કોરોના | ધર્મ કે વિજ્ઞાન?

Wjatsapp
Telegram

બાઈબલ, કુરાન, વેદો, અને અગણિત ધાર્મિક પુસ્તકો તથા વાર્તાઓ લગાતાર સદીઓથી એક જ ધૂન વગાડીને માનવને સમજાવી રહ્યા છે કે, આપણે મૃત્યુ પામીએ છીએ કેમ કે ભગવાન આપણને આપણું કાર્ય પૂરું થયા બાદ આ દુનિયા પર આ સૃષ્ટિ પર વધુ દુખો સહન કરવા રોકી રાખવા નથી માંગતો. ભગવાન મૃત્યુને નાથવા માંગે છે પણ તે માટે હજુ સમય નથી થયો. કદાચ ભગવાન કોઈ અવતાર લઇને આ મૃત્યુને પરાસ્ત કરશે ત્યારે માનવજાત મૃત્યુના ભયથી સંપૂર્ણ મુક્ત થશે. કેટલીક અમરત્વની કથાઓ પણ તમે વાંચી હશે..પણ તે બધી માં કોઈ તથ્ય નથી.. ધર્મ એટલે મનમાં ઉઠેલા ક્રાંતિકારી સવાલને દબાવી દેવાનું કામ કરતુ ચાલાક લોકોનું તંત્ર છે.

તમે વિજ્ઞાન તરફ નજર કરો. વિજ્ઞાનની આ ચાર સદીની ક્રાંતિ તરફ નજર કરો. મૃત્યુ એ કોઈ દૈવી પ્રકોપ નથી રહ્યું. તે હવે એક યાંત્રિક સમસ્યા છે. ભગવાન બોલાવે છે એટલે માનવ મૃત્યુ પામે છે એવું વિજ્ઞાન માનતું નથી. વિજ્ઞાન કહે છે શરીરમાં કોઈ યાંત્રિક ખોટકો આવ્યો એટલે માનવ મૃત્યુ પામ્યો. હૃદય સુધી રક્ત પહોચાડવાનો પંપ ખરાબ થયો. રક્તકણો માં ખરાબી આવી તો કેન્સર થયું. ફેફસામાં કોઈ જીવલેણ વાયરસ પ્રવેશી ગયો. દારૂ પીવાના કારણે લીવર ગયું. આ બધા મૃત્યુ પામવાના ટેકનીકલ કારણો છે. અને આ બધાના ઈલાજો વિજ્ઞાન પાસે છે. તમારે ગેરેજમાં ગાડી સમયસર લઇ જવી જરૂરી છે. વિજ્ઞાન કહે છે યાંત્રિક સમસ્યા નું યાંત્રિક સોલ્યુશન છે. આપણે મૃત્યુથી બચવા કોઈ મસીહા કે અવતારની રાહ જોવાની હવે કોઈ જરૂર નથી. એક નાનકડી લેબ અને ઓપરેશન થીયેટર આ કામ કરી લેશે. જો હૃદય ખરાબ હશે તો નવું પેસમેકર મૂકી દઈશું અથવા નવું દિલ જ લગાવી દઈશું. કેન્સર ના કણો વધી ગયા હશે તો રેડીયેશનથી કાઢી નાખીશું. બેક્ટેરિયા વાયરસ થી પણ બીવાની જરૂર નથી..આપણે રસીઓ બનાવી લઈશું.

એ સાચું છે કે હાલમાં આપણી પાસે દરેક સમસ્યાનું સમાધાન નથી. પણ આપણે તેના ઉપર પૂષ્કળ મહેનત કરી રહ્યા છીએ. વિજ્ઞાનના માટે સર્વોત્તમ માનવ મસ્તક એ છે કે જે મૃત્યુ ના અર્થ અને ફિલસુફી સમજાવવા કરતા તેને પરાસ્ત કરવામાં સમય વ્યતીત કરે. એટલે વિજ્ઞાન ફાલતું ફિલસૂફીમાં સમય બરબાદ કર્યા વિના જીવન કેવી રીતે લાંબુ અને આનંદદાયક જીવી શકાય તે માટે નક્કર પ્રયત્નો કરે છે. તેઓ માઈક્રોબાયોલોજી, ફીઝીઓલોજી, અને જીનેટિક સાયન્સમાં ખુબ આગળ વધી રહ્યા છે. રોગ થવાની ઉમર વધવાની સમસ્યાઓ માટે કેટલાય પ્રયોગો અને પરીક્ષણો કરી રહ્યા છે. અને કેટલીય ક્રાંતિકારી દવાઓ અને ઈલાજ પદ્ધતિઓ રજુ કરી રહ્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વિજ્ઞાનની આ ક્રાંતિકારી સફરની છેલ્લી બે સદી ના આંકડા જુઓ તો તમને ખયાલ આવશે. ૧૦૦ વરસ પહેલા મનુષ્યનું આયુષ્ય વિશ્વકક્ષાએ એવરેજ ૪૦ વરસ હતું. જે વધી ને વિશ્વકક્ષાએ ૭૨ વરસ થયું છે. વિકસિત દેશોમાં તેની એવરેજ ૮૦ થી વધારે છે. વિશ્વમાં બાળ મૃત્યુદર ૧/૩ હતો. વીસમી સદીમાં દર ત્રીજું બાળક પંદર વર્ષની વય વટાવી નહોતું શકતું. કોઈ ઓરી અછબડા માં મારી જતું તો મરડા કે ઝાડામાં દમ તોડી દેતા. ઇંગ્લેન્ડ ની જ વાત કરો તો અઢારમી સદીમાં દર ૧૦૦૦ બાળકોમાં ૧૫૦ બાળક પ્રથમ એક વરસમાં જ ગુજરી જતા. અને માત્ર ૬૦૦ બાળકો ૧૬મી જન્મતિથી ઉજવી શકતા હતા. આજે ત્યાં ૧૦૦૦ બાળકોએ માત્ર પાંચ બાળકો જ મૃત્યુ પામે છે. અને બાકી ના તમામ બાળકો પુખ્તવયના થઇ લાંબુ આયુષ્ય ભોગવે છે.

વિજ્ઞાનની આ સફળતાએ લોકોની વિચારવાની આદત બદલી નાખી. વિજ્ઞાને ધર્મના તમામ પાખંડોને ઉઘાડા કર્યા.. લોકો ધર્મ ને બાજુ પર મૂકી અર્થ અને કામ ને પ્રાધાન્ય આપવા લાગ્યા..અને પછી ઉદારવાદી, સમાજવાદી, ફેમીનીસ્ટ લોકોનો જન્મ થવા લાગ્યો..!!

લેખક – વિજય મકવાણા (એડવોકેટ -વડી અદાલત, સુરેન્દ્રનગર)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Govind Maru says:

  વહાલા સમ્પાદકશ્રી,
  આપની વેબસાઈટ ‘SHARUAAT’ના કેટલાક લેખો મને ગમ્યા… સરસ છે. ગુજરાતીમાં કમીટમેન્ટ સાથે–પુરી સમર્પીતતાથી, ‘રૅશનાલીઝમ’ અને ‘વૈજ્ઞાનીક અભીગમ’નો અવીરત પ્રચાર–પ્રસાર કરતો એકમાત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ છે. મારી અનુકુળતાએ ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર ‘રૅશનલ જોડણી’ (એક જ ‘ઈ’ અને ‘ઉ’)માં આપની વેબસાઈટના લેખો પ્રગટ કરવાની મારી ઈચ્છા છે. હું દરેક લેખમાં લેખક અને પ્રકાશકશ્રીનું પુરું નામ, ફોન નંબર અને ઈ–મેઈલ આઈડી સહીતનું સૌજન્ય સ્વીકારું છું. તે માટે મારે લેખકની અનુમતી મેળવવાની થાય છે. જેથી દરેક લેખકના નામ સાથે ઈ.મેલ આઈડી અને વોટ્સએપ નમ્બર લખવા વીનન્તી છે.
  ધન્યવાદ.
  –ગોવીન્દ મારુ
  સેલફોન : 9537880066

  • Sharuaat says:

   આપશ્રી,અમારા કોઈપણ આર્ટિકલ અમને પૂછ્યા વગર sharuaat.com અને લેખકશ્રીના સૌજન્ય સાથે લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.