Rape In India

Unnav Kathua Rape In India
Wjatsapp
Telegram

બળાત્કાર, યૌનશોષણ, દુષ્કર્મ, RAPE….. શબ્દો અલગ અલગ……..પણ કર્મ, પીડા અને માનસિક પરિતાપ એક જ. કોઈ સ્ત્રી કે મહિલા જે કોઈની દીકરી હોઈ શકે તો કોઈની બેન હોય, કોઈની માતા તો કોઈની પત્ની. એમની સાથે જબરજસ્તીથી એમની અનિચ્છાએ શારીરીક સંબંધ બાંધી, એમનું શારીરિક શોષણ કરવું, ના તો માત્ર શોષણ કરવું પણ એને ક્રૂરતા પૂર્વક મારી પણ નાખવી…….

તાજેતરમાં જે જે “બળાત્કાર”ની ઘટનાઓ બની એ પછી કઠુંઆ હોય, ઉનનાવ હોય, સુરત હોય, કચ્છ હોય, દિલ્હી હોય કે છતીસગઢ હોય, એમની હકીકતો રુંવાડા ઉભા કરી દે અને હૃદયને કંપાવી દે તેવી છે કેમ કે આમાં તો એવી બાળકીઓ ભોગ બની છે જેમણે હજુ દુનિયા પણ પુરી જોઈ નથી. આ તો એવા કિસ્સાઓ છે જે જાહેર થયા, હજારો કિસ્સાઓ તો જાહેર જ નથી થતા.

“બળાત્કાર” સાંભળતાં જ અરેરાટી થઈ જાય છે અને એક માનસીક વિકૃત માણસ આંખો સમક્ષ આવે છે. મારી સમજ મુજબ મોટાભાગના બળાત્કારીઓ માનસિક બીમાર કે જેને માનસિક વિકલાંગ કઈ શકાય, એવા જ હોતા હશે.

તાજેતરની બધી ઘટનાઓ ઘણા બધા પ્રશ્ન ઉભા કરે કરે છે.. જેમાંથી સૌથી પહેલો પ્રશ્ન છે બળાત્કાર શા માટે?  હું, તમે અને આપણે બધા જ્યારે જયારે આવી ઘટનાઓ વિશે સાંભળીયે છીએ ત્યારે બોલીને કે ફેસબુક પર આક્રોશ વ્યક્ત કરીયે છીએ, રસ્તાઓ પર નિકળી કેન્ડલ માર્ચ નીકળીએ છીએ અને જે તે સરકાર વિરુદ્ધ બોલીએ છીએ પણ શું આનાથી “બળાત્કાર” થવાના બંધ થઈ જવાના. જવાબ છે “ના”.  કારણકે આ તો વિચારો અને માનસિકતાની વાત છે અને માનસિકતા અને વિચારો બદલવા એ સમય માંગી લેતું કામ છે.

મેં મારા આસપાસના ઘણા લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે આવા કપડાં પહેર્યા છે પછી રેપ જ થાય ને અને ઘણા માં-બાપને પોતાની દીકરીઓને સમજાવતા જોયા છે કે આવા કપડાં ના પહેર. તો શું ખરેખર બળાત્કારી, કોઈએ કેવા કપડાં કેવા પહેર્યા છે એ જોઈ ને બળાત્કાર કરે છે??? શુ આસિફા અને ગીતાના કપડાં જોવામાં આવ્યા’તા? કદાચ નહી…એટલે પાછો આ મુદ્દો વિચાર અને માનસિકતા પાર આવીને જ ઉભો રહે છે. એક બાજુ આપડે women empowerment અને સ્ત્રીઓ પુરૂષ સમોવડી આ બધી મોટી મોટી વાતો કરીએ છે અને વાત ક્યાં આવીને અટકે છે “કે આવા કપડાં પહેરાય અને આવા ના પહેરાય”. હા, મહિલાઓ એ કપડાં પહેરવામાં સભ્યતા રાખવી જોઈએ કેમ કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જેનો એક ચોક્કસ સાંસ્કૃતિક વારસો છે અને એની જાળવણી આપણી ફરજ છે. એ હું ચોક્કસ માનું છું પણ પહેરેલા કપડાં જ બળાત્કારનું કારણ હોય, એ માનવું શક્ય નથી. હમણાના કિસ્સાઓ પછી એક એવો બુદ્ધિજીવી વર્ગ જોવા મળ્યો જે માને છે કે જો #Prostitution કાયદેસર થાય તો બળાત્કારની ઘટનાઓ ઓછી થાય.

શુ ખરેખર આવું થાય??? હું નથી માનતી આ વાતને. કારણ કે તો તો પછી જ્યાં આ કાયદેસર છે, ત્યાં રેપ થવા જ ન જોઈએ. પણ તોય રેપ થાય છે. તો પાછાં અમુક લોકોને એવું પણ બોલતા સાંભળ્યા છે કે આ તો વર્ષોથી થતું આવે છે. જો ખરેખર એવું જ હોય તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, એવો દંભ શા માટે ? કેટલો અને કઈ હદ સુધીનો દંભ. સમય આવી ગયો છે દંભથી બાર આવીને હકીકતો ને સ્વીકારી, સામનો કારવાનો.

(૧) મારુ માનવું છે કે સમાજ, સ્ત્રીઓ પ્રત્યેના વિચારો અને માનસિકતા જ્યાં સુધી ના બદલે ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રેવાની. કોણ કરી શકે આ માનસિકતામાં બદલાવ. કે’વાય છે ને પોતાનાથી જ “શરૂઆત”. દરેક માણસ પોતાનાથી શરૂઆત કરે તો ધીમે ધીમે એક બદલાવ આવે.

(૨) માં-બાપ એ કરી શકે કે તમારી, મારી આસપાસ કેટલા એવા માબાપ છે જે છોકરીઓને ટોકવાના બદલે પોતાના છોકરાઓ કે દીકરાઓને બળાત્કાર વિશે સમજાવે કે એક માણસ આવુ કૃત્ય કરે ત્યારે ભોગવનાર તો ખરી જ પણ એની સાથે સાથે એનો આખો પરિવાર કેવી માનસિક વેદના અને પરિતાપમાંથી પસાર થાય છે. કેવી રીતે એનું જીવન નર્ક સમાન બની જાય છે. કેટલા માં-બાપ
સમજાવે છે આવું પોતાના દીકરાઓને????

કદાચ બહુ ઓછા માબાપ હશે જે પોતાના દીકરાઓ જોડે આ વિશે સંવાદ કરતા હશે. સમય આવી ગયો છે મા-બાપ આવા વિષયો ઉપર પોતાના બાળકો જોડે સંવાદ કરે, જેથી એક વૈચારિક ક્રાંતિ આવે આ વિષયને લઇને.

Ank 14 Rape In India 400px Sharuaat E Magazine(૩) સરકારે તાજેતરમાં જ #પોસકો માં બદલાવ કર્યો, જેથી બળાત્કારીઓને જલ્દીથી જલ્દી સજા થઈ શકે, પણ આમાં ઉંમરનો બાધ રાખવામાં આવ્યો છે. હજુ સુધારા વધારાઓ કરી માત્ર #rarest of the rare કેસોના બદલે જો બળાત્કાર ના બધા કેસોને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે અને જે તે વ્યક્તિ ઉપર લાગેલ આરોપ પુરવાર થાય તો એને કડકમાં કડક સજા આપી, તરત જ તે સજાનો અમલ કરી દેવામાં આવે તો પણ સમાજમાં આ સંદેશો જાય કે બળાત્કાર એક ગંભીર ગુનો છે અને તેનાથી જે તે વ્યક્તિનું તથા તેના પુરા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે.

હમણાં હમણાંની ઘટનાઓમાં જોયું તો રેપને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યો. ગજબ. મારુ માનવું છે કે રેપ કોઈની પણ સાથે થાય, કોઈ પણ ધર્મ કે જાતિની મહિલા, છોકરી કે બાળકી પર થાય RAPE IS RAPE, IT IS UNFORGETTABLE, UNFORGIVEN, HUMILITING ACT AND IT MUST BE STOP AND PUNISHED ….

છેલ્લે છેલ્લે મહિલા મીત્રો, બહેનો અને માતાઓ માટે એક સવાલ મુકતી જાઉં છું કે તાજેતરની ઘટનાઓ પછી કેટલી મહિલાઓ સંગઠિત થઈ અને આ મુદ્દા પર કંઇક એવું કામ કર્યુ (કેન્ડલ માર્ચ કાઢવા સિવાય) કે આપણી મહિલા જાતિ પર થતા અત્યાચાર વિશે જાગૃતતા આવે. મોઢા પર ચૂંદડી ઓઢી અત્યાચાર વિશે વર્ણન કરવાના બદલે, હિમ્મતથી અત્યાચાર સામે લડે અને ન્યાય માંગે. મહિલાઓ સંગઠિત થઈને આ મુદ્દા પર કામ નહી કરે, તો કોણ કરશે????.

#STOP RAPE #DONT RAPE #WE DESERVES SELF RESPECT.

હેતલ રાજપુત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.