શરૂઆત-૧ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Hindu Dharm Grantho ma kachro lakhyo chhe
Wjatsapp
Telegram

તારીખ: ૦૪/૦૬/૨૦૨૦, ગુરુવાર.

અમેરિકામાં એક કાળાની ગોરા પોલીસ દ્વારા ગળા પર પગ મૂકીને હત્યા કરી દેવાતા કાળા લોકોએ આ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો અને તેમની સાથે ગોરા લોકો પણ રસ્તા પર ઉતર્યા. આખું અમેરિકા ભડકે બળ્યું. પેલા હત્યારા ગોરા પોલીસને તેની ગોરી પત્નીએ મૌખિક ડિવોર્સ આપી દીધા છે અને કોર્ટમાં પ્રોસેસ માટે ફાઇલ પણ મૂકી દીધી.

george floyd killing us protest
American Police Apologies

અમેરિકન પોલીસે પોતાના ડિપાર્ટમેન્ટના માણસ દ્વારા રંગભેદ કરાતાં આ ઘટના માટે ઘૂંટણીએ પડીને દેશવસીઓની માંફી માંગી છે.

શુ ભારતમાં આવું થાય છે ખરું?
જાતિવાદના લીધે કોઈ દલિતની હત્યા કરવામાં આવી હોય તો શું હિંદુઓ રેલી, ધરણા, પ્રદર્શન કરે છે ખરાં? જાતે તો ના કરે પણ શું હિંદુઓ અમેરિકાના ગોરા લોકોની જેમ મોટી સંખ્યામાં દલિતો સાથે જોડાય છે ખરાં? શુ હિંદુઓ ક્યારેય પોતાના ધર્મના જાતિવાદી લોકો તરફથી માંફી માંગે છે ખરાં? શુ કોઈ જાતિવાદી વ્યક્તિની પત્ની જાતિગત ભેદભાવ કરવા બદલ પોતાના પતિને છુટાછેડા આપે છે ખરા?

આવું નથી થતું ને? કેમ નથી થતું?

કારણ કે જાતિવાદ એ હિંદુ ધર્મગ્રંથોમાંથી હિંદુ પ્રજામાં ઉતરી આવ્યો છે. જેને પવિત્ર ધર્મગ્રંથો માનવામાં આવે છે એ વેદો, પુરાણો, સ્મૃતિઓ, વિગેરે અનૈતિકતાથી ભરેલા પડ્યા છે. જાતિવાદથી ખદબદે છે. સ્ત્રી-પુરુષ અસમાનતા ગંધાય છે.

અને એટલે જ મેં ફેસબુક પર આ કાળા-ગોરા રંગભેદ સાથે ભારતના જાતિવાદની સરખામણી કરીને લખ્યું ,
“જાતિવાદ મુર્દાબાદ
હિંદુ ધર્મ મુર્દાબાદ”

અને એ પણ લખ્યું કે,
“હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે”

પણ,
કટ્ટર હિંદુઓએ ના તો પેલા કાળા-ગોરા રંગભેદથી કોઈ લેવાદેવા છે કે ના તો જાતિવાદ મુર્દાબાદથી કોઈ લેવા દેવા છે. બસ! “હિંદુ ધર્મ મુર્દાબાદ” કેમ લખ્યું? “કચરો” કેમ લખ્યું? એનો જાણ્યા સમજ્યા વગર મારો વિરોધ કરે છે.

જે પુસ્તકો તમને જાતિ-જાતિ વચ્ચે ભેદ કરવાનું શીખવતા હોય, જે પુસ્તકો તમને બ્રાહ્મણ ઊંચો (સર્વશ્રેષ્ઠ) અને શુદ્ર (મહેનત મજૂરી વાળો એમાંય મોટેભાગે ઓબીસી વર્ગ) ને નીચો ગણતા હોય. જે પુસ્તકો તમને સ્ત્રીઓ તુચ્છ છે, ભરોસાપાત્ર નથી, સહજ રીતે જ ચારિત્રવાળી નથી, સ્ત્રીઓને જન્મથી જ સ્વભાવગત દુર્ગુણો ભરેલી છે, તેવું સમજાવતા હોય તે ગ્રંથોને “ધર્મ ગ્રંથો” કેવી રીતે કહેવાય? આવા લખાણોને કચરો નહિ તો બીજું શું કહેવાય?

એક “મિકી” નામના અને બીજા “મયંક ગાંડો” નામના મહેસાણાના બે વ્યક્તિઓએ મને તેમના ફોનથી ફોન કરીને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી, પણ તેઓ જાતિવાદ ઉપર એક શબ્દ સુધ્ધાં ના બોલ્યા.

એટલું જ નહીં,
સોશ્યલ મીડિયામાં “હિંદુ વિચાર મંચ” સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ “રાજ વીરેન્દ્ર શેઠ” નામના વ્યક્તિએ સુરત પીલીસમાં ફરિયાદ આપી છે. “શિવસેના”ના ગોધરા પ્રમુખ રાહુલ શિંદે અને “હિંદુ યુવા વાહીની”ના પંચમહાલ જિલ્લા અધ્યક્ષ દિનેશ પરમારે પણ પોલીસમાં અરજી આપી છે અને તેમાં મને “અસામાજિક તત્વ” લખ્યો છે.

મતલબ હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો હોય અને તે તરફ સમાજનું ધ્યાન દોરીએ, તેનો વિરોધ કરીએ તો અમે અસામાજિક તત્વ? જો હું અસામાજિક તત્વ તો સદીઓથી હિંદુઓ જાતિવાદ કરતાં આવ્યા છે અને આજે પણ જેઓ કરી રહ્યા છે, તે કોણ? આવા લોકોને ધાર્મિક કહેવાય?

હું આ સમગ્ર સમસ્યાનું મૂળ હિંદુ ધર્મ ગ્રંથોને માનું છું. જે ભાઈચારો શીખવતા નથી, સમાનતા શીખવતા નથી, ઊંચ નીચ શીખવે છે, સ્ત્રી-પુરુષમાં ભેદભાવ શીખવે છે અને જેમાં આવું બધું લખેલ હોય તેને હું ચોક્કસપણે કચરો માનું છું. અને તમારે પણ કચરો જ માનવું જોઈએ.

તો સવાલ થાય કે,
“કૌશિકભાઈ કયા ધર્મગ્રંથોમાં કઈ-કઈ જગ્યાએ કચરો લખેલ છે?”

ઓબવીયસલી,
જ્યારે દાવો હું કરું છું તો જવાબ આપવાની જવાબદારી પણ મારી જ રહે છે. તો આજથી આપણે આર્ટિકલની સિરીઝ શરૂ કરીએ છીએ. રોજ કોઈ એક હિંદુ ધર્મગ્રંથની વાત કરીશું, અધ્યાય-શ્લોક સાથે માહિતી આપીશુ અને ક્યાં, કઈ જગ્યાએ હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે તેની સાબિતી આપીશું.

તમારે બસ એટલું જ કરવાનું કે,
આર્ટિકલ વાંચો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો અને આર્ટિકલ સ્પ્રેડ કરો, વધુમાં વધુ લોકોને વંચાવો.

“Annihilation of Caste” નામના પુસ્તકમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે કે,
“The Hindus hold to the sacredness of the social order. Caste has a divine basis. You must therefore destroy the sacredness and divinity with which caste has become invested. In the last analysis, this means you must destroy the authority of the Shastras and Vedas.”

Dr. B. R. Ambedkar Volume No.1 & Page no.69

Source

ગુજરાતીમાં અનુવાદ:

“હિંદુઓ પોતાની સામાજિક વ્યવસ્થાને પવિત્ર માને છે. જાતિપ્રથાને પવિત્ર ઈશ્વરીય વિધાન માને છે. એટલા માટે જ જાતિપ્રથા સાથે જોડાયેલી પવિત્રતા અને ઈશ્વરીય વિધાનની ભાવના ખતમ કરવી જરૂરી છે. મારું અંતિમ અવલોકન એ છે કે, તમારે શાસ્ત્રો અને વેદોની પ્રમાણિકતાનું નામો નિશાન મિટાવવું પડશે.”

Dr babasaheb ambedkar equality quates sharuaat

હું સમજુ છું કે,
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ઉપરનું વિધાન આપણા માટે પૂરતું છે આ આર્ટિકલની સિરીઝ શરૂ કરવા માટે. રોજ એક આર્ટિકલ લખીશું. તમે વાંચજો અને અન્ય લોકોને પણ વંચાવજો. ભારતમાંથી જાતિવાદ ખતમ કરવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

નિયમિત આર્ટિકલ વાંચવા અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જરૂરથી જોડાજો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

નોંધ : હિંદુઓએ, કટ્ટર હિંદુઓએ પોતાના ધર્મ ગ્રંથો વાંચવા જોઈએ. તમને ખબર જ નથી કે તમે ધર્મના નામે કેવાં અધર્મનું પાલન કરી રહ્યા છો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

40 Responses

 1. બળદેવ ચાવડા says:

  જોરદાર…

 2. parmar vicky says:

  jay bhim 💙
  tmare post mate to darroj wait kru chu kem ke kai k to ama hoi che ke je kyare vachiyu nthi and tme je moklo cho a bv smjva layk che .

 3. દિનેશભાઇ વાળા says:

  કૌશિકભાઈ સાહેબ , વૈચારિક ક્રાંતિ થઈ રહી છે , આપની ઓડીઓ કલીપો સાંભળી ને લોકો પ્રેરિત થઈ રહ્યા છે સચ્ચાઈ લખવાથી ડરવું નહિ સમાજ આપનો ઋણી રહેશે એવું કાર્ય શરૂઆત કરી છે એ બદલ આપને સેલ્યુટ કરું.

 4. Narendra says:

  Bhai tame je karya kari rahya 6o te bahuj saru 6 ane tame bahu nidar pan 6o Bhai tamne haju ghani muskilo Pan avse pan tamne badhi musibato thi bhagvan nahi Mara baba shaheb nu savidhan bhachavse Best of luck
  And
  Good job bhai
  I’m proud of you

 5. Bablu Chanchani says:

  બહુ સરસ મોટા ભાઈ(કૌશિક ભાઈ)..
  તમે સમાજ માટે બહુજ સરસ કાર્ય કરી રહ્યા છો અને હું અપેક્ષા રાખું છું કે તમે આવી પોસ્ટો કરો અને સમાજ મા પરિવર્તન લાવો અને બીજા માણસો પણ પરિવર્તન લાવો……..જય ભીમ……..

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

   • Sharuaat says:

    આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

    • Yogesh parmar says:

     આવી પોસ્ટ માટે બહુ રાહ જોઈ
     તમે આવુજ કંઈક મુકતા રેહજો, બહુજ ઇંટ્રેસ્ટ પડે છે આવી પોસ્ટ વાંચવાની, અને ઘણું બધું જાણવા પણ મળે છે, ખુબજ સરસ કામ કરો છો બહુજન માટે.. જોરદાર હો કૌશિક ભાઈ

    • Gordhan says:

     Thanks for providing Dr. Ambedkar books, article and other documents… Thanks

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 6. G k Makwana says:

  ખુબ જ સરસ કૌશિકભાઈ
  તમારી દરેક પોસ્ટ માં તથ્ય હોય છે
  આને ફરિયાદ કરનાર ને જોરદાર જવાબ આપ્યો છે
  જય ભીમ

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 7. Prakashbhai Vankar says:

  સરસ કૌશિક ભાઈ પણ આ હિન્દુ ધર્મ ના ઠેકેદાર ઓ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ નથી.

  • Sharuaat says:

   આપના કિંમતી અભિપ્રાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 8. Vipul Parmar says:

  Je loko Virodh Kari rahya chhe ane karva mange chhe . A loko a kamse kaam 1 vaar to samaj bouj joiye ke potani samaj ni su history chhe ane Hindu Dharma na Grantho ma m ni su vule chhe. Women’s a to khas. Thank you Kaushikbhai loko nu dhyan Sachi hakikat taraf dorva mate.

  • Sharuaat says:

   આપના કિંમતી અભિપ્રાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 9. Senma hiteshkumar kantibhai says:

  जय भीम कौशिक भाई
  हंमेशा तमारी नवी पोस्ट माटे अमे राह जोशो…
  बाबा साहेब वॉल्यूम विशे तमाम माहिती आपो प्लीज

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો, લગભગ 2 મહિનામાં પહેલું વોલ્યુમ બહાર પાડીસુ.

 10. Senma hiteshkumar kantibhai says:

  हमेंशा तमारी नवी पोस्ट माटे आतुर रहु छू साहेब जय भीम आप आगे बढ़ो हम तुम्हारे साथ है कौशिकभाई साहेब जय भीम

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 11. Rohit karm says:

  જાતિવાદ માનવતાને હાનિ કરનારું મહા દૂષણ છે. એ ખતમ થવું જોઈએ. એ માટે થનારા તમામ પ્રયાસોને હું સહમતિ આપું છું.
  લખતા રહો…અવિરત લખતા રહો… ડર્યા વિના હિંમતપૂર્વક સત્યને ઉજાગર કરતા રહો..
  હું આપની સાથે છું.
  – રોહિત “કર્મ “

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 12. મેહુલ says:

  ખૂબ સરસ શરૂઆત….
  ઘણા માણસો એ આ સમજવા ની જરૂર છે.
  તમારું પગલું ખૂબ આવકાર્ય છે.
  જયભીમ.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 13. Chandresh sagar says:

  બાબાસાહેબ નું વોલ્યુમ નંબર 8 દરેક હિન્દુઓએ વાંચી જવું જોઈએ.
  દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
  મારે અત્યારે હાલમાં વાચવાનું ચાલુ જ છે.
  આ પુસ્તકમાં બાબાસાહેબે હિન્દુ ધર્મને સવાલોના કઠેડામાં ઊભો કરી દીધો છે.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 14. ધર્મ સમાનતા, બંધુતા અને ઉત્તકર્ષ તરફ લઈ જાય તો તે સાચો ધર્મ છે. જો તે માણનારા બધા સાથે બેસી ના શકે, રોટી બેટી નો વેવાર ના કરી શકે તો તે પાખંડ છે. તેને હું ધર્મ માનતો નથી. હાલ બધા ધર્મો દેખાડો કરે છે પણ વાસ્તવમાં તેઓ ખોખલી દૂષિત માનસિકતા ધરાવે છે. તેઓના ભક્તો અનુઆયી વગેરે પણ તેનું પાલન કરતા દેખાય છે. તમારી વાત લોકો શુધી પહોંચે તેવી શુભેચ્છાઓ.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 15. હિન્દૂ ધર્મ ગ્રંથોની ગૂઢ વાતોને સમજવીએ વેસ્ટર્ન કલ્ચરની ગુલામી સાથે જીવતા લોકોની તાકાત નથી. જે બીજાની ગુલામી નીચે જીવે છે, તેનું જીવન જ કચરા જેવું છે, તેથી તેને બધા માં કચરો જ દેખાય છે,

 16. શૈલેશ પરમાર says:

  અમને પણ નવું નવું જાણવા મળશે ..
  જય ભીમ સાહેબ

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 17. solanki prakash says:

  jay bhim

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 18. કેતન પરમાર says:

  હું બહુંજન સમાજ માં આવું છું અને મને જ્યાર થી હિંદુ ધર્મ ની હકીકત સમજાવવા લાગી ત્યાર થી મે બધું છોડી દીધું છે અને જે બહુજન સમાજ ના લોકો એમને પણ સત્ય હકીકત થી માહિત ગાર કરાવવા માગું છું પણ અપૂરતું જ્ઞાન હોવાથી નતો કરી શકતો પણ હવે તમારા આ આર્ટિકલ ને વાંચીશ તો બહુ જાણવા મળશે અને લોકો ને જાગૃત પણ કરી શકીશ એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય ભીમ

  • અરુણ કે.પટેલ says:

   સત્ય ઉજાગર કરવું તે આપણી સૌની ફરજ છે. કોઈને સમજાય કે ના સમજાય એ અલગ વાત છે.હું પોતે એટલું તો ચોક્કસ માનુ છું કે આપણો ધર્મ બકવાસ ના હોત તો સમાનતા સામે ઉભો રહ્યો હોત…

   • Sharuaat says:

    આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 19. Mithilesh says:

  હંમેશા તમારી નવી પોસ્ટ માટે આતુર રહું છું. અદ્વુત

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.