ભારતના મીડિયા હાઉસની કથળતી હાલત પાછળ જવાબદાર કારણો.

Wjatsapp
Telegram

તમે સમાચારપત્ર ધ્યાનથી વાંચો તો જોશો કે તેમાં બધા ભાજપના જ ન્યુઝ છપાય છે. જે ભાજપના નેતાઓ બોલે છે તે જ સમાચાર બને છે. જે આરએસએસ વિચારે છે તે જ આર્ટિકલ છપાય છે. વિપક્ષ નબળો નથી પણ આ સમાચારપત્રો દ્વારા વિપક્ષને સતત નબળો બતાવાઈ રહ્યો છે. વિપક્ષને સતત ગાયબ કરવામાં આવી રહ્યો છે.
પ્રજા ખુશ નથી, પણ પ્રજાનો અવાજ સતત દરકીનાર કરી પ્રજાનો અવાજ ગાયબ કરી દેવામાં આવી રહ્યો છે. પ્રજાની દેશ પ્રત્યેની ભાવનાનો ઉપયોગ આ કુશાસનની ખામીઓને ઢાંકવામાં કરવામાં આવી રહી છે.

મીડિયાનું કામ સમાચાર રજૂ કરવાનું છે પણ આજકાલ મીડિયા પોતાનો મત રજૂ કરી રહી છે. જે સરકારના ફાયદામાં હોય. શુ સાચું અને શું ખોટું એ વાચકો નહિ, પણ મીડિયા પોતે પોતાની હેડલાઈન્સથી નક્કી કરી રહી છે.

છેક હોંગકોંગમાં ચાલતા વિરોધ પ્રદર્શનના ફોટા ભરતીય મીડિયા પાસે છે અને આપણે રોજ મીડિયામાં જોઈએ છીએ પણ આપણા જ દેશમાં ચાલતા છાત્ર આંદોલનો, સરકારી કર્મચારીઓના આંદોલનો, ખેડૂતોના આંદોલનો પર રીતસરનો પડદો પાડી દીધો છે.

પ્રધાનમંત્રી હળહળતું જુઠ્ઠું બોલે તોપણ માસ્ટર સ્ટ્રોક અને વિપક્ષ ગમે તેટલા વિરોધ પ્રદર્શન કરે તેમને સતત નબળા દર્શાવાઇ રહ્યા છે.

જે ભાજપ આરએસએસ ને સાથ ના આપે તે મીડિયા હાઉસને સરકાર જાહેરાત આપતી નથી. અને સરકારી એજન્સીઓ વતી પજવણી થતી રહે છે. તાજું ઉદાહરણ રાજ ઠાકરે છે. જે EVM થી નહિ પણ બેલેટ પેપરથી ઇલેક્શન કરાવવા કટિબદ્ધ છે તો તેની પાછળ ED લગાવી દેવામાં આવી છે.

મીડિયા હાઉસને મળતી આ જાહેરાતો કરોડોમાં હોય છે. જે મીડિયા હાઉસના કુલ બજેટના લગભગ 25% હોય છે. જે મીડિયા હાઉસે સરકારનો સાથ ના આપ્યો તેમની જાહેરાતો બંધ કરી ભાજપ આરએસએસએ આર્થિક ફટકો માર્યો છે.

વળી, આ મીડિયા હાઉસો રીયલ એસ્ટેટ, શેયર બજાર અને અન્ય જગ્યાએ મૂડીરોકાણ કરતું હોય છે, જેના કેસોનો ડર બતાવી તેમને સરકાર વિરુદ્ધ છાપતા રોકવામાં આવે છે. અને મીડિયા ડરે પણ છે. જે નથી ડરતું તેની હાલત NDTV, The Wire જેવી થાય છે.

મીડિયા માટે હવે આ TRP ગેમ નથી પણ સર્વાઇવલ (સ્વબચાવ)નો સવાલ છે. રૂપિયા જોઈતા હોય, જાહેરાતો જોઈતી હોય, ધંધો ચાલુ રાખવો હોય, તો મીડિયાથી સરકાર સામે થવાય તેમ નથી.

જર્નાલીઝમના વિદ્યાર્થી તરીકે મારી દરેક ગુજરાતીને વિનંતી છે કે તમે જે પણ કાંઈ સમાચાર વાંચો કે જે કાંઈ પણ સમાચાર જુઓ તેનું મૂલ્યાંકન કરજો કે આ સમાચાર છે કે મીડિયા હાઉસનો મત છે? એ ખરેખર સમાચાર છે કે બીજેપી આરએસએસ નો પ્રોપોગેંડા છે? તમને સ્વતંત્ર રીતે વિચારવા બંને પાસાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે કે ફક્ત સરકાર તરફી જ માહિતી આપવામાં આવે છે.

અને જાતે સોશિઅલ મીડિયામાં લખજો, બોલજો. જેટલા વધુ લોકો બોલશે, લોકતંત્ર એટલું જ વધુ મજબૂત થશે.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.