સાલું! ફેરા ફરવાનું તો ભૂલી ગયા !

એક લગ્નમાં વરઘોડો નીકળ્યો, બધા બરાબર નાચ્યાં, જાન પરણવા ગઈ અને એ ગામમાં પણ બધા બરાબર નાચ્યાં. વાજતે ગાજતે પાછા પોતાના ગામમાં પાછા ફર્યા. અચાનક યાદ આવ્યું કે સાલું ફેરા ફરવાનું તો ભૂલી ગયા….આ

ઘટનાએ ઓન લાઇન શિક્ષણ દઈ પ્રથમ સેમની ઓફલાઇન પરીક્ષા સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.

પણ મૂળ વાત આમ છે…..

પ્રથમ સેમિસ્ટર ક્યારનું પૂર્ણ થઈ ગયું. બીજા સેમિસ્ટરમાંથી ઘણો ખરો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે. ચૂંટણી પછી ઘણી ખરી સ્કૂલોમાં કોરોનાના કેસ આવ્યા એવી ઘટનાઓ પણ છે. હાલ માત્ર ને માત્ર ધોરણ 6 થી 12 ના બાળકો સ્કૂલે આવે છે અને એમાંય 6 થી 8ના બાળકો તો ખૂબ ઓછા. હવે મૂળ વાત એ કે 15/3/2021થી પ્રથમ સેમની નિદાનાત્મક કસોટી લેવાની એ પણ 3 થી 5ના બાળકોની પણ. જે કોરોનામાં એક પણ દિવસ શાળાએ નથી ગયા કે ન તો સ્કૂલ જોઈ છે. જવાબદારી વાલીની.

હવે આ પરીક્ષાનું કોઈ મહત્વ ખરું ??? પરીક્ષા દરમિયાન બાળકો સાવચેતી રાખી શકશે ?

  • કૌશિક પરમાર (ઉસ્તાદ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply