જાતિવાદની સમીક્ષા ક્યારે?

હું જીગ્નેશ મેવાણી નો વિરોધી નથી, હું સામ્યવાદનો કટ્ટર વિરોધી છું. અને એટલે જ દરેક સામ્યવાદીનો હું આપમેળે વિરોધી બની જાઉં છું.
સામ્યવાદીઓ આ દેશની એલિયન પ્રજા છે. તેમને ક્યાંય જાતિવાદ નથી દેખાતો. તેમને જાતિ વ્યવસ્થા નથી દેખાતી. ચાર બ્રાહ્મણો ખોળામાં બેસાડે એટલે તેમને SC, ST, OBC ને થતા અન્યાય નથી દેખાતા.
આજે નકલી ઓબીસી, RSS ના પ્રચારક સવર્ણ હિંદુ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં એક પણ ઓબીસી કેબિનેટ મંત્રી નથી.
આજે 40 કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં એકપણ ઓબીસી પ્રોફેસર કે એસોસીએટ પ્રોફેસર નથી.
આજે મોદીજીના 79 સેક્રેટરીએટમાં એકપણ ઓબીસી નથી.
હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોમાં મોટાભાગના જજ સવર્ણ છે. જેમાં કેટલાક ત્રણ પેઢીથી જજ બને છે. તો કેટલાક એકબીજાના સગા થાય છે.
ઓ સામ્યવાદીઓ,
શુ આ આર્થિક અસમાનતા છે?
શુ આ જાતિવાદ નથી?
આઝાદીના 73 વર્ષ પછી પણ,
આદિવાસીઓના તેમના વન અધિકાર ના મળે,
દલિતોને મૂછ, નામ પાછળ સિંહ, વરઘોડો, ઘોડી ચડવું જેવી બાબતો માટે મારવામાં આવે,
શુ આ આર્થિક અસમાનતા છે?
જે લોકોને હજારો કરોડોની લોનો મળે છે, તેમાં SC, ST, OBC કેટલા?
જે લોકોની હજારો કરોડો રૂપિયાની લોનો માફ થાય છે, તેમાં SC, ST, OBC કેટલા?
જે લોકો હજારો કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી જાય છે, તેમાં SC, ST, OBC કેટલા?
જે લોકો હજારો કરોડોની નાદારી જાહેર કરે છે, તેમાં SC, ST, OBC કેટલા?
જે બેંકના મેનેજરો, બોર્ડ મેમ્બરો હજારો કરોડોની લોન મંજુર કરે છે, તેમાં SC, ST, OBC કેટલા?
જે ૧૦૦ ઉદ્યોગોતિઓના નામ સરકાર જાહેર કરતા ડરે છે, તેમાં SC, ST, OBC કેટલા?
કોઈ હરામખોર સામ્યવાદીએ એ જાણવાની કોશિશ કરી કે,
આ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબોમાં કેમ કોઈ સવર્ણ હિંદુ નથી હોતું?
કેમ અમુક કાસ્ટના જ લોકો ઝુંપડપટ્ટીમાં રહેતા હોય છે?
ઝુંપડપટ્ટીઓમાં પણ ચાલીઓ કેમ જાતિ પ્રમાણે હોય છે?
જો જાતિવાદ નથી તો અમદાવાદ પશ્ચચીમમાં મોટેભાગે કેમ પટેલ, વાણીયા, જૈન, બ્રાહ્મણ જોવા મળે છે?
અમદાવાદ પૂર્વમાં કેમ SC, ST, OBC જોવા મળે છે?
મોબ લિંચિંગમાં કેમ દલિતની જ હત્યા થાય છે?
સામ્યવાદીઓ એલિયન છે.
આ દેશના પ્રાણી નથી.
એટલે તેમને ક્યાંય જાતિવાદ દેખાતો નથી.
જાતિ આધારિત ભેદભાવ દેખાતો નથી.
અમીર ગરીબ જ દેખાય છે.
જો જાતિવાદ નથી અને અમીર ગરીબ જ સમસ્યા છે તો આ દેશના ગરીબોની કેમ અમુક નિશ્ચિત જાતિઓ હોય છે?
લાલીયાઓ,
તમારો કાર્લ માર્ક્સ પેદા નોહતો થયો એ પહેલાં આ દેશના બ્રાહ્મણોએ જાતિવાદનો કિલ્લો તૈયાર કરી દીધો હતો. જેને વેદ, પુરાણ, સ્મૃતિ, વિગેરે દ્વારા માન્યતા અપાવી દીધી હતી.
અને જેને સમય સમય પર,
ગૌતમ બુદ્ધ,
જોતિરાવ ફૂલે,
ઈ. વી. રામાસમી પેરિયાર,
ડૉ. બાબાસાહેબ,
માન્યવર કાંશિરામએ
નષ્ટ કરવા પ્રયત્ન કર્યા.

શકીલ કાદરી ,
આરક્ષણ ખતમ થશે જ્યારે જાતિવાદ ખતમ થશે. તમારે જાતિવાદ ચાલુ રાખવો અને આરક્ષણ કાઢી નાંખવું, આવી હલકાઈ અમે નહિ ચલાવીએ. સામ્યવાદીઓને અમારી વચ્ચે ક્યાંય ઉભા નહિ રહેવા દઈએ.
કૌશિક શરૂઆત
જય ભારત એક ભારત
નોંધ : ૫૦૦૦ હજાર વર્ષ જૂનો છે તમારો જાતિવાદ. સાલું! એની કોઈ સમીક્ષા જ નહી!!😢