સાહિત્ય | પાલી સાહિત્યની ભૂમિકા અને ઈતિહાસ

Wjatsapp
Telegram

પાલિ સાહિત્યના વિદ્વાન ધમ્માનંદ કોસામ્બી એ ‘અભિધમ્મત્થ-સંગહો’ પર પાલિમા ‘નવનીત’ નામની એક ટીકા લખેલી છે. આની પૂર્વભૂમિકા મા એમણે લખ્યું છે, કે જયારે કલકત્તા વિશ્વવિદ્યાલય મા એમની નિયુક્તિ ‘પાલિ’ ના એક અધ્યાપકના પદ પર થઈ, તો એમના એક મિત્રએ એમને પત્ર લખીને પુછ્યુ કે શું કલકત્તા વિશ્વવિદ્યાલય મા ‘પાલિ’ શિખવવા માટે જરુરી મશીનો વગેરે છે કે નહી? તેઓ ‘પાલિ’ના શિક્ષણ ને કપડા કાંતવા કે કપડા વણવા ની જેમ કોઇ શિલ્પ વિશેષ સમજતા હતા અને જાણવા માંગતા હતા કે, કલકતા વિશ્વવિદ્યાલયમાં ‘પાલિ’ શિખવવા માટે કોઈ ચરખા જેવી સામગ્રી છે કે નહી?

ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં અને વીસમી સદી પૂર્વે પાલિ અધ્યયન અને શિક્ષા ની આજ હાલત હતી.
પ્રો. ધમ્માનંદ કોસામ્બી, રાહુલ સાંકૃત્યાયન, ભિક્ષુ જગદીશ કાશ્યપ,ભદંત આનંદ કૌસલ્યાયન, ભિક્ષુ ધમ્મરક્ષિત જેવા પાલિ ભાષાના તજજ્ઞો ના અથાગ પરિણામ સ્વરૂપે પાલિ ભાષા અને સાહીત્યની વર્તમાન પરિસ્થિતિ આટલી દયાજનક નથી જેવી પૂર્વેના સમયે હતી.

આજે પાલિ ભાષા ભારતના વિવિધ વિશ્વવિદ્યાલયમાં ભણાવવામાં આવે છે, સાથે તેના સ્વતંત્ર વિભાગો છે. અમુક વિશ્વવિદ્યાલયમાં પાલિ પ્રાકૃત સાથે જોડાયેલી પણ છે.
ઉત્તર ભારત અને મહારાષ્ટ્ર ના અમુક ભાગોમાં તો સ્કુલોમાં પણ પાલિ ભણાવવામાં આવે છે.

લોકો પ્રશ્ન કરતા હોય છે કે પાલિ કેવી ભાષા છે? એનો સંસ્કૃત અને જૈનોની અર્ધમગધી થી શું સંબંધ છે? અને આ ભાષાનું નામ પાલિ જ કેમ પડ્યું? સંક્ષિપ્તમા કહી શકાય કે પાલિ ઉત્તર ભારત અને વિશેષ રુપથી મગધ જનપદ ની એક પ્રાચીન પ્રાકૃત છે. એને મગધી પણ કહી શકાય છે. જૈનોની અર્ધમગધીની અપેક્ષા એ પાલિ સંસ્કૃતની વધારે નજીક છે.

આ ભાષાના નામના સંબંધમાં અનેક અટકળો લગાવવામાં આવી છે. એ સર્વમાં જે સર્વાધિક બુદ્ધિ-સંગત વ્યાખ્યા નજરે પડે છે, એ છે કે પાલિ “બુદ્ધ વચન” ની પર્યાય છે. મુળ તીપીટક પર જે અટ્ટકથાઓ લખવામાં આવી છે એમાં જયા પણ બુદ્ધ વચન જોવા મળે છે, ત્યા વિશેષ રીતે લખેલું હોય છે કે “પાલિય વુત” એટલે કે આ પાલિમા કહેવામાં આવ્યું છે, એટલે કે આ બુદ્ધ વચન છે.

તથાગત ગૌતમ બુદ્ધ દુઃખ અને તેમાથી મુકિત માટેના પોતાના સંદેશને લોકોના ઘરે ઘરે પહોચાડવા માંગતા હતા. એટલા માટે તેમણે વૈદિક ભાષાને ના અપનાવતા લોક ભાષાનો જ સહારો લીધો.જયા એક બાજુ એમણે પોતાના ઉપદેશોનું વૈદિક ભાષામાં અનુવાદ કરવા સુદ્ધાંને નિષિદ્ધ બતાવ્યુ, બીજી બાજુ “અનુજાનામિ, ભિક્ખવે, સકાય નિરુતિયા” કહીને બધા પ્રાકૃતોમા પોતાના ઉપદેશોનું અનુવાદ કરવાની ખુલ્લી અનુમતિ આપી.

પાલિ પરંપરામાં “મગધી” ને મુળ ભાષા કહેવામાં આવી છે. આ પરથી આપણે માની શકીએ કે કદાચ વર્તમાન તિપિટક જ એ મુળ-તિપિટક છે, જેનાથી અનેક લોકભાષા મા એનું રુપાંતરિત કરવામાં આવ્યુ હશે. આજે આપણે આ રુપાંતરિત તિપિટક ની કલ્પના માત્ર કરી શકીએ છીએ, કારણ વર્તમાન મા જે બુદ્ધ વચન આપણી પાસે ઉપલબ્ધ છે એ માત્ર વર્તમાન તિપિટક જ છે.

બુદ્ધ વિચારને એના મુળ સ્વરૂપે સમજવા માટે પાલિ ભાષાનું જ્ઞાન જરુરી છે અને સાથે પાલિ સાહીત્યનો યોગ્ય અભ્યાસ પણ જરુરી છે.
બુદ્ધના સમયે પાલિ ભાષા લોકભાષા હતી. એટલે બુદ્ધે લોકભાષા એવી પાલિ માંજ ધમ્મ પ્રચાર કરવાનું યોગ્ય સમજ્યું અને એવું જ કર્યુ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પ્રાચિન ભારતનો ઈતિહાસ જાણવા માટે પાલિ ભાષાના જ્ઞાનની ખુબ જ આવશ્યકતા છે કારણ કે પ્રાચિન ભારતના ઈતિહાસનું મોટા ભાગનું સાહિત્ય પાલિ ભાષામા પ્રચુર માત્રામાં ઉપ્લબ્ધ છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બુદ્ધ ધમ્મની પ્રેરણાસ્ત્રોત પણ પાલિ ભાષા જ છે.

ડો. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. Hitesh Shakya says:

  अगर हम पाली को समझ ले, तो बुद्ध के उपदेशों को सही तरह से समझ सकेंगे
  आजकल बुद्ध और अम्बेडकर के विचारो को गलत तरीके से जोड़कर बताया जा रहा हैं
  ये गोल माली अगर रोकनी है तो बुद्ध के उपदेशों को पाली भाषा के माध्यम समजना पड़ेगा

 2. भगवान विनोद बौध says:

  बहुत सुंदर पाली भाषा,
  साहित्य भुमिका और इतिहास से अव्गत कराया डॉ.अरहंत साहेब को पडना जिवन का एक अदभुत अनुभव है.
  बुद्ध धम्म और संघ की चरण ले जाने वाले प्रिय बंधु डॉ. अरविंद अरहंत को साधुवाद नमो बुद्धाय जय भीम

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.