SC ST OBC આરક્ષણ સમાપ્ત. ૩૧ જાન્યુઆરી દેશવ્યાપી આંદોલનના ભણકારા.

Wjatsapp
Telegram

હમણાં જ સુપ્રીમ કોર્ટે ૨૦૦ પોઈન્ટ રોસ્ટરને રદ કરી ૧૩ પોઈન્ટ રોસ્ટરને મંજૂરી આપી દીધી છે. જેનાથી હવે આખી યુનિવર્સીટીની કુલ સીટો ધ્યાનમાં લેવાના બદલે, યુનિવર્સીટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અનામત લાગુ થશે. જેના પરિણામ સ્વરૂપ રાજસ્થાન યુનિવર્સીટીની ૩૩ જગ્યાઓની ભરતીમાં એકપણ SC, ST કે OBC સીટ રીઝર્વ(આરક્ષિત) નથી.
No reservation in rajasthan university
SC ST OBC આરક્ષણ કેવી રીતે સમાપ્ત થયુ ગણાય?

નવી ૧૩ પોઇન્ટ રોસ્ટર અનામત નીતિ પ્રમાણે હવે કોઈ ડિપાર્ટમેન્ટમાં ૪ સીટોની ભરતી હશે તો પહેલી ત્રણ જનરલ અને ચોથી સીટ OBC ક્વોટામાં ભરવામાં આવશે.

SC(દલિત) માટે ૭ મી સીટ અને ST(આદિવાસી) માટે ૧૩ મી સીટ અનામત ક્વોટામાં ભરવામાં આવશે.

યુનિવર્સીટીના ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે ૧ અથવા ૨ જ સીટોની ભરતી નીકળતી હોય છે. એટલે ૪ સીટોની ભરતી નીકળે તે શક્યતા નહિવત છે. વિશ્વાસ ના હોય તો હાલની રાજસ્થાન યુનિવર્સીટીમાં ૩૩ ભરતીઓની જાહેરાત જોઈ લો. જેમાં એકપણ SC, ST, OBC માટે અનામત સીટ નથી. એટલે કોઈ અનુસૂચિત જાતિ વ્યક્તિ નિમાય તે માટે ૭ સીટો અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિ નિમાય તે માટે ૧૩ સીટોની ભરતી નીકળવી અશક્ય છે.

SC SC OBC Reservation

 

આજે સેન્ટ્રલ યુનિવર્સીટીઓમાં અનામતની સ્થિતિ શુ છે?
કાયદા મુજબ ભારતમાં સરકારી સંસ્થાનોમાં
૧૫% SC,
૭.૫% ST અને
૨૭% OBC અનામત છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક આર્ટિકલમાં ભારતની ૪૦ સેન્ટ્રલ યુનિવર્સીટીઓની સ્થિતિ દર્શાવી છે.

જે મુજબ ૨૭% અનામત ધરાવતો OBC વર્ગમાંથી આજે એકપણ પ્રોફેસર કે એસોસીએટ પ્રોફેસર નથી.
0 (પ્રોફેસર),
0 (એસોસીએટ પ્રોફેસર), અને,
૧૨.૦૨% (આસિસ્ટન્ટ પ્રોફેસર) છે.

SC ને ૧૫% અનામત મળેલી છે. પણ યુનિવર્સીટીમાં, ફક્ત
૩.૪૭% (પ્રોફેસર),
૪.૯૬% (એસોસીએટ પ્રોફેસર), અને,
૫.૪૬ (આસિસ્ટન્ટ પ્રોફેસર) છે.

ST ને ૭.૫% અનામત મળેલી છે. તેમ છતાં કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં ફક્ત,
૦.૭% (પ્રોફેસર),
૧.૩% (એસોસીએટ પ્રોફેસર),
૧૪.૩૮% (આસિસ્ટન્ટ પ્રોફેસર) છે.

અને જનરલ, જે ભારતની કુલ વસ્તીના 15% છે, તેવું મનાય છે, તેમના,
૯૫.૨% (પ્રોફેસર),
૯૨.૯% (એસોસીએટ પ્રોફેસર), અને,
૬૬.૨૭% (આસિસ્ટન્ટ પ્રોફેસર) છે.

આ પરથી સાબિત થાય છે કે અનામત હોવા છતાં અનામત મળી જ નથી અને “અનામતથી નુકશાન થાય છે”, તેવો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અનામત નાબૂદ કરવા માટેના આંદોલનો એ પછાત સમાજોને વધુ પછાત રાખવા માટેનું,
ભેજાબાજ લોકોનું ષડયંત્ર માત્ર છે.

ટૂંકમાં,
અનામત,
સામાજિક-શૈક્ષણીક પછાત લોકો માટેનું પ્રતિનિધિત્વ ફક્ત બંધારણમાં લખાયેલ છે, એટલું જ.
વાસ્તવમાં પ્રતિનિધિત્વ નાબૂદ થઈ ગયુ છે.
હવેથી, SC, ST, OBC ને કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં અનામતનો લાભ નહિ મળે.

આ પરથી સ્પષ્ટ થાય છે કે આઝાદીના ૭૨ વર્ષ બાદ પણ પછાત, વંચિત સમુદાયને યોગ્ય, બંધારણીય પ્રતિનિધિત્વ આપવામાં સરકારો નિષ્ફળ ગઈ છે.(કોંગ્રેસ-બીજેપી બંને) અને સુપ્રીમ કોર્ટના ૧૩ પોઈન્ટ રોસ્ટર પછી તો પ્રતિનિધિત્વ વધે તેવી શક્યતાઓ છે જ નહીં.

આ લખાય છે ત્યાં સુધી,
આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વિવિધ સંગઠનોએ રેલી, ધારણા, આવેદનપત્રો આપી પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે કાર્યક્રમો ઘડી કાઢ્યા છે.
SC SC OBC Reservation

કૌશિક શરૂઆત

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

માહિતી સોર્સ :
૧. ઇન્ડિયન એક્સપ્રેસ

૨. રાજસ્થાન યુનિવર્સીટી ભરતી જાહેરાત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

 1. લિંકન સોખડિયા says:

  સર નમસ્તે.

  હંમેશાની જેમ જે પાર્ટીને અમુક તત્વો પોતાના અંગત અથવા સંગઠનીક સ્વાર્થ માટે #દલિતવિરોધી ચિતરવાનો પ્રયાસ કરતાં રહેતા હોય છે, એ જ ભારતીય જનતા પાર્ટીએ, એ જ મોદી સરકારને એસ.સી.-એસ.ટી. એક્ટની જેમ ફરી એકવાર દલિતો, આદિવાસીઓ અને જરૂરિયાતમંદ વર્ગ માટે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને અધ્યાદેશ લાવી દીધો.

  મોદી સરકારે આજે કેબિનેટની બેઠકમાં અધ્યાદેશ લાવીને 13 પોઇન્ટ રોસ્ટર નાબૂદ કર્યું અને ફરી 200 પોઇન્ટ રોસ્ટર કાર્યરત કર્યું.

  આનંદો.

  જય મહામાનવ
  જય ભારત
  લિંકન સોખાડિયા
  અમદાવાદ

 2. Bhavesh says:

  Badhi vaat sachi pun faqt aapde apda 15 % mate j lado baki badhu javado. Samay aavi gayo chhe aaje govt no same aapdi sachhai batavavno

 3. મનોજ સુથારીઆ.ગોધરા. says:

  સાચી વાત છે..સવર્ણ લોકોને ભડકાવવાનુ કામ રાજકારણ દ્રારા થઈ રહ્યુ છે.
  અને અનામતના નામે sc,St,OBC,સમાજને દબાવવામા આવે છે.જે અનામત હાલમા તો દલિત સમાજમા ખાલી નામ પુરતી જ છે.જેનો લાભ સવર્ણ સમાજ જે ભારતીય વસ્તી ના અમુક ટકા લોકો દ્રારા જ લેવામા આવી રહ્યો છે.

  આપણે જ્યા સુધી આપણા હકક અને અધિકારો વિશે જાણકાર નહિ હોય અને અન્યાયની સામે લડવા તૈયાર નહિ થઈએ તો જે કાયદા દ્રારા આપણને રોટલો આપવામા આવ્યો છે તે બીજા લોકો જ ખાતા રહેશે અને તેનુ બીલ દલિત સમાજ ના માથે ચઢતુ રહેશે.જે આજ સુધી થતુ આવ્યુ છે.

  ફક્ત જય ભીમ કે જય સંવિધાન બોલવાથી આપણે આપણા હકકો નહિ મેળવી શકીએ તેના માટે લડવુ પડશે સિસ્ટમ સામે. આપણને બંધારણ દ્રારા મળેલા હકકો વિશે જાગૃત થઈને એકજુથ થઈને લડવુ પડશે.🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.