“જય ભીમ” બોલવાથી કંઈ નહિ થાય,બાબાસાહેબને વાંચવા-સમજવા પડશે

Wjatsapp
Telegram

ડૉ. બાબાસાહેબ આંબેડકર નો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશની મહુ છાવણીમાં એક સામાન્ય મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું, રામજી સકપાલનું ૧૪ મુ સંતાન એટલે આપણા ડૉ. બાબાસાહેબ આંબેડકર.

Mahamanava Ambedakar
મહામાનવ આંબેડકર

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૯ જન્મ જયંતી ગઈ, અત્યારે સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ‘લોકડાઉન”હોવાના કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા સમગ્ર ભારતમાં ડૉ. બાબાસાહેબની જન્મ જયંતિ પોતાના ઘરે પરિવાર સાથે, સુરક્ષિત,સલામત રહીને ઉજવી. દર વર્ષે પુરા ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા બાબાસાહેબની રેલીઓ, રાત્રિના સમયે ભીમ ડાયરા, ડીજેના તાલે શહેરો અને ગામડાઓમાં “જય ભીમ” નાદ થી ગુંજી ઊઠે છે.અનુયાયીઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ ફુલહાર અર્પણ કરે છે, અને સલામી પણ આપતા હોય છે. પોતાના ઘરને લાઈટની સીરીઝ અને દીવા પ્રગટાવે છે.પોતાના ઘરના આંગણમાં “રંગોલી” પુરીને “ભીમ દિવાળી” જેવો માહોલ બની જાય છે,અનુયાયીઓ “જય જય જય ભીમ” ના નાદ કરતા હોય છે.

આ “બહુજન સમાજ” માં સ્વાભિમાનનું ગર્વનું પ્રતિક “જય ભીમ” શબ્દ બની જાય છે, પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે આ માત્ર ૧૪ એપ્રીલ એટલે કે ડૉ બાબાસાહેબ આંબેડકર ના જન્મદિવસ એક દિવસ જ પૂરતુ સીમિત રહી જાય છે. બીજા દિવસે આ બહુજન સમાજ અલગ જાતિઓ વાડાઓમાં વહેંચાઈ જાય છે, બહુજન સમાજ એક જ દિવસ પૂરતો એક થાય છે અને બીજા દિવસે મનુવાદી વિચારધારા જાતિવાદનો શિકાર બનીને વહેંચાઈ જાય છે. અલગ-અલગ વર્ગો પ્રમાણે આ સમાજ વહેંચાઈ જાય છે. માન્યવર કાંશીરામ સાહેબ અને ડૉ.બાબાસાહેબે આવા સમાજનું નિર્માણ કરવાનું નહોતું કહ્યું, બહુજન મહાનાયકોએ ભાઇચારાનું નિર્માણ કરીને એક “બહુજન સમાજ” નિર્માણ કરવાનું સ્વપ્ન જોયું હતુ, તે સ્વપ્ન ક્યારે સિદ્ધ થશે તે હવે જોવું જ રહ્યું.

Manyavar Kanshiram Book
માન્યવર કાંશીરામસાહેબનું જીવનચરિત્ર

ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું, હતું કે “મેરી જય જય કાર કરને સે અચ્છા હૈ મેરે બતાયે હુએ માર્ગ પર ચલે” એટલે કે તેનો અર્થ એવો થાય કે “મારી જય જય કાર કરવાથી કંઈ જ નહીં થાય, મારા બતાવેલા માર્ગ ઉપર તમે ચાલો મારા બતાવેલા માર્ગનું અનુસરણ કરો”, માત્ર “જય ભીમ..જય ભીમ” બોલવાથી કંઈ જ નહીં થાય,આપણે બાબાસાહેબે બતાવેલા માર્ગનું અનુસરણ કરવું પડશે તેમણે બતાવેલા માર્ગને જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરવો પડશે, બાબાસાહેબ ના પુસ્તકો અને માન્યવર કાંશીરામ સાહેબ તેમજ બહુજન સમાજના મહાનાયકોને વાંચવા પડશે,ભારતનું સંવિધાનમાં લખેલા હકો અને કાયદાઓ સમજવા પડશે, પુસ્તકો ખરીદવા પડશે અને સમજવા પડશે અને ઘરે ઘરે બહુજન મહાનાયકોની વિચારધારા સમજાવવી પડશે અને બાબાસાહેબે “બૌદ્ધમય ભારત” નું જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન સિદ્ધ કરીને બતાવવું પડશે, અને તેમને આપેલી ૨૨ પ્રતિજ્ઞાઓનુ પાલન કરવું પડશે, આમ જ્યારે આપણે આ બહુજન મહાનાયકોની વિચારધારાને સમજશુ અને લોકોને સમજાવી છું,આપણા પરિવાર, કુટુંબ,ગામ,શહેર અને દેશને બહુજન વિચારધારાથી વાકેફ કરીશું ત્યારે આપણે બાબાસાહેબને તેમની જન્મ જયંતિની સાચી અંજલિ આપી શકીશું,અને સન્માનથી “જય ભીમ” બોલી શકીશું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અંત,માં “આપણે પહેલા અને અંતે ભારતીય છીએ” તેથી એક ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ અને ભાઈચારાનું નિર્માણ કરીએ..

જય ભીમ..જય ભારત..નમો બુદ્ધાય..

✍️ હિમાંશુ મેસરીયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.