અનુસૂચિત જાતિ, જન-જાતિમાં આત્મનિર્ભરતા કેટલે અને ક્યારે?

Wjatsapp
Telegram

હમણા જ ગલવાન ઘાટીમા ભારત ચીન વચ્ચે ઘર્ષણનું નાનું છમકલું થયું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ  થયા ભારત વિરુદ્ધ ચાલાકી ચીનની આ કપટી નીતિ ના જવાબમાં આખા ભારત દેશમા ઠેર ઠેર ચીની વસ્તુ ઓનો બહિષ્કાર કરવા માટે મેસેજ વાયરલ થયો  અને ચીનને આર્થિક મોરચે પરાસ્ત કરવા માટેની તૈયારી બતાવી. નાના બાળક હોય કે યુવાન કે પછી વયોવૃદ્ધ પણ બધા એક સંપ કરી, એક થઈ ને આનો વિરોધ નોંધાવ્યો. ક્યાંક નાના નાના ભૂલકાઓ “હું ચાઈનીઝ રમકડાઓનો બહિષ્કાર કરું છું” તેવા બેનરો સાથે ઉભા રહેતા નજરે ચઢયા તો ક્યાંક ચીની ઉપકરણો નો પણ બહિષ્કાર કર્યો અને દેશમાં  આપણા દિગ્ગજ કહેવાતા અભિનેતા હોય કે રમતવીરોને પણ ચીની વસ્તુઓ ની જાહેરાત કે પ્રચાર ન કરવા માટે અપીલ કરવામાં આવી. ઠેર ઠેર ગલી ખૂંચે, શેરી રસ્તાઓ મા યુવાઓ પણ પોતાના મિત્ર મંડળ સાથે ચીની વસ્તુઓ નો બહિષ્કાર કરવા માટે  પરસ્પર ચર્ચા કરતા નજરે ચઢયા.  આપણા દેશના નેતાઓએ પણ ૨૦ જવાનો ની શહીદી પર દુઃખ વ્યક્ત કર્યું ને આપણા દેશના નાગરિકોને પાછા ન પડતા ‘આત્મનિર્ભર’ નું શસ્ત્ર ઉઠવવાનું આહવાન કર્યું.

થવું જ જોઈએ કેમ નહીં એક થવું જ જોઈએ આજે આ બહારથી આવેલા બીજા દેશના કોઈ વાદ વિવાદ વગર આપણા દેશના ૨૦ જવાનોને જાન થી મારી નાખે એ તો કેમ ચલાવાય. આજે જ્યારે ઉજળિયાત વર્ગ હોય કે પછાત વર્ગ( General, OBC, SC/ST) હોય સૌ એક સુરમા જોવા મળે છે  સૌની એકતા જોવા મળે છે ત્યારે હું પણ આ વિરોધમાં મારી નોંધણી કરાવવા માંગુ છું  પણ  મારો  ચીની વસ્તુના બહિષ્કારની પ્રતિજ્ઞા લેતા પહેલા એક  પ્રશ્ન છે કે આપણી SC/ST મા આવતા લોકો આત્મનિર્ભર ક્યારે?મને વિચાર આવે છે કે કંઈક આવું તો આપણી સમાજ મા આપણા લોકો સાથે નથી થઈ રહ્યું ને !! હા આપણે પણ આવી આયાતી સંસ્કૃતિનો ભોગ બનતા આવ્યા છે આર્યો ને અનાર્યોના ઘર્ષણ પછી અનાર્યો કહેવાતા મૂળનીવાસીઓને દાસ, ગુલામ બનાવવા મજબૂર કરી તેમજ ફરજ પાડી. હડપ્પીય સંસ્કૃતિ જે નું સૌથી મોટું પ્રમાણ છે આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો કેટ કેટલા ઉદાહરણ મળી રહે. દેશના કયા ખૂણે જાસો કેટલી પુસ્તકો વાંચશો આવા ઉદાહરણોને  ઇતિહાસની વાત કરતા આપણે થાકી જઈશું ને આપણો આ મુદ્દો પણ અધુરો રહેશે  ! 

આજ ના સમયે જ્યારે માણસ ચાંદ સુધી પહોંચ્યો છે ત્યારે  આવા સમયે પણ ઉજળિયાત વર્ગ દ્વારા પછાત વર્ગ ના લોકોનું દમન થતું જોવા મળે છે આજે પણ આ ઉજળિયાત વર્ગ દ્વારા  પછાત વર્ગના લોકોને લજ્જિત, શોષિત, ગુલામી વેઠવાની ફરજ પાડવા મજબૂર કરાવાય છે ક્યાંક તો આપણું હૃદય કંપી ઉઠે ને શરીર ધ્રુજી ઉઠે તેમ આવા અપણા નિસહાય લોકો ને એક ઢોર ની પેટ મારતા ને જાન થી મારીનાખતા પણ જોવા મળ્યાં છે તો શું  વર્તમાન મા બનેલ ૨૦ જવાનોની હત્યા ની ઘટના અને કોઈ પણ વાદ વિવાદ, કારણ વગર આપણા લોકો ના હત્યાની ઘટના એક સમાન નથી? જો આપણે આવા કપટી ચીન ના કૃત્યોથી એક થતા હોઈએ તો આવા કપટી ઉજળિયાત વર્ગ થી કેમ નહીં ? જો આપણે ચીની ચીજ-વસ્તુનો બહિષ્કાર કરતા હોઈએ તો આ ઉજળિયાત વર્ગની જે આયાતી સંસ્કૃતિ છે તેમનો બહિષ્કાર કેમ નહીં? આપણે આત્મનિર્ભર ક્યારે?
બાબા સાહેબે પણ સમાજ માટે કેટકેટલા સંઘર્ષો,  આંદોલનો કરવા પડયા ,આ આંદોલનો સમાજમાં પ્રવર્તતી અસમાનતા, અસ્પૃશ્યતા, જાતિભેદ, લિંગભેદ, અન્યાય, અત્યાચાર વગેરે સામેના જ હતા. આટલા બધા સામાજિક અને રાજકીય સંઘર્ષો પછી પણ ‘સાહેબ’ના મનમા સમાજ પ્રત્યે સર્વાંગી વિકાસના  કેટલાક પ્રશ્નો મૂંઝવતા. આપણી ભોળી સમાજ આવી આયાતી સંસ્કૃતિને ઘૂંટણિયે હતી જે ને આંખોથી આંખો ને ખભે થી ખભો મેળવવા  ૧૯૫૬મા બાબા સાહેબે આપણા સમાજની લાખોની મેદની સાથે ધર્મ પરિવર્તન કર્યો. ને આવી આયાતી સંસ્કૃતિનો બહિષ્કાર કરતા સમાજને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી જે ને ભૂલવી કેમ….

આયાતી સંસ્કૃતિની પરંપરાઓ હોય કે ધાર્મિક વિધિઓ મા ફસાવીને બસ આપણા લોકો ને આવા કાલ્પનિક ભુત અને ભગવાન ના ડર બતાવી બતાવી ને પેઢી દર પેઢીને ગુલામ રાખવાની એક સાજીસ દેખાય છે , આપણી સમાજમા પ્રવર્તી રહેલી આવી આયાતી સંકૃતિને આપણે જડમૂળથી ઉખાડી ફેકવી જોઈએ ને આવા ગૂંચડામાંથી બહાર આવવું જોઈએ ત્યારેજ આપણે આત્મનિર્ભર કહેવાઈશું. આજના જીવંત ઉદાહરણ ની જેમ આપણા સમાજમાં કોઈપણ ઠેકાણે SC/ST સમાજના લોકો સાથે અમાનુષી ઘટના ઘટે ત્યારે  ‘આત્મનિર્ભર’ શસ્ત્ર ની પેટ આપણા પણ બાળકો , યુવાઓ, વયોવૃદ્ધ , સ્ત્રીઓ તમામે ભેગા થઈને  ‘ભીમાસ્ત્ર’ ઉઠાવવું જોઈએ ને આવી આયાતી સંસ્કૃતિનો ત્યાગ કરી બુદ્ધ ધમ્મને માર્ગે પોતાનું જીવન કલ્યાણ કરવું જોઈએ.

એટલેજ હું કહું છું  અનુસૂચિત જાતિ, જન-જાતિમાં આત્મનિર્ભરતા કેટલે  ને ક્યારે? 

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સાથે સાથે  મારી  કવિતાની થોડીક પંક્તિઓ..
લાચાર હતો છું ને રહીશ તું ને તારી પેઢીક્યાં સુધી રહીશ તું,ડરી  ધ્રુજી ને સંતાયેલોજાતિઓના કોયડામા ફસાયેલોહણાયેલો, પછડાયેલોને લજ્જાયેલોકયા સુધી ઠોયા ની માફક ઉભો રહીશઆજે પણ લૂંટાય છે લાજ તારા મા બેન દીકરીનીકયા સુધી ઢોર ની માફક ખુન્ટે બંધાયેલો રહીશઆજે પણ તું કરતો રહે છે વેઠ ને ગુલામીકયા સુધી ફસાયેલો રહીશ તું ઢોંગી ધર્મના કીચડમાં ને કયા સુધી વગાડતો રહીશ ઘંટીડ્યું ને મંજીરાભાંગ તારી બીક કર સિંહ ગર્જના આગળ આવી ને કર ભીમ ગર્જનારક્ષણ કરી તું રક્ષક બનઉધમ સિંહ ને ફુલન દેવી જેમ ઉઠાવ ફાંટાકડીપકડ ભીમની જેમ તું પણ કલમતું શિક્ષિત ને સંગઠિત બનબાબા સાહેબ, પેરિયાર,માન્યાવર કાંસીરામ જેમઆટલું બસ છે પછી જો તારા દુષમનોની સામે આંખોથી આખો મેળવીશ તું ખભો થી ખભો મિલાવીશ તુંનીડર એવો લીડર બનીશ તું…….

વિજય વાઘેલા 8780347022

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. પ્રવિણ says:

    લેખમાં મુખ્ય વિષયથી વિપરિત છે, વાસ્તવમાં આ એખમાં સરકારની અનુ સૂચિત જાતી વિકાસ ફંડ, યોજનાઓ, કેટલા દલીતો વર્ષાંતે લાભ લેય, મુખ્ય વસ્તીના કેટલા ટકા, સવર્ણ સમાજ કેટલા બીજનેશમાં આગળ છે, જેવી આંકડાકીય માહિતી સાથેનો આ લેખ હોવો જોઈતો હતો,

Leave a Reply

Your email address will not be published.