અનામત | જાણો અનામત વણમાંગ્યે કેવી રીતે થોપી દેવામાં આવી હતી

Wjatsapp
Telegram

1918માં સાઉથ બરો કમિટીને ભારતમાં અંગ્રેજોએ મોકલી હતી. આ કમિટી ભારતમાં બધી જાતિઓના વિધિ મંડળ (કાયદો બનાવનાર સંસ્થા)માં ભાગીદારી માટે આવી હતી. શાહુજી મહારાજના કહેવાથી પછાતોના નેતા ભાસ્કરરાવ જાધવ અને અછૂતોના નેતા ડો.બાબા સાહેબ આંબેડકરે પોતાના લોકોને આ વિધિ મંડળમાં ભાગીદારી માટે મેમોરેન્ડમ આપ્યું.1927 નવેમ્બરમાં સાયમન કમિશનની નિયુક્તિ થઈ. જેમાં 1928માં ભારતના લોકોને અધિકતમ અધિકાર આપવામાં આવ્યા. ભારતના લોકોને અંગ્રેજો અધિકાર ના આપે એટલે આ કમિશનના ભારતમાં આવતા જ ગાંધીએ આ કમિશનના વિરુદ્ધમાં બહુ મોટું આંદોલન ચલાવ્યું. જેના લીધે સાયમન કમિશન અધુરો રિપોર્ટ લઈને પાછું જતું રહ્યું. આના પર આખરી નિર્ણય લેવા માટે અંગ્રેજોએ ભારતના પ્રતિનિધિઓને 1930, 12 નવેમ્બરે લંડન ગોળમેજી પરિષદમાં બોલાવ્યા. 1932, 24 સપ્ટેમ્બરે અંગ્રેજોએ કોમ્યુનલ એવોર્ડની ઘોષણા કરી જેમાં મુખ્ય પ્રમુખ અધિકારો આ હતા..

1) વયસ્ક મતાધિકાર.
2) વિધાન મંડળો અને સંઘીય સરકારમાં જનગણના આધારિત અછૂતોને અનામતનો અધિકાર.
3) શીખ,ઈસાઈ અને મુસલમાનોની જેમ અછૂતોને પણ સ્વતંત્ર રહેવાનો અધિકાર.જે ક્ષેત્રોમાં અછૂત પ્રતિનિધિઓ ઉભા હશે તેમની ચૂંટણી માત્ર અછૂતો જ કરશે.
4) પ્રતિનિધિઓની પસંદગી માટે બે વાર મત આપવાનો અધિકાર મળશે. જેમાં પેહલાં એક વાર પોતાના પ્રતિનિધિઓને મત આપવો અને પછી સામાન્ય પ્રતિનિધિઓને મત આપવો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અંગ્રેજોના આ અધિકારો સામે ગાંધીજીએ આમરણ અનશન શરૂ કર્યા. જેના કારણે બાબા સાહેબે મજબૂરીવશ પુના કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં કોમ્યુનલ એવોર્ડના બદલે જબરદસ્તી અનામત આપવામાં આવ્યું. અહીં બાબા સાહેબની મજબૂરી એ હતી કે અનશનમાં ગાંધી ગુજરી ગયા તો દોષી તેમને ઠેરવવામાં આવતા અને તેનાથી આખા સમાજને દોષી ગણવામાં આવતા.

✍️ ગોપી ચૌહાણ

(ફોટો સૌજન્ય: ન્યૂઝ અઢાર ગુજરાતી)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Rajesh Chande says:

  નમસ્કાર સાહેબ,
  ઘણા લોકો પાસે થી સાંભળેલું કે અનામત ફક્ત ૧૦ વર્ષો માટે જ હતી. તો આ વાત માં કેટલું તથ્ય છે એની માહિતી આપતું એક આર્ટિકટ લખવા વિનંતી…

  • Sharuaat says:

   અનામત બે પ્રકારની છે. રાજકીય અને શૈક્ષણિક+નોકરીમાં.
   રાજકીય અનામત 10 વર્ષ માટે છે અને દર 10 વર્ષે તે રીવ્યુ થાય છે અને 10 વર્ષ વધારવામાં આવે છે.
   શૈક્ષિણીક+નોકરીમાં અનામતની કોઈ લિમિટ નથી. એ હંમેશા રહેશે.

Leave a Reply

Your email address will not be published.