ભારતનો ઇતિહાસ સમજવા આ સવાલ પર થયેલા સવાલ અને તેના જવાબ વાંચવા જેવા છે.

નરેન્દ્ર માકડિયાએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં પૂછ્યું કે,
તેના જવાબમાં કેટલાય મિત્રોએ કોમેન્ટમાં સવાલો કર્યા છે અને કેટલાકે જવાબ આપવા પ્રયત્નો પણ કર્યા છે. સાચું શુ? એ તમારે શોધવાનું છે પણ આ બધી કૉમેન્ટ્સ વાંચવા જેવી છે.પ્રવીણ કુમાર લખે છે કે,”તથાગત ગૌતમ બુદ્ધ પહેલાં 27 બુદ્ધ થઈ ગયા છે, ગૌતમ બુદ્ધ 28માં બુદ્ધ છે.”
“ભારતમાં આર્યો આવ્યાં, શક આવ્યાં, હુણ આવ્યાં, ઘોરી-ગઝનવી-તુઘલખ-મોગલ આવ્યાં, ફિરંગી-વલંદા-અંગ્રેજો આવ્યાં.શક લોકો ભારતમાં આવ્યાં પણ અહીંનાં મૂળનીવાસીઓ અશક ના બની ગ્યા. હુણનાં આવવાથી અહુણ ના બની ગ્યા. અઘોરી, અગઝનવી-અતુઘલખ કે અમોગલ ના બન્યાં.અફિરંગી, અવલંદા કે અઅંગ્રેજ ના બની ગ્યા.તો આર્યોનાં આવવાથી અહીંનાં મૂળનીવાસીઓ અનાર્ય કેવી રીતે બની ગ્યા?”
પ્રવીણ કુમારને જવાબ આપતા નરેન્દ્ર માકડિયાએ લખ્યું,”મોટા ભાઈ આર્યો આવ્યા નથી! આર્યોએ આક્રમણ કરેલું છે.”
“અંગ્રેજો એ આક્રમણ કરેલું?અને મુગલો ના આક્રમણ પછી જ આપણો હિન્દુ માં સમાવેશ થયો છે”
જવાબમાં પ્રવીણ કુમારે લખ્યું,”Narendra Makadiya મારો કહેવાનો ભાવાર્થ સમજો બંધુ. આપણે શા માટે આપણી ઓળખ બહારથી આવેલાં વિદેશીઓનાં વિરોધી શબ્દ તરીકે આપવી જોઈએ?ઓલરેડી આપણી ચોક્કસ ઓળખ છે જ, નાગવંશી કે દ્રવિડીયન તરીકેની.”
રાક્ષસ રાજ : Praveen Kumar એક વાર ક્રાતિ પ્રતિક્રાંતિ માં પ્રાચીન ભારત ના ઇતિહાસ માં ડોકિયું કરો સમજાઈ જશે….
પ્રવીણ કુમાર : રાક્ષસ રાજ બધું કર્યા પછી જ ચર્ચા કરી રહ્યો છું.
રાક્ષસ રાજ : Praveen Kumar તમે જેટલી વિદેશી પ્રજાતિ ના નામ લખ્યા એમાં થી ભારત માં કેટલા ટક્યા..?? નથી ટક્યા એમને કોને ના ટકવા દીધા Praveen Kumar ભારત ના મૂળનિવાસી ને અનાર્ય સિવાય ક્યાં નામે ઓળખાતા આટલુ સ્પ્સ્ટીકરણ કરશો
ભુપેન્દ્ર સિંગલ : રાક્ષસ રાજ દ્રવિડિયન
પ્રવીણ કુમાર : રાક્ષસ રાજ શું આપણી સાંસ્કૃતિક ઓળખ અનાર્ય તરીકેની છે? આપણે તો આ દેશનાં મૂળનીવાસી છીએ, તો વિદેશી આર્યોઓનાં વિરોધી તરીકેની ઓળખ શા માટે આપવી જોઈએ?આર્યો બહારથી આવેલાં છે કે આપણે બહારથી આવેલાં છીએ?
આવી જ બીજી એક કોમેન્ટ દિનેશ બૌદ્ધએ કરી છે,”ભારતમાં આદિકાળથી બુદ્ધની ભૂમિ રહી છે હડપ્પા અને મોહેં જો દડોની સભ્યતા બોદ્ધ સભ્યતા છે. ગૌતમ બુદ્ધ ના પહેલા પણ 27 બુદ્ધુ થઈ ચૂક્યા છે અને ગૌતમ બુદ્ધ 28માં બુદ્ધ છે.”
મનોજ ડાભી લખે છે,”બુદ્ધ પહેલા નો ઇતિહાસ ચાર્વાક મુનિઓનો છે. જે ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરતા આવ્યા છે..”
પ્રબુદ્ધ ભારત જણાવે છે કે,”બુદ્ધિજીવી ભાઈઓ….. બધીય વાત સાચી, આર્ય વિદેશી, આપણે દ્રવિડ, અનાર્ય,મૂળનિવાસી,બહુજન……..પરંતુ આ વિષય ને સ્વીકારનાર વર્ગ કેટલો….????..હજીયે આપણાં સમાજ ના ૯૮ ટકા લોકો જેવું મળ્યું તેવું જીવન સ્વીકારી મોજ માં જીવે છે…..આટલી જૂની વાત અનુસૂચિત જાતિઓ માં જ ૯૮% સ્વીકારવા તૈયાર નથી…ત્યાં અન્ય સમુદાયો ની તો વાત જ શું કરવી…….૨ ટકા ને કંઇક રસ પડે છે……. એ ય નાના મોટા વાંધા વચકા માં એકબીજા થી વિખૂટો છે…..એટલે ૧૦૦ વર્ષ નો ઇતિહાસ કહીએ તો વળી કોઈક ના મગજ માં બત્તી થઈ શકે….બાકી તો સાંભળી અને કાન થી ખંખેરી હાલ્યા જશે…..નોધ : ૧૦૦ વર્ષ ના ઇતિહાસ માં પણ ધ્યાન રાખવું….તેમાંય ચેડાં કરીને પીરસાઈ રહ્યો છે”
અભિગમ મૌર્ય લખે છે,”શાક્યધર્મી , આજીવકધર્મી , વૃષભ , સંન્યાસી વગેરે અનેક પંથો હતા….આપણ ને એમ કહી દેવામાં આવ્યું કે સંસ્કૃત ભાષા એ સૌથી જૂની ભાષા છે, દેવ ભાષા છે, એટલે એની પહેલા કોઈ ભાષા જ નહતી? ઇસ્લામ પહેલા આરબો હતા કે નહતા? આપણા પહેલા પણ આ પૃથ્વી હતી, પણ જેને ન માનવું હોય એ ન માને….પણ લોકો ના મનમાં ઇનસેપ્ટ સેટ કરી દેવામાં આવ્યો કે સનાતન એ સૌથી જૂનું પણ એ પહેલાની સમભાવનાઓ ની અવધારણાઓ સ્વીકારવાનું મન પણ હોવું જોઈએને…”
અને છેલ્લે કમલ મીનાબેન વાઘેલા લખે છે,”प्रसिद्ध भाषा शास्त्री डॉ राजेंद्र प्रसाद सिंघ की किताबे पढ़े.. जैसे.. 1 खोये हुए बुद्ध की खौज2 भारत का असली इतिहास3 इतिहास का मुआवना4 सिंधु घाटी सभ्यता का मुल इतिहास.. ऐसी काफी सारी जानकारी उन्होंने लिखी है क्योंकि प्राचीन शिलालेखों, स्तूप, अभीलेखो को केवल राजेंद्र प्रसाद ने ही सही मायने मे खोजा है”
આમ,ઉપરોક્ત ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે બુદ્ધ પહેલા પણ ભારત દેશનો એક ઇતિહાસ હતો. અને આ ઇતિહાસ ગાયબ કોણે કર્યો એ આપણે બધાએ ભેગા મળીને શોધવો જોઈએ.
દિનેશ બૌદ્ધએ 28 બુદ્ધના નામ સાથેનો ફોટો આપ્યો છે.
હવે તમે પણ આ પ્રશ્નો પર વિચારો, ચર્ચા કરો અને જવાબ શોધવા પ્રયત્ન કરો. નહિ તો ઇતિહાસનું પુનરાવર્તન કરવા, ફરીથી એ જ અત્યાચારો ભોગવવા તૈયાર રહો.
