ભોંઠા પડો

હોમ કર્યા, હવન કર્યા,તાવા કર્યા,
તોય અપમાનિત થાતો રહ્યો,
હવે તો અભરખો છોડો,
માથે ગણપતિ મૂકીને નાચતો રહ્યો,
તોય ગામમાં રહેવા દીધો નહિ,
હવે તો ગણપતિને છોડો,
સતનારણ ની કથામાં ખર્ચાતો રહ્યો,
તોય માણસ તરીકેય ગણ્યો નહિ,
હવે તો સતનારણ ને છોડો,
અગિયારસ પૂનમ ભરતો રહ્યો,
તોય માતાજી કામ ના લાગી,
હવે તો માતાજીને છોડો,
મુરત જોયા ચોઘડિયા જોયા,
તોય ઠોકરો ખાતા રહ્યા,
હવે તો અંધશ્રધા છોડો,
કાણ દીધી, માંડલાના બારમા કર્યા,
તોય પૂર્વજને પાણી પોગ્યું નહિ,
હવે તો લખલૂટ ખર્ચા છોડો,
ટીલા ટપકા કરી, ઘંટડી વગાડી બોવ,
તોય અશપૃશ્ય તો મટ્યો નહિ,
હવે તો જરાક ભોંઠા પડો.