ડૉ. હરિભાઈ દેસાઈનો મણકો 3-2 | હરિભાઈ તો શું ખુદ હરી પણ બાબાસાહેબના વિષયમાં પ્રદુષણ ફેલાવે તો ના છોડીએ.

સુજ્ઞ વાચકો,
હમણાં એક ફેશન થઇ ગઈ છે કે ડો.બાબાસાહેબ આંબેડકરના વિષયમાં તથ્ય અને સત્ય વિહીન વાતો કરીને પોતાની જાતને જીવતી રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરવો.
હમણાં હમણાં માર્કેટમાં એક નવો મણકો આયો છે આદરણીય હરિભાઈ શ્રી સચ્ચાઈના બદલે ડોબાબાસાહેબ અને તેમની ચળવળના વિષયમાં પ્રદુષણ પેદા કરે જે સમગ્ર દલિત સમાજ માટે અને સુજ્ઞ વાચકો માટે ખૂબ જ ખતરનાક છે બાબાસાહેબના વિષયમાં અથવા દલિત ચળવળમાં આવું પ્રદૂષણ ફેલાવતા હોય તો એક આંબેડકરના અનુયાયી તરીકે મારી ફરજ છે કે સુજ્ઞ વાચકો સમક્ષ તેમના જુઠાણા અને મારા અને ડોક્ટર કલ્પેશ વોરા તરફથી કેટલી સત્ય અને સત્ય હકીકતો મુકવી જરૂરી છે*
હરિભાઈ તો શું ખુદ હરી પણ બાબાસાહેબના વિષયમાં પ્રદુષણ ફેલાવે તો એની જોડે પણ બાખડી લેવાનો વિલંબ પણ ન કરું. એ જ મને વારસામાં મળ્યું છે.
મણકા એક અને બે માં કોઈ પણ જવાબ આપવો નહીં તે હરિભાઈનો સ્વભાવ છે કોથળામાં પાનશેરી ભરીને મારી દેવી.
સુજ્ઞ વાચકો તરફથી પ્રશ્નો પૂછાય તો જવાબ આપવો નહીં પ્રેમથી ઉત્તર વાળવો આપ શોધ કાર્ય કરી લો ,આપ શોધી લો ,આપ જાણી લો.
મણકા 3- માં પોતાના વિરુદ્ધ ની અને સત્યને તથ્ય થી ભરેલી કોમેન્ટો ડીલીટ જ મારી દેવી મણકા ત્રણ માં જે રીતે તેમણે એક પછી એક જુઠાણા ફેલાવીને હદ કરી દીધી છે તેમના આવા જુઠાણા થી ગાંધીજીના અનુયાયી તેમજ આંબેડકરી અનુયાયીઓ વચ્ચે એક વૈમનશ્ય પેદા કરવું.
ડો. કલ્પેશ વોરા તરફથી આંબેડકર સરનેમ ગાંધીજીને શ્રદ્ધાંજલી તેમજ અન્ય વિષયો પર તથ્ય અને સત્ય સાથે કોમેન્ટ મૂકી જે કોમેન્ટ હું સ્ક્રીન શોટના રૂપમાં આપના જાણવા માટે મુકીશ. (આર્ટિકલના અંતમાં ડૉ. કલ્પેશ વોરાની પોસ્ટની લિંક આપી છે.)
આજ મણકામાં જોગેન્દ્રનાથ માંડલ તે મુસ્લિમ લીગના દલિત નેતા તરીકે પ્રસ્તુત કરીને ઇતિહાસ સાથે ચેડા કરાયા છે વળી ૧૯૪૬માં ડો આંબેડકર ચૂંટણી હારી ગયા આ પણ તે એક જૂઠાણું છે. જેની વિગતવાર ચર્ચા નીચે મુજબ કરીએ…..
ડો.આંબેડકર 1946માં ચૂંટણી લડ્યા જ ન હતા… આ વિધાનસભાની ચૂંટણી હતી એટલી ખબર હરિભાઈને હોવી જ જોઈએ.. બાબસાહેબનો પક્ષ સિડ્યુલકસ્ટ ફેડરેશન સમગ્ર ભારતમાં બાબસાહેબના નેતૃત્વમાં લડાયું…
બીજી વાત તમે લખી કે મુસ્લિમ લીગના દલિત નેતા તરીકે જોગેન્દ્રનાથ ને રજુ કર્યા તે તથ્ય અને સત્ય વિહીન છે.
1946માં, બાબાસાહેબની પાર્ટી ઓલ ઈન્ડિયા અનુસૂચિત જાતિ ફેડરેશનની માત્ર બે બેઠકો આખા ભારતમાંથી આવી, એક જેસોરના જોગેન્દ્રનાથ માંડલની અને હૈદરાબાદથી સુબ્બારા.
જોગેન્દ્રનાથ માડલ ડો બાબા સાહેબની અનુસૂચિત જાતિ ફેડરેશનના બંગાળના પ્રમુખ હતા અને બંગાળમાં બાબાસાહેબના પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા.

બાબા સાહેબ બંધારણ સભામાં કોંગ્રેસ છોડીને આવેલા બે ધારાસભ્ય દ્વારકાનાથ બારૂરી ફરીદપુર વિધાનસભા, જ્ઞાનનાથ વિશ્વાસ સંમેલ વિધાનસભા સ્વતંત્ર બે ધારાસભ્ય નાગેન્દ્ર નાથ રોયલ રંગપુર વિધાનસભા મુકુંદ બિહારી મલિક ખુલના વિધાનસભા અને એક જોગેન્દ્રનાથ માંડલ એમ કુલ પાંચ વોટથી બંધારણ સભામાં પ્રવેશ્યા જેમાં મુસ્લિમ લીગનો કોઈપણ રોલ હતો નહીં.
પાછળથી જોગેન્દ્રનાથ માંડલ પાકિસ્તાનની બંધારણીય સભાના પ્રોટેમ સ્પીકર બનનાર પાકિસ્તાનના પ્રથમ કાયદા મંત્રી બન્યા, જેમણે મોહમ્મદ અલી ઝીણાને કાયદે–આઝમ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. તે પછી તેમનું કાર્ય ત્યાં જ સમાપ્ત થયું
બાબાસાહેબના ખૂબ સમજાવટ પછી પણ તેઓ પાકિસ્તાનમાં ગયા હતા. પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચારના વિરોધમાં એક પત્ર લખ્યો બાબાસાહેબની આ પત્રની નકલ , પુનર્વસન વિભાગના પ્રધાન અને પાકિસ્તાનના પ્રથમ કાયદા પ્રધાન શ્રી જોગેન્દ્ર નાથ મંડળને પણ મોકલ્યો … ઇતિહાસ ખૂબ લાંબો સમય છે .
1950 પછી જોગેન્દ્ર નાથ મંડળ કોલકાતા પાછા આવ્યા અને ત્યાંથી જોગેન્દ્રનાથ માંડલે 12 પાનાનો પત્ર લખીને રાજીનામું મોકલી દીધું, બાબા સાહેબના નિર્વાણ પછી, તેમની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની સ્થાપના નાગપુરમાં થઈ પ્રમુખ એન.શિવરાજન અને ઉપપ્રમુખ તરીકે જોગેન્દ્રનાથ મંડલ હતાં..

#સંદર્ભ – મહાપ્રાણ જોગેન્દ્રનાથ માંડલ જીવનચરિત્ર ( બંગાળી ભાષામાં)
લેખક – જયંત માંડલ
સુપુત્ર જોગેન્દ્રનાથ મંડલ
જીવનચરિત્રમાંથી કેટલાક ફોટા અને લેટર પણ વાચકો સમક્ષ મુકું છું
– ડૉ. અમિત જ્યોતિકર
ત્રીજા મણકાના અંતે ડૉ. કલ્પેશ વોરાએ ડૉ. હરિ દેસાઈએ આપેલ માહિતી સુધારવા તેમની પોસ્ટમાં કોમેન્ટ કરી હતી. જે હરિભાઈ દ્વારા ડીલીટ કરવામાં આવી હતી. ડૉ. કલ્પેશ વોરાએ શું માહિતી આપી હતી? ડૉ. કલ્પેશ વોરાએ શું માહિતી આપી હતી? એ જાણવા અહીં ક્લિક કરો.
બીજા મણકાના અંતે કુલદીપ રાણવા દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપવાનું પણ હરિભાઈ દેસાઈ દ્વારા ટાળવામાં આવ્યું હતું. કુલદીપ રાંણવાનો પ્રશ્ન વાંચવા અહીં ક્લિક કરો.
પ્રથમ મણકાના અંતે ડૉ. અમિત જ્યોતિકર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપવાનું પણ હરિભાઈ દેસાઈ દ્વારા ટાળવામાં આવ્યું હતું. ડૉ. અમિત જ્યોતિકરનો પ્રશ્ન વાંચવા અહીં ક્લિક કરો.