શરૂઆત-૨ | હિન્દૂ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Wjatsapp
Telegram

હું છેલ્લા એક વર્ષથી ફેસબુક પર લખું છું કે, “હિંદુ ધર્મ નહિ, અધર્મ છે. મુઠ્ઠીભર લોકોની નીચ રાજનીતિ છે.”

આમાં, ચાર બાબતો પર મેં ભાર આપ્યો છે. (૧) હિંદુ ધર્મ નથી. (૨) હિંદુ ધર્મના નામે અધર્મ છે. (૩) હિંદુ રાજનીતિ છે. અને (૪) રાજનીતિમાં પણ “નીચ રાજનીતિ”નો પ્રકાર છે.

અને આ જ બાબતે આ વર્ષના અંતમાં કે 2021ની શરૂઆમાં એક પુસ્તક લખવાનો પણ વિચાર કર્યો હતો. જેમાં હિંદુ શબ્દની ઉત્પત્તિ, મારી મચેડીને ધર્મ કેવી રીતે બનાવવામાં આવ્યો, ધર્મના નામે મુઠ્ઠીભર લોકોએ કેવી રીતે બહુમત લોકોનું શોષણ કર્યું, સમય સમય પર કેવી રીતે સુધારા વધારા કર્યા, વૈદિક સમયમાં એ લોકો શુ કરતા હતા અને આજે શુ કરે છે, બૌદ્ધો અને વૈદીકો વચ્ચેનો સંઘર્ષ, હિંદુ ધર્મમાં ગણાતા સંપ્રદાયો વચ્ચેનો સંઘર્ષ, હિંદુ ધર્મમાં ગણાતા સંપ્રદાયો વિશે માહિતી, આ બધ્ધુ જ આવરી લેવાનો હતો.

તદુપરાંત,
આ ધર્મ ગ્રંથો આજે પણ આખા દેશને કેવી રીતે નડી રહ્યા છે, ભારતીય સમાજ પર કેવી કેવી ભયાનક અસરો પાડે છે, ભારતીય સમાજ પર પડનારી સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક અને શૈક્ષણીક અસરો અને એ પણ આજના સંદર્ભમાં, એ પણ હું જોડે જોડે લખવાનો હતો.

આજે છેલ્લા થોડા દિવસમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે અને રોજ એક આર્ટિકલ લખવાની જરૂરિયાત ઉભી થઈ છે, તે જોતા “હિંદુ રાજનીતિ” ના ઉપરોક્ત વિષયને આપણે આ આર્ટિકલોમાં આવરી લઈશું.

હવે,
આ પુસ્તક નથી પણ આર્ટિકલોની સિરીઝ છે એટલે પુસ્તકમાં જેમ એક પછી એક, તબક્કાવાર વિષય સમજાવવામાં આવે, અનુક્રમણિકા મુજબ લખાય, તેમ આ આર્ટિકલ સિરીઝમાં થઈ શકશે નહીં. સાથે સાથે ઘણી વાર સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈને આર્ટિકલ લખીશું કે જેથી વાચક સરળતાથી વિષય-વસ્તુ સમજી શકે, તે માટે પણ આપણે અનુક્રમણિકાનું પાલન કરી શકીએ તેમ નથી.

આપણે પ્રયત્ન કરીશું કે,
આર્ટિકલોની સળંગતતા (continuity) જળવાઈ રહે પણ આ તબક્કે હું કોઈ ખાતરી આપી શકું તેમ નથી. એટલું નક્કી કે ઉપર જણાવ્યા મુજબના બધા જ વિષયો આપણે ચોક્કસ આવરી લઈશું. જ્યારે પૂરતા પ્રમાણમાં આર્ટિકલ થઈ જશે ત્યારે તેને અનુક્રમણિકા મુજબ ગોઠવીને આપણે પુસ્તક રૂપે ચોક્કસ પ્રકાશિત કરીશું.

અમુક લોકો મુસ્લિમો વિરુદ્ધ હિંદુઓને ભડકાવવા બાબાસાહેબના ગ્રંથ “પાકિસ્તાન અથવા હિંદના ભાગલા” Thoughts On Pakistan નો ભરપૂર દુરુપયોગ કરે છે પણ એ જ ગ્રંથમાં લખેલી આ વાત તમને જણાવતા નથી. જે આજના અઘોષિત ઈમરજન્સીના સમયમાં ખૂબ જ લાગુ પડે છે. બાબાસાહેબે શુ લખ્યું છે તે વાંચો.

“If Hindu Raj does become a fact, it will, no doubt, be the greatest calamity for this country. No matter what the Hindus say. Hinduism is a menace to liberty, equality and fraternity. On that account it is incompatible with democracy. Hindu Raj must be prevented at any cost.”

Dr. Babasaheb Ambedkar Volume No. 8, Page No. 358

Source
Dr. Babasaheb Ambedkar : Writings and speeches Volume no.8 , Page no.358

ગુજરાતી અનુવાદ:

“જો હિંદુરાજ હકીકત બને તો નિઃશંક તે આ દેશની મોટામાં મોટી આપત્તિ હશે. હિંદુઓ ગમે તે કહે પણ હિંદુ ધર્મ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે જોખમકારક છે. તેથી જ તે લોકશાહી સાથે મેળ ખાતો નથી. કોઈપણ હિસાબે હિંદુરાજ રોકવું જોઈએ.”

તમે અંદાજ લગાવો કે બાબાસાહેબ કેટલા દૂરદ્રષ્ટિ ધરાવનાર મહામાનવ હતા. આજે જ્યારે દેશમાં હિંદુ, હિંદુત્વ, હિંદુરાષ્ટ્રના નામે ઉન્માદ ચરમ સીમા પર છે ત્યારે, આ વિષય પર હું પુરી ગંભીરતા સાથે લખવાનો છું. અને ભવિષ્યમાં આવનાર દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છું.

હું લખતો રહીશ,
તમે વાંચતા રહેજો,
સ્પ્રેડ કરતાં રહેજો,
અને આ મુદ્દાઓને અન્ય લોકો સાથે ચર્ચા પણ કરજો.

આપ લોકો રોજ વાંચો, વિચારો અને અન્યોને ફોરવર્ડ કરો, એ જ મારા માટે શ્રેષ્ઠ મદદ છે, એમ સમજી વધુમાં વધુ લોકો સુધી મારા વિચારો પહોંચાડજો.

આ સાથે પ્રસ્તાવના પુરી કરીએ છીએ અને આવતી કાલથી તમને પહેલો આર્ટિકલ વાંચવા મળશે.

તારીખ: ૦૫/૦૬/૨૦૨૦

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જય ભીમ જય ભારત

✍️ કૌશિક શરૂઆત

અગાઉનો આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

14 Responses

 1. Yogesh parmar says:

  કૌશિકભાઈ સુ ગીતા માં પણ બહુજનો શુદ્રો વિશે કઈ અભદ્ર લખેલુ છે..??

  તમારા ધ્યાન માં હોઈ તો જણાવજો પ્લીઝ

 2. રાજેશ રાજન says:

  આગળ વધો ખૂબજ સુંદર લખો છો.. જરૂર છે.. આવા લખાણ ની..

 3. Dharmendra says:

  કૌશિક ભાઈ તમે બામસેફ નો વિરોધ કરો છો, બામસેફ વામન મેશ્રાંમ સાહેબનો.. પણ તમને એ ખબર નથી કે વામન સાહેબ કેટલા પ્રયત્નો કરે છે લોકોને સમજાવવાની કે સમસ્યા અને સમાધાન શું છે.. તમે પણ એજ કરો છો પણ બામસેફ નો વિરોધ કરીને…😊 જેટલું તમને ખબર છે એટલું અમને પણ ખબર છે સમસ્યા શું છે, ક્યાં છે, શું કરવાનું છે પણ તમે ખુલી ને બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદ વિશે બોલી નથી સકતા… કહો લોકોને કે બ્રાહ્મણો એ જ સમાજનું સર્વનાશ કર્યો છે…

 4. Varan says:

  Saheb tame lakhta j rejo ame Tamari sathe j hiye.. Koi nathi darvani jarur Nathi.. Aazad thya to Aazad thai ne j resu…

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 5. Rohit Karm says:

  આગે બઢો..

  • Sharuaat says:

   આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 6. Rohit Karm says:

  આગે બઢો…

 7. Dilip says:

  કૌશિક સાહેબ ખૂબ જ સરસ આર્ટીકલ લખો છો..આ બધા આર્ટિકલ ની એક એક પીડીએફ પણ બનાવજો..

  • Sharuaat says:

   આપના કિંમતી અભિપ્રાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 8. Sahdev Parsodiya says:

  જય ભીમ..
  તમારા આર્ટીકલ થી અમને ગણું જાણવા મળશે..

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ આભાર મોટાભાઈ, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.