GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા સવાલોનું મનોવિજ્ઞાન

Wjatsapp
Telegram

મને એક મિત્રએ સવાલ કર્યો હતો કે સાહિત્યમાં ‘પાગલ’ ઉપનામ કોનું છે? ક્યાંક વાંચેલું કે ‘પરમ પાગલ’ પણ આવું ઉપનામ યાદ રાખવાનું ભલા માણસ? અને સાલું સાવ ભક્તિમય યાદ રાખવાનું? અને આ યાદ રાખવાથી ફરક શું પડે? વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં પૂછે કે ફલાણો ઢીંમચો કઈ બીમારીથી મર્યો હતો? ફલાણો-ઢીંમચો ક્યા કુળનો હતો? એની જ્ઞાતિ અટક કઈ હતી? એમાં ય પાછું કેવું હોય કે અટકની પણ પેટા અટક હોય ! હદ કરી સાહિત્યના ભૂંડભક્તો !

હાવ આવું લ્યા? સાહિત્યની પથારી તો ફેરવી હવે અમારા જેવા વિદ્યાર્થીઓની પથારી ફેરવી રહ્યા છે આ ભૂંડભક્તો !

Gpsc આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે ફાલાણું-ઢીંમચુ પુસ્તક કોને અર્પણ કરવામાં આવ્યું છે?

મને થયું કે આ રીતના સવાલ પૂછે જ શા માટે? આ પરીક્ષાના પેપર સેટર સાહિત્યિક ભૂંડભક્તને કહેવાનું મન થાય કે એ તારી ભક્તિ તારા ગુરુ પાસે રાખ ને? ભક્તિનો અતિરેક આવી રીતે નખ્ખોદ વાળી રહ્યો છે.

હદ તો ત્યારે થાય કે આવનારી પરીક્ષા માટે આપણા સાહિત્યના ગાંડા-ગપ્પુ અભ્યાસુ વિદ્યાર્થીઓ શું કરશે? તો બસ, લાગી પડશે સંશોધન કરવા માટે કે કેટલા પુસ્તક કોને કોને અર્પણ ઠોકવામાં આવ્યા છે? પણ એ નહિ વિચારે કે આ પુસ્તકો ક્યા પુસ્તકની બેઠી નકલઉતાર કરીને લખવામાં આવ્યા છે. આ પુસ્તકો કેટલા વાહિયાત છે. કઈ ચૅનલ અને પૅનલ ઇન્ટરવ્યૂમાં ગપસક કરી રહી છે. જ્યાં સંશોધન કરવાનું અને બોલવાનું છે ત્યાં મારા બેટા ઉગડા પડી જશે ! અને પછી કહેશે કે સાલું જરાક ગુણ ઓછા પડ્યા ! અરે… મુર્ખદાસો ! તમારી હરખે કરીને પથારી ફેરવવામાં આવી છે. જિંદગી ઝંડ જેવી કરી જાય તો પણ વિનય(ગુણ)ભાઈનો જરાય હોંસલો હેઠો ન પડે. બીજી પરીક્ષા માટે તૈયારીઓ કરીએ ત્યારે… એમ કરીને ઉગડા પડી જવાનું જ શીખ્યા છે.

આ ગઈ #ગપસક #gpsc આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિષય- લેખિત પરીક્ષાનું એકાદ OMR(જવાબવહી) મારા ધ્યાને આવ્યું. એમાં પહેલો જનરલ નૉલેજનો આખો 100ગુણનો ભાગ માંડ 4 ગુણ મળ્યા છે. આખો sકોરોકટ..(E) ટીક કર્યા હતા. અને એ ભાઈબન્ધનો ગુજરાતી વિષયનો 200ગુણનો ભાગ ધમાકેદાર ! દોઢસો ગુણની આસપાસ મળ્યા હશે બોલો ! પેલા બોલબચ્ચન ફિલ્મમાં પૂછે છે એમ પૂછવાનું મન થાય કે – કૈસે? આપણા ગુજરાતી સાહિત્યના અભ્યાસુઓ જનરલ નૉલેજનો આવો તિરસ્કાર કેમ કરતા હશે? સમજો જરા…

પણ શું થાય? આ ભક્તિયુગ છે. વિદ્યાર્થીઓ ક્યાં વિરોધ કરે છે? એમને તમે તો વિરોધ કરવામાં ગુરુનું અપમાન કર્યું એમ કરીને હથોડો મારીને સમજાવવામાં આવે. ભૂલથી પણ ભૂલ કરે તો પણ કળ ન વળે એવો હથોડો મળી જ જાય.
પણ ક્યારેય કોઈ ગુજરાતી સહિત્યુંકીડાએ બળવો કરીને કહ્યું નથી કે “આવો ત્યારે ગુરુદેવ હવે તમને હથોડો આપું !” એવું કોઈ વિદ્યાર્થી કરે નહિ. એમ કરવામાં આપણી સંસ્કૃતિ લાજે બૉસ ! આપણે ત્યાં એવા વિદ્યાર્થીઓ જ નથી જે ગુરુને બૂચ લગાવીને સંસ્કૃતિ લજવી શકે. પશ્ચિમના દેશમાં એવું બન્યું છે. જેમાં પ્લેટોની વાત એના શિષ્ય એરિસ્ટોટલે ન સ્વીકારી.
આપણે ત્યાં એવું થતું પણ પહેલાંના સમયમાં થતું. આજકાલ આપણે એક નવી ચાપલૂસ સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. એટલે જ ગુરુઓને ચરબી ચઢી ગઈ છે.

બાકી, ગઈકાલે જ એક વડીલે મને કહ્યું હતું કે મારી સૌથી વધારે લડાઈ મારા ગુરુ સાથે જ થઈ છે. બિલકુલ ! ગુરુ સાથે જે બૌદ્ધિક તર્કવિચારની આ લડાઈ થતી એ આજના ગુરુગોપાળોએ અટકાવી દીધી છે. એટલે જ આજે તમારે ગુરુઓએ આ હથોડો ખાવો છે? એવું મારા જેવા માણસ પાસેથી સાંભળવું પડે છે.

gpsc ની ગુજરાતી વિષયની આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા આપીને બહાર નીકળ્યા ત્યારે ઘણા મિત્રો રૂબરૂ મળ્યા કે ઘણાએ કૉલ કર્યો. બધા આ પેપરમાં અંગ્રેજી ભાષાથી હેરાન હતા. કેમ કે એમનો તર્ક હતો કે પેપરમાં જે સવાલો પૂછાય છે એ અંગ્રેજી ભાષામાં હતા. એટલે જવાબ આપવામાં સમજણ જ ન પડી !

બોલો ! આ એ જ વિદ્યાર્થી છે જેમના ગુરુગોપાળોએ એમને હથોડો મારી મારીને શીખવ્યું હતું કે અંગ્રેજીને નફરત કરો ! ભાષા બચાવો ! ગુજરાતી બચાવો…
અને જ્યારે પરીક્ષામાં લોડ પડી ગયો ત્યારે એમનો ગપસક ગુરુ બચાવવા આવ્યો? ઉપરથી અંગ્રેજી કાચું… સવાલ વાંચીને જવાબ આપવા માટે 40સેકન્ડ મળે… જ્યાં ગુજરાતી વાંચવામાં વાંકા થઈ જવાય ત્યાં અંગ્રેજી? બરાબરનો બુચ થયો આ પરીક્ષામાં તો ! ત્યારે મનોમન તો એ ગુજરાતીને બચાવવા અંગ્રેજીને નફરત કરવાનું કહેનાર એ ભૂંડભક્તે એના ભૂંડગુરુને ગાળ તો દીધી જ હશે ! જો એના મગજમાં આટલા લેવલનો ખ્યાલ વિચારવાની શક્તિ એના ભૂંડગુરુએ વિકસવા દીધી હોય તો… બાકી, ઘરે જઈને લો મંજીરા અને કરો કીર્તન !

બન્ને બાજુએ હાથ દઈને પરીક્ષા આપવી પડી ને? હવે પરીક્ષામાં 141 નંબરનો પ્રશ્ન જુઓ.

“Poetry is more philosophical and more important then history, for poetry speaks of the universal , history of only the particular ” – આ મંતવ્ય ક્યા વિદ્વાનનું છે?
(A) – ટી.એસ. એલિયટ
(B)- મેથ્યુ આર્નલ્ડ
(C)- ક્રોન્ચે
(D)- એરિસ્ટોટલ
【અહીં ખાસ નોંધવા જેવી વાત કે સવાલ અંગ્રેજીમાં છે પણ જવાબના વિકલ્પો ગુજરાતીમાં છે.】

આવા સવાલો gpsc ગપસકના આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષામાં પૂછી શકે. મને એનો વાંધો નથી. મને તો આ પ્રશ્નપત્ર બાબતે અમુકે લડત આપો જયેશભાઈ એમ કહીને ચણાના ઝાડ ઉપર ચઢવા પણ કહ્યું હતું.

મેં કહ્યું કે ભાઈ… આ બાબતે મારે લડવું નથી. તમે લડો ભાઈ…
કેમ જયેશભાઈ આમ કહો? મેં કહ્યું કે આ લડતનો મુદ્દો જ નથી. કેમ કે તમે અને તમારા ગુરુઓએ મળીને જે ગુજરાતીભાષા બચાવવા આંદોલન કર્યા એ નકામા ગયા સમજ્યા તમે? આ પ્રશ્નપત્રનો એક વ્યક્તિ વિરોધ કરી શકે કે જેણે અરજી કરતી વખતે સ્વીકાર્યું હોય કે મને અંગ્રેજી ભાષા આવડતી નથી. પણ તમે તો પોતાને અંગ્રેજી આવડે છે એમ કહીને ટીકાટીક કરી આવેલા ! હવે આપણે શું મોઢું લઈને લડીએ બોલો?

સાલું… ન લડી શકો કે ન સહી શકો ! તો પછી આ ભાષાબચાવોના દેકારા કરીને શું કામ અમારા જેવાની ઊંઘ બગાડો છો? તમે ભૂંડભક્તિ કરો અને લડવાનું થાય ત્યારે અમારે લડવાનું લ્યા?

પણ સાચું કહું આ પેપરમાં 300માંથી આવા તો 50 પ્રશ્ન હશે કે જે આવા ભક્તોને માથે પથ્થર વાગે એમ વાગ્યા હશે !

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પણ બિચારા ભાષા બચાવવા નીકળ્યા હતા પણ ખુદને ન બચાવી શક્યા ! હજી ઇન્ટરવ્યૂ બાકી છે ભક્તો ! જોજો બૂચ લેવા તૈયાર રહેજો.

【ગુજરાતીભાષા બચાવવા બાબતે કેવું જ્ઞાન આપણા ગુજ્જુ વિદ્યાર્થીઓને એમના ગુરુઓ આપે છે એનો નમૂનો જોવો હોય તો મારી અગાઉની પોસ્ટમાં એક લેખમાં એ લેખ આપેલો છે. “આટલી નફરત લાવો છો ક્યાંથી?” એ શીર્ષક સાથેનો લેખ છે. એ વાંચજો. એ લેખ વાંચીને હસવું ન આવે તો… “મારા…સમ..બાપુ.. મારા સમ..વાળો વીડિયો જોઈને કેમ હસ્યા? એ વિચારજો.】

✍️જયેશ વરિયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.