કોરોના અપડેટ | ખોટા રિપોર્ટ જાહેર કરવાની તંત્રની લાપરવાહી ધ્યાનથી વાંચો

Wjatsapp
Telegram

અરવલ્લીમાં ટૂંક સમયથી આવતા કોરોના કેસોમાં હાલ તાજો એક કેસ બાયડ તાલુકાના આંબલીયારા ગામના ખાતુભાઈને વાત્રક હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવ જાહેર કર્યો હતો. હરેક ન્યૂઝ ચેનલમાં આ ઘટનાની ખુબ જ ચર્ચા થઈ હતી. આખા ગુજરાતમાં આ વાતની જાણ થતાં આંબલીયારા ગામને લોકડાઉન કરવામાં આવ્યુ હતું. મહોલ્લાના કોઈ વ્યક્તિને પોતાનુ સાધન સામગ્રી લાવવા માટે પણ અમુક વ્યક્તિને મુકવામાં આવ્યા, તેઓ લાવીને આપતા. ડેરીમાં ગાયો ભેંસોનું દૂધ લેવાનું બંધ કર્યું. આવી અનેક પરીસ્થિતી સર્જાઈ હતી જેમાં ત્યાંના સ્થાનિક વ્યક્તિઓને માનસિક રીતે ખુબ જ તકલીફ પડી. આવતી કાલે ૨૪/૦૪/૨૦૨૦ના રોજ વાત્રક હોસ્પિટલમા એવું જાહેર કરવામાં આવે છે કે જે ખાતુભાઈને ન્યુમોનિયા થયો છે તેવું જાહેર કરવામાં આવે છે. આના પેહલાં સાથંબા ગામના સંદીપ પરમાર જે પોલિસમાં છે એમના જોડે પણ કંઈક આવુ જ થયુ હતું. પેહલાં પોઝીટીવ પછી નેગેટિવ જાહેર કર્યો હતો. આ તંત્રની લાપરવાહી કે તમે સૌપ્રથમ કોરોના પોઝિટિવ જાહેર કયા બેઝ પર કર્યો. જો ડૉક્ટર પાસે રિપોર્ટ ચેક કરતાં પુરી માહીતી ન હતી તો આ રીતે પોઝિટિવ જાહેર કરી મીડિયા દ્રારા જણાવવામાં કેમ આવ્યુ. આનો શુ મતલબ સમજવો? આને બેદરકારી કહેવી કે પછી રાજકરણ? એ નથી સમજાતું અને કેમ કે મીડિયા હવે એ નથી બતાવતું કે ન્યુમોનિયા જાહેર કર્યો છે. માટે દરેક મિત્રોને કહેવા માંગુ છું કે જો તમારુ ચેકઅપ કરવામાં આવે ને જો આ રીતે બને તો બે થી ત્રણ વાર વારંવાર રિપોર્ટ કરવાની માંગ કરવી તેમજ પોતે જાગૃત રેહવું ને કડક પગલાં લેવા. અને હુ ખાતુભાઈ ને પણ કહેવા માંગીશ કે એ સારી બીજી હોસ્પિટલમાં પોતાનો રિપોર્ટ કરાવે.

કાલે જાણવા મળ્યું કે વાત્રકમાં એક કોરોના દર્દીએ પોતાનો વિડીયો વાયરલ કરતાં કહ્યુ કે અમને ના સરખી સારવાર મળે ને ના સરખું જમવાનું, અંદરો અંદર ડોક્ટરો જગડે છે. આટલી બધી બેદરકારી છે વાત્રકમા. વિચાર કરો જે કોરોના દર્દી છે એ શું સુરક્ષિત થઈ શકશે. જો આવી જ સારવાર મળી તો તંત્ર આની ગંભીરતાપૂર્વક ધ્યાન નઈ દોરે તો દર્દી ને કાંઇ પણ થશે તો એની જવાબદારી તંત્રની રહેશે.

મિત્રો હાલ કોરોના મહામારીમાં જે માણસ મને કાઈ નથી એ પણ ભોગ બની જાઇ છે માટે સૌ મિત્રો જાગૃત રહો સતર્ક રહો સુરક્ષિત રહો.

– કમલેશ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.