એક મોટું કારણ એટલે દલિત લેબલ

ક્યાંક ગૌ હત્યાને બહાને,
તો ક્યાંક મૂછો ના બહાને

ક્યાંક નામના બહાને,
ને આજે એક ખેડૂતને જમીન ખાલી કરાવવાના બહાને,
મારી મારી ને જાનથી મારી નાંખવાનું કાવતરું એટલે દલિત લેબલ

કેટ કેટલું, કયા જઈને ને ક્યારે અટકશે?,
પાંચ હજાર વર્ષથી બસ આજ ચાલતું આવ્યું છે,
ક્યા ઠેકાણેને કયા જઈએ?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ દલિત લેબલ ને ડીલીટ કરવા,
બસ હવે જીવ નથી ગુમાવવો,
હવે તો આ ધર્મ ત્યાગી, ડીલીટ કરીને ભૂસવું છે

✍️ વિજય વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. Jayesh vaghela says:

  Bahu j sachi vat kari che good luck bhai 👌👌👌👌

 2. Hitesh Vaghela says:

  Sachi baat 6…. Vijay Bhaii tame khoob Pragati karo…. Khoob khoob Abhinandan…

 3. Singara sunil says:

  વાહ કવિ વિજયભાઈ આપ ને આપણા સમાજ મા જે દલિત ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેને દયાનમાં લઈને જે કવિતા લખીને આખી સમાજ ને નવી પ્રેણા આપવાનું કામ કર્યું છે અને સમાજ મા જાગૃતિ લાવવાનું કામ કર્યું છે તે માટે આપને 100 સલામ અને હાર્દિક શુભકામઓ… બસ બધાજ આપણી સમાજમાં આવા વિચાર ધરાવતા થઈ જાય તો દલિત કાસ્ટ મા આ અછૂત નામનો જે કલંક લાગલો ભૂંસાઈ જાય
  શુભેચ્છા…

 4. jayesh ( M₹.5₹M@₹ ✍️) says:

  ખુબ જ સુંદર કાવ્યનું આલેખન વિજય વાઘેલા સર તમે કર્યું છે…આશા રાખું છું તમે આવી જ રીતે સમાજને પ્રેરણા આપે તેવી કૃતિની રચના કરતા રહો તેવી શુભકામનાઓ….અને ફરીથી આ કવિતા માટે ઢેર ઢેર શુભકામના….💐💐💐💐

Leave a Reply

Your email address will not be published.