લો બોલો! ધર્મનો ઉપયોગ પણ બીવડાવવા અને લલચાવવા માટે થાય છે

Wjatsapp
Telegram

જન્મ્યા પહેલા જ બાળકની કુંડળી માબાપ એમની માન્યતા મુજબ લખવા લાગી જતા હોય છે.

એક ટીચર મેડમ પ્રેગ્નન્સી દરમ્યાન ઘરમાં દિવસ પસાર કરવો મુશ્કેલ હોય છે, એવી ફરિયાદ કરતા હતા.

મેં કહ્યું સંગીત સાંભળવાનું રાખો અને પુષ્તક વાંચવા માટેનો તમારા માટે આ બેસ્ટ ટાઈમ છે. ઉપયોગ કરો.

એક અઠવાડિયા પછી મેડમનું ઈમ્પ્રુવમેન્ટ જોતા માથું ખંજવાળવું પડ્યું મારે.

શું કરો છો મેડમ હવે?
જવાબ મળ્યો.. એક ચોપડો ભરાઈ ગયો બીજો ચાલુ કર્યો…
હું: વાહ શું લખો છો ચોપડામા ?
પેગનેન્સી દરમ્યાન સ્ત્રીઓને અનુભવાતી માનસિક અને શારીરિક તકલીફો?
મેડમ:ના ના એ આપણું કામ નહિ.. હું તો દરેક પેજ ઉપર જુદા જુદા ભગવાનના નામ જેટલા સમાય એટલા લખું છું.
હું ચોંક્યો આવું માર્ગદર્શન વળી કોણે આપ્યું?
મેડમ: કોઈ એ નહિ પણ ભગવાનનું નામ લઈએ તો બાળકમાં સારા સંસ્કાર આવે એટલેજ મેં જાતે નક્કી કર્યું.

મેં કીધું દુનિયામાં આવ્યા પહેલાજ બાળકને ભગત બનાવી દેવાનો છે તમારે?
હવે અંધશ્રદ્ધા શરમ બનતી જાય છે. આજ ના કેટલાક જવાનીયા પણ હાથમાં લોટો લઈને પૂજા કરવા જતા હોય ધાર્મિક માન્યતા વાળા હોય તો પણ શરમાય છે, કે કોઈ મને અંધશ્રધ્ધાળુ તો નહિ માનીલે .
અને વિચારો તો આવતા ૨૦ વર્ષે તમારો બાબો કે બેબી બહુ મોટો ભગત થઈને ફરશે તો શું હાલત હશે?

મેડમ: તમે નથી માનતા, પણ હું તો મનુ છું ને ભગવાન માં.
હું; તો તમારા વંશજ ને આવવા તો દો, એને જાતે નક્કી કરવાદો એને માનવું કે ના માનવું. તમે એના આવ્યા પહેલા જ એનું ભગત બનવું વ્યક્તિત્વ નક્કી કરી નાખશો?
મેડમ : ધાર્મિક બને તો વાંધો શું છે? એમાં કોઈ નુકશાન ક્યાં છે ?
હું: કોઈ ધાર્મિક સંસ્થા કે આશ્રમમાં ભણવાના મોકલી દેતા, એટલું તો ધ્યાન રાખજો. છાપું તો વાંચો છો ને ?
(મેડમ ને ધીરેથી લાઈટ થઇ : હાય હાય ના એવો પણ ભગત નથી બનવવાનો. શું તમે પણ)
ધર્મની બીક રાખે અને એના કારણે કોઈ અવળા રસ્તે ના જાય એટલા પૂરતો તો ધાર્મિક જોઈએ.
લો બોલો ધર્મનો ઉપયોગ પણ બીવડાવવા અને લલચાવવા માટે થાય છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

✍️ જીતેન્દ્ર વાઘેલા

Photo Source: Google

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *