અનામત – તાકાત કે કમજોરી?

અનામત તાકત કે કમજોરી?
સૌ પ્રથમ તો અનામત એ તાકાત પણ નથી કે કમજોરી પણ નથી જ….!!!
સેંકડો વર્ષથી પછાત જાતિઓના આર્થિક અને સામાજિક શોષણ ના પરિણામે મરવાના વાકે જીવતા અછૂત અને પછતોને આઝાદી પછી આ બેઠો કરવા લગાવેલ મલમ પટ્ટા સિવાય બીજું કાંઈ નથી….!!!
આ સમાજના બે – ત્રણ ટકાને એક ચપરાશી ની કે વર્ગ ૩ કક્ષાની નોકરીથી તે થોડો તાકાત વાન બની શકે ભલા…..???
હજુ પણ દેશમાં મોટાભાગના વિસ્તારોમાં :-
-અસ્પૃશ્યતા ઓછી નથી થઈ.
- મકાન ભાડે નથી મળતા.
- મંદિર પ્રવેશ ના સવાલો છે જ.
- સારી રીતે જીવી શકાતું નથી.
- વરઘોડા નીકળી શકતા નથી.
- શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદ ભાવ દૂર નથી થયો.
- બિલ્ડરો દ્વારા બંધાતા મકાન / ફ્લેટ મળી શકતા નથી.
- કચેરીઓમાં ભેદભાવ છે.
- અનામત ભરવામાં આંખ આડે કાન થાય છે.
- રોસ્ટર નામ પૂરતું છે.
- લશ્કરમાં ઉચ્ચ સ્થાને આપણો શૂન્યાવકાશ છે.
- ઉદ્યોગ,ધંધા,વ્યવસાય ક્ષેત્રે આપણે જીરો છીએ.
- કોર્પોરેટર ક્ષેત્રે ખેડાણ નથી.
- રાજકીય શૂન્યાવકાશ છે.
અધધ… સવાલો જે હજારો વર્ષથી આ વર્ગને નડતા આવ્યા છે. તેમાં માંડ ન જેવો સુધારો આવ્યો છે…. અને અનામત બધાને નડવા લાગી છે….!!!
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આને અન્ય સમાજને મળે છે, તેવો સામાજિક અને આર્થિક દરજ્જો ન મળે ત્યાં સુધી આ જાતિઓના સર્વાગી વિકાસ માટેની તમામ સવલત સુવિધાઓ ચાલુ જ રાખવી પડશે …..!!!
અનામત વર્ગને બાબાસાહેબે જે હેતુ માટે અનામત આપી હતી તે હેતુ બર આવે નહિ ત્યાં સુધી અનામત તાકાત કે કમજોરી… સમજવી વધું પડતું અને અસ્થાને ગણાશે…..!!!
વિનોદ મેસરીયા
Casteism is a disease and reservation is the only one ramedy used till now in India. Disease is thousands years old and stubborn and casteist people want to remove remedy but not disease.
Thank you for your valuable reply, visit our website everyday for new updates