દેશ દીકરીઓના ચિત્કારની માથું ઝુકાવી રહ્યો છે અને માણસ સંવેદના ગુમાવી રહ્યો છે.

દેશ દીકરીઓ ના ચિત્કારની માથું ઝુકાવી રહ્યો છે અને માણસ સંવેદના ગુમાવી રહ્યો છે.
આ ઉપરાછાપરી થઇ રહેલા બળાત્કારોની ઘટના એ ભારત દેશ કઈ હદે બર્બરતાના સકંજામાં ફસાઈ રહ્યો છે એ દર્શવવાનું માપક એકમ બની રહ્યા છે. વિકાસનું પૂછડું પકડીને તરી જવાની એકાગ્રતાએ દેશની પછેડીનો એક છેડો વિકાસને પડાવ્યો અને બીજો ક્યાંય નરાધમોના હાથમાં દ્રૌપતિના ચીરની જેમ મજબૂત પકડથી પકડાઈ ગયો અને આપણે બધા ઉત્સવોના આનંદમાં, આંદોલનોના આક્રોશમાં, જાતિવાદની જડતામાં, ઈલેક્શનના ઈશારે, ઘેટાં બકરાની જેમ કોઈ અજાણ ઉપદેશકોના ઉપદેશોમાં એવા ખેંચાતા ગયા કે કોઈને કોઈ એવા મુદ્દા અચાનક દેશમાં એવા ચગી જાય કે આખા દેશના જનસમૂહને લાગે કે આ એક જ એવો મુદ્દો છે. એની પાછળ હાથ ધોઈએ નહિ પડી જઇયે તો જાણે આપણી પેઢીઓની પેઢીઓ તારાજ થઇ જશે. અને ત્યાંજ દેશની માનસિકતાની બીજી સાઈડ ઘોર અપરાધોથી ખદબદી રહી છે. અને કેવી કેવી એ બર્બરતા થી ભરેલા લોકો આ કહેવાતી ઋષુમુનિયોની ભૂમિમાં ઠસોઠસ ભરેલા પડ્યા છે એ વારે વારે બહાર આવે છે. દેશ જાગે છે બે કેન્ડલ જલાવે છે. ચાર મેસેજ ફોરવર્ડ કરે છે. પછી બીજા એવા જધન્ય અપરાધ બહાર આવે ત્યાં સુધી વિકાસને માણવાના સપનાઓ જોતા સુઈ જાય છે.
ગમેતેટલી સરકારો બદલો, ચેનલો બદલો, સામાજિક સંગઠનોને સાથ આપો, વિરોધી છાવણીઓને જગાડો, છતાં ત્યાંના ત્યાંજ એક પછી એક એવા સમાચારો મળે છે. જ્યાં બર્બરતા ક્રૂરતા હિંસા નફરતમાં જાણે દેશ જંગલ રાજ તરફ જઈરહ્યો છે. એક તરફ આધુનિક સગવડો માટેની દોટ અને બીજી તરફ માનવતાને જગલિયતના સકંજામાં જતી કોઈ રોકી નથી શકતું.
ક્યાં મોઢે માનવતાની વાત કરી દેશ માટે ગૌરવ અનુભવવાની વાત કરવી રહી. મેટ્રો ટ્રેનમાટે? ચકચકિત રસ્તાઓ માટે? પતંગ ઉત્સવ માટે? ફ્લાવરશો માટે? દેશ ને સોનાથી મઢવાના સપના જોવા હોય તો પેહલા દેશની અરાજકતાને અસમાનતા ને નફરતના મૂળને નરાધમ માનસિકતા ને પોહચી વળવા માટેના રસ્તાઓ તો મજબૂત કરો.
જરૂર છે પોલીસના હાથ મજબૂત કરવાની એમને દેશના હીરો બનાવવાની આ બધી બર્બરતાને પોહચી વળવા માટેની શક્તિ પ્રદાન કરવાની જયારે થઇ રહ્યું છે ઊંધું… ઉના કાંડ જેમાં આખા વિશ્વમાં આપણી માનસિકતા બહાર આવી માણસને માણસ નહીંપણ પશુ કરતા પણ ઉતારતા સમજી ને ખુલ્લે આમ પોલીસની સહમતી થી કાયદા નિયમો ની ક્રૂર મજાક ઉડાવતા વિડિઓ પણ બને અને જંગલમાં પણ નાબને એવા અત્યાચારો રસ્તા વચ્ચે ખુલ્લેઆમ બનેતો ગૌરવ કયો લેવાનો?
કઠુઆનો ચકચારી કેસએ આજે આખા ભારતના મસ્તકને નીચું નાખવા મજબુર કરી દીધું, હવે ગ્લોબલ વિલેજ નો જમાનો છે આપણે ભારતીય સંસ્કૃતિની વિદેશો માં મોટી મોટી હાંક હાંક કરીયે છીએ જયારે સંયુક્ત રાષ્ટ્રસંઘે એ ઠપકારીને કેહવું પડ્યુંકે આ શું થઇ રહ્યું છે. આસિફાને જલ્દી માં જલ્દી ન્યાય આપવો. અને ગુનેગારોને સજા આપી આવી નિર્દોષ દીકરીઓને રેહસી નાખતા અપરાધોને અટકાવો. આજ સુધીના બધા ગૌરવોનું સંયુક્ત રાષ્ટ્રસંઘની આ એક વાત માં ટાય ટાય ફીસ થઇ ગયુંને ક્યાં મોઢે ગૌરવ લેવાની વાતો કરીશું.
વિચાર માત્રાથી હચમચી જવાય છે કે એક ૮ વર્ષની દીકરીને છ છ લોકો એ ૮ દિવસ સુધી મરી જાય ત્યાં સુધી એની ઉપર બળાત્કાર કરે રાખ્યો. આટલી માસુમને જોઈને આ જંગલી માણસોમાં જરાય લાગણીનો સળવળાટ પણ નહિ થયો હોય? ક્યાં થી થાય એ માણજ ક્યાં હતા એમની આગળ માણસ શબ્દ મુકવો એટલે માણસ જાતને ગટરના કીડા બનાવી દેવા જેવું છે. આ હદે માણસાઈ મરી પરવારે એ આટલા મોટા દેશ માં ખતરાની ઘંટી સમાન છે. એ આશીફ હતી કે આરાધના એવી વાહિયાત દલીલો માં નથી પડવું માણસ હતી એજ પૂરતું છે.આરાધના હોતી તો તમારી પ્રતિક્રિયા અલગ હોતી આશીફ માટે અલગ હોય તો દેશની માનસિક ગુણવત્તામાં ખોટ દેખાઈ આવે છે. આમાં પણ હિન્દૂ-મુસ્લિમ શ્રવણ દલિત ભાજપ કોંગ્રેસ કરીને માનવતાને વધુ લજ્જિત કરી ચુક્યા છીએ.
ખેલવા કુદવાની ઉમર હતી એની, એને શુ ખબર પડે કે બળાત્કાર શું હોય ને કિડનેપિંગ શું હોય એતો નિર્દોષ હસતું ખીલતું કુદરતના ખોળે ઉછળતું એક ફૂલ હતું. નાલાયકો એ આ ફૂલની એક એક પાંખડી ને છિન્નભિન્ન કરી નાખી. એ ક્રૂરતા કેમની સહન કરી હશે આ ફૂલ જેવી દીકરીએ એવા તો કેવા હવસના રંગે રંગાઈ ગયા હશે આ ક્રૂર હરામીઓ કે એમને આવી કોમળ ફૂલ જેવી દીકરી ના રુદનની અસર પણ ના થઇ હોય કેવા એના હાથ પગ તરફડ્યા હશે એની અંદરનો આત્મા કેવો કકળી ઉઠ્યો હશે? કેવી બેબસ નિરાધાર એક સસલીને જંગલી ભેળીયાઓનું ટોળું ફાડીને ખાઈ જાય એમાં એમ લાચાર બનીને શિકારીઓનો શિકાર થતી રહી. આ લોકોને એનો ચિત્કાર પણના સંભળાયો. ક્યાં થી સંભળાય એ નરાધમોની માસિકતા ની હદતો જુઓ આટલી નાની બાળકીને ચૂંથી નાખ્યા પછી પણ સંતોષ ના થયો તો ઘેનની ગોળીઓ આપી આપી ને એપણ એવી જે ગોળીને ડોક્ટર પણ દિવસ માં એક થી વધુ કોઈ પુખ્ત વયની વ્યક્તિને પણ નથી આપતા એવી એક દિવસની આંઠ આંઠ ગોળીઓ આપી ને સતત ઘેન માં રાખી. અને આવા અપરાધોને આ આપણાજ સાસકો આપણીજ આંખમાં ધૂળ નાખે છે. એને રાજકારણના રંગો ચડવીને દેશની માનસિકતાને એમના ઈશારે ડાઇવર્ટ કરવા ના પેતરા કરે તે અકલ્પનિય સંવેદનહીનતા જ કહેવાય.
ઉન્નાવ રેપ કેશની ચર્ચા કરતા પણ શરમ આવે એ હદે દેશના રક્ષકોની માસિકતા સામે આવે છે. કેવા કેવા શરમજનક વળાંકો આવશે હજુ એજ સમજાતું નથી. દીકરીનો બળાત્કાર થાય ને બાપને જ મારી નાખવામાં આવે આવું તો આપણા ત્યાંજ શક્ય બને. તમારી પાસે લાગેલા મેં આઈ હેલ્પ યુ ના પાટિયાને તોડીને ફંગોળી ફેંકીદો જો ફરિયાદીને માર મારી મારીને એને મોતને ઘાટ ઉતારવા તમે જવબદાર છો તો યાદ રાખજો તમારી આવનારી પેઢીને પણ કોઈ માફ નહિ કરે તમે નેતાઓના કે દબાંગોના હાથ બનીને રક્ષક બનીને ભક્ષક બનોએ તો તમારી જાત સાથે તમે છેતરપિંડી કરી છે. અરે હદ તો વધુ એવી દેખાય છે કે મારી મારી અધમૂવા થયેલા માણસને ભાન પણ ના હોય બિચારો જીવવા માટે વિલખતો હોય અને તમે એના હાથ પકડી ને અંગુઠાના નિશાનો સરકારી ડોક્યુંમેન્ટમાં કંડારી લઈને તમે કોઈ ના બળાત્કાર ઉપર કોઈ ના મોતઉપર કોઈ ના કેહવાથી કોઈ ના દબાણથી કોઈ બિચારાઓની જિંદગી સાથે ખતરનાખ ખિલવાડ કર્યો છે.
આ સિલસિલો ક્યારે અટકે એની રાહ જોતા રહીયે અને આંતરે દિવસે એક વધુ કિસ્સો સમાજને ચિત્કાર બોલાવવા ઉભો થાય છે. જે ગુજરાત માટે વડાપ્રધાન એવા નિવેદનો આપી ચુક્યા છે કે આવો મારા ગુજરાતમાં જ્યાં અડધી રાત્રે દીકરી ગરબા રમી ને એક્ટિવા ઉપર કોઈ પણ જાત ના ભય વિના ઘરે જય શકે છે. એ ગુજરાતની સલામતી વ્યવસ્થાની પીઠ થાબડતા હતા. એજ ગુજરાતનું ધમધમતું શહેર સુરતની હમણાં જ બનેલી ઘટનાએ ગુજરાતના વિકાસને ચીરીફાડીને ઉઘાડું કરી નાખ્યું છે. એક અજાણી છોકરીની લાશ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડની અવાવરું જગ્યાએથી મળી. હજુ એ ૧૧ વર્ષની કોમળ દીકરી કોણ છે? એ ખબર નથી પડી અને એ નરાધમો કોણ છે? એ પણ પોલીસને ખબર નથી. બર્બરતા તો લખતા પણ ધિક્કારની લાગણીઓ મગજમાં ઘર કરી જાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ દીકરીને એક અઠવાડિયાથી બળત્કાર થતો રહ્યો હોવાનું બહાર આવ્યું. બળાત્કારીઓએ બળાત્કારની પેટન્ટ વધુને વધુ ક્રૂર કરી નાખી છે. હરામીવેડાની હદ વટાવતા જાય છે. નાબાલિક છોકરીને જ ઉપાડી જવાની, એક એક અઠવાડિયા સુધી બર્બતાની હદ એની ઉપર વટાવવાની અને પકડાઈ ના જવાય એટલે મોતના શરણે કરી દેવાની. ઘરમાં બેન દીકરીઓની પણ યાદ નહિ આવતી હોય આ નરાધમોને, કે શરીર તો આપણી બેન દીકરીઓને પણ છે. યાતના તો બધાને સરખીજ હોય. હવસની ચુંગાલમાં કોઈ માસુમને મળેલ અમૂલ્ય જિંદગીને આમ રહેશી નાખવાનો તમને અધિકાર કોણે આપ્યો? સુરત જેવા શહેરમાં પણ માત્ર એક મહિલા એડવોકેટએ કમીસ્નરને આ મુદ્દે આવેદન પાઠવ્યું. બાકી કોઈ નારીસંસ્થાઓ કોઈ કલ્યાણકારી સંસ્થાઓ આગળ આવતી નથી કારણ કે આ કોણ છે એ જાણવાનું બાકી છે. કઈ જાતિની છે? કયા ધર્મની છે? એ જોઈ ને અહીં બળાત્કાર જેવી ગંભીર બાબત ઉપર પણ એકશન લેવાય છે.
બેટી ભણાવો, બેટીને આગળ વધારો, બેટીને બેટાની સમાન દરજ્જો આપો. દરેક ક્ષેત્રમાં બેટીઓને એમની જગ્યાઓ આપો… પણ બેટીઓને ખાલી ગર્ભમાં જ બચાવોની જાહેરાતો કરશો કે પછી જન્મ્યા પછી એની સુરક્ષા કરશો? એમ પણ બેટા અને બેટીની સંખ્યામાં અસમાનતા છે જ, આમ ને આમ ચાલ્યું તો કયાં માબાપ દીકરીઓને બળત્કારીઓની ભૂમિમાં અવતાર આપવા રાજી હશે. દીકરીઓને આપણા જ દીકરાઓથી અસલામતી હશે તો કોણ હિંમત કરશે. એકની એક દીકરીને આવકારવાની. ધર્મસ્થાનો જ જો સલામત નહિ લાગે. પોલીસ સ્ટેશન જો સલામતીની જગ્યાએ ભય ઉભો કરશે તો વારે વારે ઉત્સવોના જ ગૌરવ લીધે રાખીને બેશરમ બનીને જીવી રાખીશું?
આવી દુઃખદ ઘટના દિલ ફાડીને ચિત્કાર જ અપાવે. દીકરીઓ તો આ દુનિયામાં આવી દુનિયાદારીને જાણ્યા માણ્યાં પહેલા જ દુઃખો ના પોટલાં લઈને ચાલી ગઈ.. ના… ના… ચાલી નથી ગઈ એમને કોઈ નરાધમોએ પલભરના સુખ માટે એમના કાળા કરતૂતોને છુપાવવા મોતને ઘાટ ઉતારી દીધેલ છે. દીકરીઓની આત્માને શાંતિ મળે અને આવતા જન્મો હોય ના હોય ખબર નથી, પણ હોય તો આવા નરાધમોથી હજારો માઈલ દૂર રહે એવી પ્રાર્થના.
Great job you and your team is doing
It is human being that we always postponed
Work which we would like to start.
But you have given great Title
Sharuat
Inspiration title🙏🏾👍🙏🏾