સામાજીક એકતા જાગૃતિ મિશનની પ્રદેશ કારોબારી સમિતિની બેઠક યોજાઈ

સામાજીક એકતા જાગૃતિ મિશનની પ્રદેશ કારોબારી સમિતિની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ..!!
વ્યવસ્થા પરીવર્તનના ઉદ્દેશ્ય સાથે સામાજીક એકતા જાગૃતિ મિશન દેશના ઘણાં રાજ્યોમાં કામ કરે છે.
આજ રોજ તારીખ 16/06/2020ના દિવસે સર્કીટ હાઉસ ગાંધીનગર મુકામે સામાજીક એકતા જાગૃતિ મિશનની ગુજરાત પ્રદેશની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2020-2021ના વર્ષ માટે નવા પદાધિકારીઓને નિમણુંકો આપવામાં આવી છે.
કારોબારી બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશના પ્રભારી સુશ્રી ભાવના રાઠોડ, અધ્યક્ષ સુશ્રી પાયલ હિંદુસ્તાની, મહાસચિવ સુશ્રી કિર્તી રાઠોડ, કાયદા સચિવ એડવોકેટ ધનવંતી જાદવ, નાણાં સચિવ સુશ્રી જાગૃતિ ઠક્કર, મીડિયા સચિવ સુશ્રી કાજલ ચાવડા, કાર્યાલય સચિવ સુશ્રી જશોદા પરમાર, ખાસ આમંત્રિત સદસ્ય સુશ્રી રેખા રાઠોડ, ખાસ આમંત્રિત સદસ્ય સુશ્રી દિક્ષિતા વાધેલા, પુર્વ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી એડવોકેટ કરશન રાઠોડ, પશ્વિમ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી સુખદેવ રાઠોડ, મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી શ્રી પ્રિયાંક રોહિત, અસ્પૃશ્યતા નિવારણ શિબિરના પ્રભારી શ્રી તુષાર સોલંકી, પુર્વ મહાસચિવ શ્રી ફરહાન સૈયદ, પુર્વ મહાસચિવ શ્રી ચેતન ઢુંઢીયા સહિતના તમામ કારોબારી સદસ્યો, ઝોનલ કોર્ડીનેટરો તથા તમામ જીલ્લાના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળના પ્રભારી શ્રી ચિરાગ પરીખ અને રાજસ્થાન, પંજાબ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રભારી શ્રી ભીમજી બેડવા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સામાજીક એકતા જાગૃતિ મિશનની પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં નવા તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, સાથે સાથે પ્રદેશના પુર્વ પદાધિકારીઓ તથા રાજ્યના તમામ ઝોનના પ્રભારીઓને તથા તમામ જીલ્લા અધ્યક્ષોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
એક તરફ જ્યાં કેટલાક રુઢીવાદી લોકો મહિલાઓને કમજોર સમજી રહ્યા છે ત્યારે સામાજીક એકતા જાગૃતિ મિશનએ ગુજરાત પ્રદેશનું એક માત્ર એવું સંગઠન છે કે, જેમાં કારોબારી સમિતિનું સંપૂર્ણ સંચાલન અને રાજ્યવ્યાપી સંગઠનનું નેતૃત્વ સર્વ સમાજની મહિલાઓ જ કરે છે.
સર્વ સમાજના લોકોના હિતને ધ્યાનમાં રાખી અને આજની બેઠક અંતર્ગત રાજ્યમાં અલગ અલગ કુલ છ આંદોલનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિર, મજદુર અધિકાર સંમેલન, મહિલા સ્વાભિમાન સંમેલન, કિન્નર અધિકાર સભા, વિચરતી વિમુક્ત જાતિ કલ્યાણ સંમેલન, બિન અનામત અધિકાર સંમેલન અને સર્વ સમાજ ભાઈચારા સંમેલન જેવા કાર્યક્રમો રાજ્યના તમામ ગામડાંઓ અને શહેરોમાં ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઇ આવનારા દિવસોમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે, તે બાબતે આજની કારોબારી સમિતિમાં ઠરાવવામાં આવ્યું.
આજની બેઠકમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ધાર્મિક લધુમતી તેમજ સવર્ણ સમાજ ના આર્થિક રીતે ગરીબ લોકો ની સમસ્યાઓના ઉકેલ માટે ગ્રાસ રુટ લેવલ પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આજની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ જીલ્લાઓના પ્રભારીઓ અને અધ્યક્ષોને સામાજીક એકતા જાગૃતિ મિશન સંગઠનના મિશન અને વિઝન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી.
સામાજીક એકતા જાગૃતિ મિશન સંગઠનએ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, દમણ-દીવ અને દાદરા નગર હવેલી સહિતના રાજ્યોમાં સમાજ પરિવર્તનનું કામ કરનારું મજબૂત સંગઠન છે.
હવે પછી ની પ્રદેશ કારોબારી સમિતિની બેઠક આવતા મહીને યોજવામાં આવશે..!!