શ્રધ્ધા, અંધશ્રધ્ધા કે ધર્મના નામે અંધકારમય જીવન

દુનિયામાં જ્યારે એક બાળકનો જન્મ થાય છે. ત્યારે એજ બાળકમાં કોઈ ડોક્ટર, એન્જિનિયર, ક્રિકેટર, વિજ્ઞાાનીક કે એક મોટો વ્યવસાયિકનો પણ જન્મ થતો હોય છે. દરેક બાળકનુ દિમાગ પાંચ થી છ વર્ષની ઉંમર સુધી ફક્ત કોરી સ્લેટ હોય છે. તેને જે પણ શીખવાડો, તે આ સમય દરમિયાન તેના દિમાગમાં ફીટ કરી લેતો હોય છે. નાના બાળકો પોતાના પરિવારના લોકોને પોતાનો આદર્શ માને છે અને તેમના જેવુંજ અનુસરે છે. નાના બાળકોને ઇશ્વર, ભૂત – પ્રેત જેવુ કઈ હશે તેવી જાણ પણ નથી હોતી.
તેમને આ બધુ મળે છે તેમના આસપાસના વાતાવરણમાંથી. નાના બાળકો ને જન્મના કેટલાક કલાકમાં જ નૈવધથી લઈ પાંચ વર્ષના પૂર્ણન સુધીમાં બાબરી જેવી ધાર્મિકતાથી બાંધી લેવામાં આવે છે. આ બાળક પણ આવા ધાર્મિક રિવાજો ને સમજવા લાગે છે. પોતાના સામાજિક જીવનનો હિસ્સો માનીને આવા ધાર્મિક રિવાજોનુ ગ્રહણ કરતો જાય છે. હવે આ બાળક વિજ્ઞાાનીક સિદ્ધાંતોને ભૂલી એક આધ્યાત્મિક માર્ગ તરફ વધતો જાય છે. કોઈ કાર્ય થાય, કે પછી ના થાય તો તેની પાછળનો જવાબદાર ઇશ્વરની મંજૂરીને માનતો જાય છે. પણ આ બાળક દ્વારા થવુ એમ જોઈતુ હતુ, કે કોઈ કામ કેમ થયુ ગયુ અને કોઈ કામ કેમ ના થયુ? તેની પર બાળક દ્વારા વિચાર થવો જોઈતો હતો. જેમ જેમ આ બાળક મોટો થતો જાય છે તેમ તેમ આ બાળક હવે પોતાના દ્વારા કરેલા કાર્યો પર વિશ્વાસ ના રાખીને પોતાના નસીબ પર વિશ્વાસ રાખતો થાય છે.
બસ, અહીંયા જ, જે બાળકનો જન્મ થયો હતો. એજ બાળકમાં કોઈ ડોક્ટર, એન્જિનિયર, ક્રિકેટર, વિજ્ઞાાનીક કે એક મોટો વ્યવસાયિકનો પણ જન્મ થયો હતો. હવે ફક્ત બાળક જીવે છે અને બાકી બધા મરી જાય છે.
હકીકતમાં જોઈએ તો બાકી બધાની હત્યા થાય છે અને તેની હત્યા આપણે જ કરી રહ્યા છે, અને આ હત્યામાં આપણે ઉપયોગ કરીએ છીએ તે હથિયાર છે અંધશ્રદ્ધા અને તેને પોષનાર ધર્મો.
દેશના દરેક નાગરિકે હવે વિચાર કરવો જરૂરી છે, કે એ જે ધર્મમાં માને છે, તે ધર્મ છે કે ધંધો? વિચાર કરવો જરૂરી છે.
– રાજુ પ્રીતમપુરા