રાજનીતિ | વિશ્વમાં સૌપ્રથમ લોકતાંત્રિક વ્યવસ્થા બુદ્ધના સમયમાં સ્થપાઈ હતી | -ડૉ. અરવિંદ અરહંત

વિશ્વમાં સૌપ્રથમ લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાની ક્રાંતિના અગ્રદૂત તથાગત ગૌતમ બુદ્ધ હતા.
રાજ્યની ઉત્પત્તિ વિષેના લોકતાંત્રિક વિચારો થોમસ હોબ્સ-જહોન લોકે અને રૂસો પહેલા તથાગત બુદ્ધે પ્રગટ કર્યા હતા.
રાજ્યની ઉત્પત્તિ વિશેની કોઈપણ ચર્ચા માનવ પ્રકૃતિ પરની ચર્ચા દ્વારા આગળ હોવી જ જોઇએ, કારણ કે રાજ્યની આવશ્યક પ્રકૃતિની ધારણા કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિની સમજ પર આધારિત છે. બધા જ પાશ્ચાત્ય સામાજિક વૈજ્ઞાનિકોએ તેમની માનવ પ્રકૃતિની સૈદ્ધાંતિક દલીલો તેમની પોતાની સમજના આધારે આપી છે. તેમના નિષ્કર્ષો રાજ્યની ઉત્પત્તિ પરના આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર આધારીત છે.
થોમસ હોબ્સ માનતા હતા કે મનુષ્ય સ્વભાવથી સ્વાર્થી અને દુષ્ટ છે અને તેથી તેણે વિશાળકાય રાજ્યની હિમાયત કરી. હોબ્સની સામાજિક કરારના સિદ્ધાંતની અતિ જરૂરિયાત માનવ દુષ્ટતામાંથી ઉદભવે છે જે પોતે જ સ્વયં ભક્ષક હોય છે. રાજ્યની આવશ્યક પ્રકૃતિની ધારણાની સ્થિતિમાં ‘બધાની વિરુદ્ધ બધાનું યુદ્ધ’ હોય છે. આ જ કારણ છે કે હોબ્સનો કરાર વિશેષ કંઇ જ નહી, સિવાય કે વિશાળકાય રાજયની સંસ્થામાં નાગરિકોના તમામ હક્કોનું સમર્પણ કરવું.
હોબ્સથી વિપરિત જહોન લોકે (John Locke), આ દૃષ્ટિકોણથી પ્રારંભ કરે છે કે કુદરત દ્વારા માણસો સ્વાર્થી નથી, પરંતુ એક બીજા માટે મદદરૂપ છે. જહોન લોકે મુજબ રાજ્યની રચનાની જરૂરિયાત જીવનનિર્વાહની સ્થિતિમાં સુધારો અને વિકાસ કરવા માટે છે.
જહોન લોકે દલીલ કરે છે કે મનુષ્ય જીવનભર બે કરાર કરે છે; એક સામાજિક અને બીજો રાજશાસન સાથે, અને આ બંને કરારમાં નાગરિકો તેમના તમામ અધિકારો સોંપતા નથી. તેમના માટે રાજ્ય એક પરિવર્તનશીલ સંસ્થા છે જે તેના માળખામાં જરુરિયાત મુજબ પરિવર્તન લાવે છે.
આમ જોતા જહોન લોકેનો સામાજિક કરાર એક લોકશાહી કરાર છે જે લોકશાહી રાજ્ય બનાવે છે. જહોન લોકેએ ઈસવીસન 1649ના પ્યુરીટ ક્રાંતિમાં સિદ્ધાંત આપ્યો કે સરકાર શાસિત લોકોની મંજૂરી મુજબ હોવી જોઈએ. જહોન લોકેનો કુદરતી ન્યાયનો સિદ્ધાંત-જીવન જીવવાનો અધિકાર, સ્વાતંત્ર્યનો અધિકાર અને સંપત્તિનો અધિકાર – સિમિત સરકારનો પાયો બન્યો.
એટલા માટે જ કાર્લ માર્ક્સ એ લોકશાહી ક્રાંતિના અગ્રદૂત તરીકે જહોન લોકેની પ્રશંસા કરે છે.
આધુનિક સમયમાં અંતિમ પણ અતિમહત્ત્વના લોકશાહી ક્રાંતિ તરીકેનો છેલ્લો પણ સૌથી અગત્યનો કરાર કરનાર રુસો હતો જેમણે ફ્રેન્ચ ક્રાંતિના બીજ વાવ્યા હતા. તેમનું માનવું હતું કે મનુષ્ય સ્વભાવથી ઉમદા છે અને પ્રકૃતિની સ્થિતિમાં તેઓ ‘ઉમદા અસભ્ય’ છે.
રૂસોએ શોધી કાઢ્યું કે પ્રાથમિક પરિસ્થિતિઓ માનવ ચેતનાને પણ પ્રાથમિક રાખે છે. પ્રાચીનતાના ગર્ભાશયમાંથી જ પ્રમાણમાં તર્કસંગત વિચાર ઉભરી આવે છે કે યોગ્ય મૂલ્યો પર આધારિત સમુદાયો સમૃદ્ધ થાય છે સિવાય કે ઔધોગિકરણ. રુસો અનુસાર, આદિમ માણસ મૂળભૂત પ્રેરક બળ દ્વારા વર્ચસ્વ ધરાવે છે.
પ્રથમ મુળભુત પ્રેરણા પોતાના જીવનને ટકાવવા માટે હોય છે, સાથે સહજ કરુણા પોતાને બીજા પ્રત્યે અકારણ આક્રમક બનતા અટકાવે છે. જે દુઃખ દર્શન માટે સ્વયંસ્ફૂરિત વિરોધાભાસ છે. આ આધાર પર તે ફકત રાજયના ખ્યાલ તરફ પાછા વળતા નથી પરંતુ રાજકીય વ્યવસ્થા જે સામાન્ય સંકલ્પ પર આધારિત હોય તેના નિર્માણ માટે પણ દલીલ કરે છે, જે અલ્પસંખ્યક કે બહુસંખ્યક નો સંકલ્પ નથી. રુસો અધિકારોની જાળવણી અને લોકોના અધિકારો માટે ક્રાંતિકારી બદલાવને સમર્થન આપે છે.
વર્તમાન પરિસ્થિતિમાં લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાને લગતા તથાગત ગૌતમ બુદ્ધના વિચારો જાણવા જરુરી છે. બુદ્ધે કહ્યુ કે દરેક મનુષ્ય જન્મથી સહજ નિઃસ્વાર્થ છે અને નિઃસ્વાર્થ મનુષ્યની પ્રકૃતિ છે.
બુદ્ધ શાકય જનજાતિ(Tribe)માં જન્મ્યા.
બુદ્ધે ‘સંઘ’ શબ્દ જનજાતિ(Tribe) સમુહ પાસેથી ગ્રહણ કર્યો, જનજાતિ(Tribes) સમુહ પોતાની રાજકીય વ્યવસ્થાને ‘સંઘ’ કહેતા.
ભારતીય રાજ વ્યવસ્થા જનજાતીય લોકશાહી અથવા જનજાતીય પ્રજાસત્તાકમાંથી પસાર થઈને ગણસંઘમાં પ્રવેશ કરે છે જેના નાયકને ‘ગણપતિ’ કહેવાતો, જે તાકતવર જનજાતીય નાયક હતા.
ત્યારબાદ ભારતીય રાજ વ્યવસ્થા ‘જનપદ’ સ્ટેજમાં પ્રવેશ કરીને અંતિમ મગધ સામ્રાજ્ય મા રુપાંતરિત થાય છે. આપણને ટ્રેવર લીંગ દ્રારા લિખીત પુસ્તક “ધ બુદ્ધા ફિલોસોફી ઓફ મેન” માં આનો સંદર્ભ મળે છે.
લીંગ માર્ગદર્શન આપે છે કે બુદ્ધિસ્ટ સંઘનુ કામ જનજાતીય પ્રજાસત્તાક સંઘ અને રાજાના રાજય વચ્ચે વિચારોનું આદાનપ્રદાન કરવાનુ કામ હતુ.
ગૌતમ બુદ્ધનું નૈતિક નીતીશાસ્ત્ર ભારતીય જનજાતિ(Tribe) સંસ્કૃતિમાંથી વિકસિત થયું હતું.
બુદ્ધ કોઈ પણ પ્રકારની ખાનગી મિલકતની વિરુદ્ધ હતા. બુદ્ધના જીવન દરમ્યાન એવા પુરાવા મળે છે કે અમુક વિહારો જમીનના નાના ટુકડાની માલિકી ઘરાવતા, પણ એવુ ધ્યાને આવતુ નથી કે બુદ્ધે કયારેય કૃષિની જમીનને બુદ્ધિસ્ટ ભિક્ષુ સંઘ દ્રારા માલિકી માટે પરવાનગી આપેલ હોય.
ભારતીય ઇતિહાસના નિર્ણાયક તબક્કે જયારે રાજ્યની શક્તિનો વિસ્તાર કરવા માટે તે સમયની મુક્ત આદિજાતિઓનો નિર્દયતાથી સંહાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે બુદ્ધ તેમના બુદ્ધિસ્ટ ભિક્ષુ સંઘનું મોડેલિંગ જનજાતિ સમાજના મુળભુત સિદ્ધાંત અનુસાર કરી રહ્યા હતા. જનજાતિ સમાજ મિલકતની વિરુદ્ધ ન હતી પરંતુ તેઓ વ્યક્તિગત ખાનગી માલિકીની મિલકત વિરુદ્ધ હતા. બુદ્ધનો સિદ્ધાંત પણ વ્યક્તિગત ખાનગી માલિકીની મિલકત વિરુદ્ધ જ હતો. બુદ્ધિસ્ટ ભિક્ષુ સંઘની મિલકત સામુદાયિક હતી, વ્યકિતગત માલિકીની કે વારસા દ્રારા પ્રાપ્ત ન હતી પણ સામુદાયિક ઉપયોગ માટે હતી.
સંવિધાન સભાનીચર્ચામાં ડો. બાબા સાહેબ આંબેડકર દ્રારા તા. ૨૬.૧૧.૧૯૪૯ના રોજ આપેલ ભાષણમાં બાબા સાહેબ જણાવે છે કે એવું નથી કે ભારત સંસદ કે સંસદીય પ્રણાલીથી અજાણ છે. બુદ્ધિસ્ટ ભિક્ષુ સંઘના અભ્યાસ દ્રારા એ વાત પ્રમાણિત થાય છે કે આધુનિક સમયની સંસદ અને સંસદીય પ્રણાલી જેવી જ વ્યવસ્થા બુદ્ધિસ્ટ ભિક્ષુ સંઘની વ્યવસ્થા હતી.
તેઓ પાસે બેઠક વ્યવસ્થાના નિયમો હતા, દરખાસ્તને સંબંધિત નિયમો, ઠરાવ, ગણપુર્તી(quoram), સભ્યોને હાજર રહેવાનો આદેશ, મતની ગણતરી, મતદાન, નિંદા દરખાસ્ત, સૈદ્ધાંતિક પદ્ધતિ, ન્યાયયુકત ચુકાદાઓ વગેરે. જોકે સ્વયં બુદ્ધ દ્રારા સંસદના આવા પ્રકારના નિયમો ભિક્ષુ સંઘની મિટીંગ માટે અમલમાં લાવવામાં આવેલા, અતિ મહત્વની વાત એ કે બુદ્ધીઝમનું અસ્તિત્વ વહેવારની દ્રષ્ટીએ વ્યકિતની સ્વતંત્રતા છે- સામાજીક , રાજકીય અને આર્થિક. બુદ્ધ લોકશાહીના પ્રથમ માર્ગદર્શક હતા અને સ્વતંત્રતા-સમાનતા અને બંધુત્વના ખંતીલા પ્રતિનીધી પણ હતા.