પ્રાથના વાસ્તવિકતાને બદલી શકતી નથી.

પ્રાર્થના : એક એવી ક્રિયા છે જેનાથી તમે પ્રફુલ્લિત અને આશાવાદી બની તનાવને થોડા સમય માટે દૂર કરી શકો છો.
કારણ કે પ્રાર્થના મન સાથે જોડાયેલ બાબત છે. પ્રાર્થના એ એક પ્રકારની માનસિક કસરત જ સમજો. જોકે તેના પરિણામ કાયમી નથી. જેમ કોઈ મોટિવેશન સ્પીચની અસર થોડો સમય રહે પછી તેનો ડોઝ ઉતરી જતા હતા તે જ સ્થિતિમાં મન આવી જાય એવું જ પ્રાર્થના નું પણ છે.
પ્રાર્થના એ એક પ્રકારની મનને બેવકૂફ બનાવી સંતોષ મેળવવાની ક્રિયા છે. પ્રાર્થનાથી શાંતિ મળે શક્તિ મળે આનંદ મળે આવું આપણુ મન માની લેતું હોય છે, અને આ એહસાસ જ મનને પ્રાર્થના સાથે જોડી રાખે છે. જે કેટલાક સમય પૂરતા પ્રફુલ્લિત પણ રાખે એ નફો.
પણ પ્રાર્થના કરવાથી કઇ મળી જાય, કોઈ ચમત્કાર થઇ જાય, કોઈ ધારેલા કામો થઇ જાય, પ્રાર્થના સમયે બે હાથ જોડી ઇષ્ટદેવ આગળ કરગરી કે દેવની ચાપલુસી કરીને માંગેલી મન્નત મળી જ જાય એવું કશુ હોતું નથી.
કોઈ વાર બનવાકાળ હોય ને બની જાય, જે ઇચ્છતા હોય એજ મળી જાય એવું બને એટલે પ્રાર્થના કરનારને માનવામાં આવે કે તે તેની પ્રાર્થનાનું ફળ છે.
હા પ્રાર્થના બાબતે શ્રદ્ધા ધરાવતા હોય તેઓ માટે વિકટ પરિસ્થિતિમાં ખોટે ખોટો તો ખોટે ખોટો પણ થોડા સમય માટે એક સહારો મળતો હોય. કોઈ સ્વજનના મૃત્યુ પછી મિત્રો, કે સગાસંબંધીઓ ભગવાન એમના ઘરના સભ્યોને મદદ કરે, હિંમત આપે, આવું કહીને પ્રાર્થના ના ભરોશે છટકી જાય. પણ એમ કોઈ ભગવાન મદદ ના કરે કે હિંમત પણ ના આપે. એમના જેવા સગાં સબંધી મિત્રો જ મદદ કરી શકે અને હિંમત આપી શકે છે.
જો પ્રાર્થનાથી જ બધું મળી જતું હોય તો બધા તંદુરસ્ત જ હોતા,
બધા ધનવાન જ હોતા બધા બુદ્ધિવાન જ હોતા.
કોઈ ગરીબ શુ કામ રહે, બધા પ્રાર્થના કરી ને માંગી ના લેતા ?
એટલે સમજી લેવું કે પ્રાર્થના, આશીર્વાદ, બદદુવા, એ બધું હકીકતમાં કામ કરતુ નથી, પણ મનમાં એક છેતરામણો સંતોષ માત્ર આપે છે. અને પછી ટૂંક સમયમાં હતી એજ પરિસ્થિતિમાં માણસ આવી જાય છે.
વાસ્તવિકતાને પ્રાર્થના દ્વારા લાંબો સમય ટાળી શકાતી નથી જ.
જીતેન્દ્ર વાઘેલા.
