રાજનીતિ | ભાજપ-કોંગ્રેસ આજીવન પ્રેમી પંખીડાં : તેરે બિના મેં કુછ નહીં

thequint.com
Wjatsapp
Telegram

હા, ઉપરનું વાક્ય વાંચતા જ મનમાં પ્રેમીઓની છબી સામે આવી જતી હશે નહીં ? જાણે એક પ્રેમી બીજા પ્રેમી બગર રહી નથી શકતું એક બીજાના પ્રેમમાં ભાવવિભોર થઈને એક બીજાની યાદો વાગોળવા સિવાય છૂટકો જ નથી હોતો. એવો પ્રેમ માત્ર એક છોકરી અને છોકરામાં થાય એ સામાન્ય વાત છે પણ અહીંયા વાત કરીશ ભાજપ કોંગ્રેસના બેસુમાર પ્રેમની.

આપણે પોલિટિક્સ નામ સાંભળીએ એટલે આંખ આડા કાન કારી જતા હોય છે પણ સામે ટીવી પર ભાજપ કોંગ્રેસના નેતાઓને જગળતા જોઈએ છીએ ત્યારે અપણે બહુ આનંદ થતો હોય છે અને એની મજાક પણ ઉડાવતા હોઈએ છીએ. આપણે એમ લાગતું હોય છે કે આ બંને પાર્ટીઓના નેતાઓ હમણાં બથોબથ આવી જશે પણ અહીંયા તમે ખોટા છો! અગણિત દાખલાઓ આપણી સામે છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે બેસીને જમતા હોય છે,કોઈ કાર્યક્રમો(સામાજિક)માં ભેગા હોય છે છતાં એમાં પણ કાઈ વાંધો નથી અને ભાઈચારો એ આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિએ શીખવાડ્યું છે પરંતુ જ્યારે પોતાના ધંધાઓ, રાજકીય લાલચો માટે લોકોને ગુમરાહ કરવા સાથે બેસે ત્યારે તકલીફ. ઘણી વખત આપણે જોયું છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જાય અને કોંગ્રેસનાનેતાઓ ભાજપમાં પોતાની અંગત મહત્વકાંક્ષાને લઈને સતાનો દૂર ઉપયોગ કરીને જે પ્રજાએ મુકામ ઉપર પહોંચાડ્યા છે એ જ પ્રજાને પગની જુતી સમજીને બેઠાં છે.

આપની સામે અમુક ચોક્કસ મુદ્દાઓ રાખું છું જેનાથી આપને સમજવામાં સરળતા રહેશે.

1) મિજોરમમાં ભાજપ કોંગ્રેસએ સાથે મળીને સતાં સ્થાપી

આપણે વાત કરશું મિજોરમની એપ્રિલ 2018 માં ભાજપ અને કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તા માટે બંનેએ હાથ મિલાવ્યો હતો. જ્યારે કેન્દ્રમાં ભાજપ અને વિપક્ષમાં કોંગ્રેસ આમને સામને હોવા છતાં બંને પક્ષોએ મળીને સતા મેળવી હતી. ઘટના એવી બની હતી કે સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) એ ચૂંટણીમાં 8 સીટો મેળવી હતી જ્યારે ભાજપે 5 બેઠકો અને કોંગ્રેસે 6 બેઠકો પર જીત હાંસલ કરી હતી ત્યારે બહુમતી માટે ભાજપ કોંગ્રેસે હાથ મિલાવી સતા પર આવ્યા હતા. આ પરથી પ્રતીત થાય છે કે જ્યાં 3જો મોર્ચો સક્ષમ બનશે અથવા તો બનવાનો હોય ત્યાં ભાજપ કોંગ્રેસ બંને એક બીજા પ્રત્યે પ્રેમની લાગણી બતાવે અને ત્રીજા મોરચાને સતા ઉપર આવતા અટકાવે છે.

2)સુરતમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર ગેરકાયદેસર બાંધકામના ડીમોલેશન અટકાવવા એક સાથે

આ ઘટના છે 25 સપ્ટેમ્બર 2019ની જેમાં સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસ જેવી વાત સાબિત કરી હતી. વરાછાના પુણા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ માટે કોંગ્રેસ-ભાજપ ભાઈ ભાઈ હોય તેવા દ્રષ્ય સામે આવ્યા હતા પુણાના બે કોમર્શિયલ બાંધકામ ગેરકાયદે હતું તેનું ડિમોલીશન અટકાવવા કોંગ્રસના એક કોર્પોરેટર અને ભાજપના કેટલાક નેતાઓએ મળીને બહુ જ મહેનત કરી હતી અને પોતાનો ભાઈચારો બતાવતા અધિકારીઓને અનેક ફોન કર્યા હતા. જોકે, મ્યુનિ. કમિશ્નરના આદેશ બાદ અધિકારીઓએ કોઈ પણ ભલામણને સ્વીકાર્યા વિના જ ડિમોલીશન કરીને વહિવટી ચાર્જ પણ વસુલ્યો હતો.

3) માણાવદર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની મિલીભગત

જ્યારે 2019 માં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા ત્યારબાદ લોકસભાની ચૂંટણી સાથે માણાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપમાંથી જવાહર ચાવડા કે જે 2થી વધુ દાયકાથી ભાજપની સામે લડીને કોંગ્રેસમાંથી જીતતા આવ્યા છે અને સામે કોંગ્રેસના અરવિંદ લાડાણી જો કે તે તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે અને જિલ્લા પંચાયતના સભ્ય હતા તેમને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. માણાવદર વિધાનસભાસીટ પર જાણે બીજાં નેતા જવાહર ચાવડાની સામે લડવા સક્ષમ ના હોય એમ જેને બોલતા પણ નહોતું આવડતું એવાં વ્યક્તિ કોંગ્રેસમાંથી ટિકિટ ફાળવવામાં આવી હતી જો કે ચાવડાની સામે કિશોર અદવાણી કે જેઓ 30-35 વર્ષોથી કોંગ્રેસની નિસ્વાર્થભાવે સેવા કરી અને વિધાનસભા મતક્ષેત્રનાં મોટા મોટા હોદા પર રહી ચૂકેલા ચાવડા સામે સક્ષમ વ્યક્તિત્વ ધરાવતા હતા અને એમનો લોકો પર પ્રભાવ પણ સારો હતો છતાં, ભાજપ અને કોંગ્રેસની મિલીભગત રાજનીતિને કારણે કિશોર અદવાણીની જગ્યાએ અરવિંદ લાડાણીને ચૂંટણીની ટિકિટ હારવા માટે આપવામાં આવી હતી.

4) ભાજપ કોંગ્રેસ એક બીજા વગર રહી જ નથી શકતું: RSS વિચારક શેષાદ્વિ ચારી

ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને આ સરકાર પર RSSનો હાથ છે એમના જ દ્વારા પોતાનું વજૂદ જમાવીને બેઠી છે. ત્યારે ઇતિહાસ ઉઠાવીને જોઈએ તો જોવા મળશે કે કોંગ્રેસે જ RSSને જન્મ આપ્યો છે અને મોટું પણ એણે જ કર્યું છે ત્યારે 12-12-2018ના રોજ RSS ના વિચારક, ઓર્ગેનાઇઝરના પૂર્વ સંપાદક શેષાદ્વિ ચારી દ્વારા આ જ બાબતે બયાન આવે છે કે જે રાજ્યોમાં કોંગ્રેસનું નામોનિશાન નથી ત્યાં ભાજપ શૂન્ય છે. અને જે રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું વજૂદ બતાવવામાં કામિયાબ રહે છે ત્યાં ભાજપ ફૂલે ફલે છે. ત્યારે એમણે જણાવ્યું હતું કે બંને વચ્ચે અસહમતી જોવા મળે છે, પણ ખરેખર એવું છે નહીં.ત્યારે ખબર પડે કે ભાજપ કોંગ્રેસ એક બીજા વગર રહી જ નથી શકતી.

5) મહિલા પર સાથે મળીને દુષ્કર્મ આચરતા ભાજપ-કોંગ્રેસના સભ્યો

રાજકોટના કોટડાસાંઘાણી તાલુકાના રામોદ ગામે આજથી ચારેક મહિના પહેલા એક દલિત મહિલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં રાજકોટ તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ જેન્તીભાઈના પુત્ર અમિત પડાળીયાએ પોતાના બે મિત્રો શાંતિ પડાળીયા કે જે કોંગ્રેસ તા. પંચાયતના સભ્ય છે તેમણે સાથે મળીને ગામની જ દલિત યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આમ યુવતીની આબરૂ લૂંટવામાં ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ સાથે આવી ગયા હતા.

6) ઉપ્ર : સપા-બસપાને હરાવવા કોંગ્રેસે આપ્યો ભાજપને સાથ

2019-લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં રસાઘસી જોવા મળી હતી ત્યારે ઉત્તરપ્રદેશમાં 2017થી લઈને 2019 સુધીના યોગી સરકારથી થાકેલી જનતા સપા-બસપા મહા ગઠબંધનને સમર્થન કરતું સામે આવતા જ ઉત્તરપ્રદેશમાં ભાજપને જીતાડવા કોંગ્રેસના નાટકો ચાલુ થયા હતા. ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય છે અને એ રાજ્ય જ પ્રધાનમંત્રી કોને બનાવવા એ નક્કી કરે છે. ત્યારે જો સપા-બસપા વધુ સીટ લઈ જાય તો કેન્દ્રમાં ગઠબંધન વાળી સરકાર બને અને એવી પણ વાત સામે આવી હતી કે જો સપા-બસપા ને વધુ સીટ મળી તો પ્રધાનમંત્રી માયાવતી બનશે. એટલે આ શરત બિલકુલ કબૂલના હોય આ બંને પાર્ટીઓને એટલે પ્રિયંકા વાડ્રા ને ઇન્દિરા ગાંધીના રૂપમાં મોકલવામાં આવી અને ત્યાં જ્યાં જ્યાં સપા-બસપાની સીટો મજબૂત હતી ત્યાં પ્રચાર કરવામાં આવ્યા. છેવટે સપા-બસપાને ઓછી સીટો મળી અને કોંગ્રેસે આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો.

7) ગુજરાત વિધાનસભા : ચાલ ભાઈ પગાર વધારીએ

ગુજરાત સરકાર દ્વારા 2017 વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો વિરોધ પક્ષના નેતા તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત ધારાસભ્યોના રૂ. 70,727 થી વધારીને રૂ. 1,16,314 એટલે કે રૂ. 40 હજારથી પણ વધારે પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પગાર વધારા બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થયા બાદ આ વિધેયક રજૂ કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા તથા મોંઘવારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો એ જ દિવસે વિરોધ રૂપે સાયકલ લઇને વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે બીજી તરફ જ્યારે પોતાના પગાર વધારાનો મુદ્દો આવ્યો કોઈપણ પ્રકારના વિરોધ વગર કોંગ્રેસના ધારાસભ્યો પણ ચુપચાપ બેસી રહ્યા અને પગાર વધારે લઇ લીધો. ધારાસભ્યોના પગારમાં કરાયેલ આ વધારાની રકમ લોકોના ટેક્સમાંથી જ જવાની હતી અને તેના કારણે સરકારી તિજોરી પર 10 કરોડ રૂપિયાનો બોજો પડે છે. આમ જ્યારે પોતાના અંગત સ્વાર્થની વાત આવે છે ત્યારે ભાજપ કોંગ્રેસ પોતાના પ્રેમભર્યો સુહાનો સફર એક સાથે વિતાવે છે.

આ ઘટનાઓને ધ્યાનમાં રાખતા કોઈ પણ તાર્કિક માણસ તર્ક કરી શકે છે કે ભાજપ કોંગ્રેસ એક બીજા માટે ગમે ત્યારે મેદાનમાં આવી શકે છે. ઉપરમુજબ જ્યારે કોઈ પણ રાજ્યમાં ત્રીજો મોર્ચો આગળ આવશે ત્યાં કોંગ્રેસ ભાજપને ખુલ્લીને સમર્થન કરવા આગળ આવશે. જેમ ઉત્તરપ્રદેશમાં ભાજપને જીતાડવા કોંગ્રેસે બાજી મારી એવી રીતે બધા જ રાજ્યોમાં આવી રીતે કરવામાં આવે છે.

આપની સામે એટલા ઉદાહરણો આપ્યા છે, આ તો ટ્રેલર પણ નથી. આવી ઘટનાઓ તો અગણિત છે જેમાં ભાજપ કોંગ્રેસ એક સાથે આવીને પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે અને લોકોને ગુમરાહ કરે છે. આ તો ઠીક કે ચોરી છુપે આ બધી બાબતોમાં એક સાથે આવતા હોય છે તો તમે વિચારો કે અંદરખાને કેટલા એક થઈને રહેતા હશે. ઘણા એવા ભાજપ કોંગ્રેસના નેતાઓ છે જે એક બીજા ધંધામાં પણ ભાગીદારી ધરાવતા હોય છે અને બહારથી એક બીજાના દુશ્મન છે એમ વર્તતા હોય છે. ગઝબ કહેવાય નહીં જ્યારે જીતુ વાઘાણી માટે શક્તિસિંહ ગોહિલ પોતાની સીટ મૂકીને બીજે લડવા જાય. આમાં માત્રને માત્ર પોતાના સ્વાર્થની અને એક બીજા પ્રત્યેના સમર્પણની બદબુ આવે છે. આમ કયારેય ભાજપ કોંગ્રેસ એક બીજાના પ્રેમીઓ છે જે એક બીજાથી ક્યારેય અલગ નહીં થાય યા તો અલગ થવા પણ નથી માંગતા. બંને એ હમ સાથ સાથ હે જેવા મંત્રોને હૃદયમાં ઉતારી રાખ્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ભાજપ કોંગ્રેસના એટલા એટલા પ્રેમ પ્રકરણ સામે આવતા હોય છતાં બસ કમી હોય તો માત્ર એક જ, એક બીજાએ અત્યાર સુધી I Love You ક્યારેય નથી કહ્યું.

✍️ સમ્રાટ બૌદ્ધ

Photo Courtesy: the quint

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.