કવિતા | ભક્તિ રે કરવી એણે મગજ ગીરવે મૂકવું રાણાભાઈ

ભક્તિ રે કરવી એણે મગજ ગીરવે મૂકવું રાણાભાઈ,
અથવા મેલવું એને તાળા કુંચીએ રે,
સાહેબ ચરણકમલમાં શીશ નમાવીને
કર(જીએસટી) આપી લાગવું પાય રે… ભક્તિ રે કરવી એણે
જાતિપણું વધારી જાતિવાદી થાવું ને
કરવો હંમેશા વર્ણ વિકાર રે,
જાતિની ભ્રાંતિ જ ખરી હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું એનું નિર્માણ રે…. ભક્તિ રે કરવી એણે
ને’રુના અવગુણ જે હંમેશા જોયા કરે
એવા એરુને કહીએ સાહેબ કેરા દાસ રે,
સ્મૃતિ ને મનુસ્મૃતિ વસે જેના ઉરમાં રે
એનો દ્રઢ રે કરવો અવિશ્વાસ રે… ભક્તિ રે કરવી એણે
ભક્તિ કરો તો એવી રીતે કરજો રાણાભાઈ
રાખજો વચનમાં મારા વિશ્વાસ રે,
રાઓલજી એમ કરી બોલીયા રે રાણાભાઈ
ભક્તજન સાહેબ કેરા દાસ રે.. ભક્તિ રે કરવી એણે
સોરી ગંગાસતી+પાનબાઈ, જરા મોડીફાઈડ પેરોડી કરવા બદલ.
વહાલા સમ્પાદકશ્રી,
આપની વેબસાઈટ ‘SHARUAAT’ના કેટલાક લેખો મને ગમ્યા… સરસ છે. ગુજરાતીમાં કમીટમેન્ટ સાથે–પુરી સમર્પીતતાથી, ‘રૅશનાલીઝમ’ અને ‘વૈજ્ઞાનીક અભીગમ’નો અવીરત પ્રચાર–પ્રસાર કરતો એકમાત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ છે. મારી અનુકુળતાએ ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર ‘રૅશનલ જોડણી’ (એક જ ‘ઈ’ અને ‘ઉ’)માં આપની વેબસાઈટના લેખો પ્રગટ કરવાની મારી ઈચ્છા છે. હું દરેક લેખમાં લેખક અને પ્રકાશકશ્રીનું પુરું નામ, ફોન નંબર અને ઈ–મેઈલ આઈડી સહીતનું સૌજન્ય સ્વીકારું છું. તે માટે મારે લેખકની અનુમતી મેળવવાની થાય છે. જેથી દરેક લેખકના નામ સાથે ઈ.મેલ આઈડી અને વોટ્સએપ નમ્બર લખવા વીનન્તી છે.
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
આપશ્રી,અમારા કોઈપણ આર્ટિકલ અમને પૂછ્યા વગર sharuaat.com અને લેખકશ્રીના સૌજન્ય સાથે બિન્દાસ લઈ શકો છો.