એમાં આપણને શું ફાયદો?

article 370
Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

રામુ કોન્ટ્રાક્ટર : શું ચાલે છે શેઠ ? ઘણા ખુશ લાગો છો ને આજકાલ. 
શેઠ : અલ્યા 370 હતી છે, કાશ્મીર માંથી. તો ખુશ થવાનું જ હોય ને,
રામુ; લે તો એમાં આપણને શું ફાયદો ?
શેઠ: પહેલા આપણે કોઈ કાશ્મીરમાં જમીન કે પ્રોપર્ટી ખરીદી ખરીદવાના હક નહોતા , પણ હવે ખરીદી શકાશે. 
રામુ : ઓહો સરસ, શેઠ તો તો હવે તમારી સોસાયટીમાં મને પણ મકાન મળે ને? 
કે હજુ આપણા ત્યાં એવી કોઈ કલમ હટવાની નથી ?
શેઠ: અલ્યા જોતો ઉપરની ગેલેરીમાં તો હજુ કલરના ધબ્બા દેખાય છે. બધું સરખું કરજે તો જ પૈસા મળશે અને હા જલ્દી પૂરું કર અને નીકળ હવે ક્યારનું કામ ચાલુ કર્યું છે પતાવતો જ નથી.
( શેઠે બાજુમાં જઈને સેક્રેટરીને ફોન લગાવ્યો , ભાઈ પેલા શાંતિલાલે મકાન વેચવા કાઢ્યું છે. કોઈ ગમેતેવા આવી ના જાય ધ્યાન આપતા રેહજો ) 
સેક્રેટરી: આપણી સોસાયટી છે કાશ્મીર સમજી રાખી છે શું?

Jitendra Dinguja 01 જીતેન્દ્ર વાઘેલા

You may also like...

Leave a Reply

Your email address will not be published.