કરજણ (વડોદરા)ના ભીમ સૈનિકોનો ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ માટેનો સંઘર્ષ

Wjatsapp
Telegram

બહુજન સમાજના ઉધ્ધારક, ધ સિમ્બોલ ઓફ નૉલેજ, યુગ પ્રવર્તક, મહામાનવ, ભારત રત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર સાહેબે આધુનિક ભારતની રચના કરવામાં સિંહ ફાળો આપ્યો હતો અને પોતાનાનું આખું જીવન વ્યતીત કરી દીધું હતું. બાબાસાહેબ સમાનતા, સ્વતંત્રતા, બંધુતાના હીમાયત હતાં, ભારત દેશના સંપુર્ણ અને સવૉગી વિકાસ માટે મહત્વના બિલો પાસ કરાવ્યા હતા..ભારત દેશ ના પ્રથમ કાનુન મંત્રી શ્રી તરીકે મહત્વ ની ફરજ બજાવી હતી..તેમ છતાં પણ આ મનુવાદી લોકો એ બાબાસાહેબ ને ફક્ત દલિત સમાજના નેતા તરીકે સિમીત કરી દિધા છે, હાલ માં પણ બાબાસાહેબ ની વિચારધારા ને તેમના ભારત દેશ માટે કરેલા મહત્વ ના કાયૉને દબાવી રાખવાના વ્યથૅ પ્રયત્નો કરી રહ્યા છે.આજે પણ બાબાસાહેબ ની પ્રતિમા આ મનુવાદી લોકો તોડી નાખે, પ્રતિમા સાથે અડપલા કરી રહ્યા છે.. અને કોઈ જગ્યા ઉપર બાબાસાહેબ ની પ્રતિમા પ્રસ્થાપિત થતી હોય એમાં વિરોધ કરે છે.. પોતાના અહમ અને ઈગો બતાવવા માટે બિનજરૂરી વાંધો વ્યક્ત કરે છે.જેનુ ઉત્તમ ઉદાહરણ હું આ લેખ માં જણાવવા માંગુ છું…

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રોળ થી ખુબ જ અંદરના વિસ્તારમાં આવેલું કાસમપુર ગામ..જે ગામને કરજણ તાલુકાના કેટલાક નાગરિકો એ પણ જોયું નથી.કયા આવ્યું છે એ પણ ધણા બધા મિત્રો ને ખબર ન હતી..આ ગામ માં અંદાજિત ૬૫૦ જેટલી વસ્તી વસવાટ કરે છે.આઝાદી ના આટલા વર્ષો સુધી આ ગામ માં ચુંટણી કરવામાં આવી ન હતી.ગામ માં ઉદા ભગતો જ પંચાયત નો વહીવટ કરતા આવ્યા છે.ગામ માં ઉદા ભગતો નું એક હથ્થું શાશન હતું.ઉદા ભગતો નક્કી કરે એજ સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવે.એમના નિર્ણય નો કોઈ વિરોધ પણ ના કરી શકે..

મોજે ગામ કાસમપુર ના નવયુવાનો માં સને ૨૦૧૫ ના વર્ષ થી બાબાસાહેબ આંબેડકરની વિચારધારા નો પ્રવેશ રસીકભાઈ, દિક્ષિતભાઈ, મયુરભાઈ, અશ્વિનભાઈ, વિનોદભાઈ, જેવા યુવા વર્ગ માં થયો.બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર કામ કરતા સંગઠન ના વિવિધ પ્રોગ્રામમાં ભાગ લીધો.બાબા સાહેબ તથા બહુજન નાયકો ના પુસ્તકો વાંચવા નું ચાલુ કર્યું.અભ્યાસ કરવા થી સાચી દિશા મળી, નવીન ઉજૉ નો સંચાર થયો, બાબાસાહેબ આંબેડકર અને બીજા અન્ય બહુજન નાયકો ની વિચારધારા ની સાચી માહિતી ગામ ના બીજા નવયુવાનો,માતા બહેન,નાના ભુલકાઓ અને વડીલો સુધી પહોંચાડી.. દલીત તથા આદિવાસી સમાજ ના તમામ નાગરિકોને સંગઠીત કયૉ..નાત જાત ના ભેદભાવ દૂર કયૉ, પેટા-જ્ઞાતિવાદ ના વાળા ને જળમુળ માંથી કાઢી નાખવા માં આવ્યો.એકતા નો નાદ ગુંજી ઉઠ્યા… ધીમે ધીમે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ને ગામ માં વેગ મળ્યો… એક દિવસ કાસમપુર ના મુલનિવાસી સમાજ ના નવયુવાનો ભેગા થયા અને બાબાસાહેબ ની પ્રતિમા ગામ માં પ્રસ્થાપિત કરવાનું નક્કી કર્યું.. મુલ નિવાસી સમાજ ના તમામ નાગરિકોએ આ ઉમદા વિચાર આવકારી લીધો…

કાસમપુર ગામ ની ભાગોળ માં આવેલ જગ્યાએ ની પસંદગી કરી.તા-.૨૮/૦૯/૨૦૧૮.રોજ ચોહાણ જીગ્નેશભાઈ એ ગ્રામપંચાયત માં અરજી કરીને જગ્યા ની માંગણી કરી.ગામ પંચાયત એ સામાન્ય સભામાં અરજી વંચાણે લીધી. અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જીગ્નેશભાઈ ની બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ની જગ્યા ની ફાળવણી માટે કરેલ અરજી ને મંજુર કરવામાં આવી હતી…

કાસમપુર ગ્રામપંચાયતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માટે ની જગ્યા માટે કરવામાં આવેલ ઠરાવ ને રદ કરવા માટેના ગામ ના ઉદા ભગતો દ્વારા તા-૦૩/૧૧/૨૦૧૮ ના રોજ તાલુકાના અધિકારીશ્રી સમક્ષ વિવાદ અરજ દાખલ કરી હતી.તાલુકા વિકાસ અધિકારી શ્રી એ તા- ૦૩/૧૧/૨૦૧૮ ના રોજ હુકમ ફરમાવે છે કે જ્યાં સુધી વિવાદ અરજ નો નિકાલ ના થાય ત્યાં સુધી વિવાદ વાળી જગ્યા પર કોઈ પ્રવૃત્તિ કરવી નય.યથાવત પરીસ્થીતી રાખવી.તેવો હુકમ ગ્રામપંચાયતના સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રી ને પાઠવ્યો હતો..આ બાબત ની જાણ મુલ નિવાસી સમાજ ના નવયુવાનો ને થતાં તેમની ખુશી નું મોજું એકા એક ચિંતાગ્રસ્ત છાવણીમાં ફેરવાયું ગયું હતું.. નવયુવાનો કરજણ ખાતે વસવાટ કરતા રાજુભાઈ વસાવા ને મળ્યા હતા ત્યારે રાજુભાઈ એ આશ્ર્વાસન આપ્યું કે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી.હુ તમારી સાથે છું.આપણે બાબાસાહેબ ના વંશજો છીએ આપણે પણ કાયદાકીય પ્રવૃતિઓ નો સામનો કરીશું..કરજણ તાલુકા પંચાયત કચેરી નો સંપર્ક કયૉ.તાલુકા વિકાસ અધિકારી શ્રી ની જગ્યા ખાલી હતી.. દેસાઈ સાહેબ ને મળ્યા તેઓ સાથે આ બાબતે ચર્ચા કરી.તેઓ શ્રી એ જણાવ્યું કે અમો તપાસ કરીશું.. ત્યારબાદ થોડા દિવસ પછી પાછા કરજણ તાલુકા પંચાયત કચેરી નો સંપર્ક કયૉ હતો અને જણાવ્યું કે જે અરજી આવી છે એ અરજી ની શું તપાસ કરવામાં આવી તો દેસાઈ સાહેબ જણાવ્યું કે શાંતી રાખો તાલુકા પંચાયત પાસે પુરતો સ્ટાફ નથી અમારી પાસે બોજ પેન્ડીગ કામ છે…આમ વારંવાર તાલુકાના ધરમ ના ધક્કા ખાવા છતાં પણ કોઈ જ યોગ્ય જવાબ મળતો ન હતો..લેખીત તથા મોખીક રજુઆત કલેકટર સાહેબ, જીલ્લા પંચાયત કચેરી, પ્રાંત અધિકારી શ્રી,મામલતદાર શ્રી,કરજણ પોલીસ સ્ટેશન જેવા લાગતા વળગતા તમામ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી.. પરંતુ કોઈ અધિકાર શ્રી એ આ બાબતે ધ્યાન દોર્યું ન હતું.તાલુકા વિકાસ અધિકારીશ્રી ને મળવા માટે કલાકો સુધી ઓફિસ ની બહાર ઉભું રહેવું પડે.કેટલીક વાર મુલાકાત માટે ટાઇમ ફાળવણી કરે અને કેટલીક વાર મુલાકાત માટે ટાઇમ ના આપે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ માટેનો સંઘર્ષ, કરજણ, વડોદરા

આ વિવાદ વચ્ચે ગામ ના રેગ્યુલર તલાટી કમ મંત્રી અ ચોક્કસ મુદતની રજા ઉપર ઉતરી ગયા.કાસમપુર ગામ નો ચાર્જ લેવા માટે કોઈ તલાટી તૈયાર ના થાય.અધિકારીઓ વાત સાંભળી રહ્યા ન હતા.મનુવાદી વહીવટી તંત્ર બાય બાય આયણી ચારણી જેવી રમત રમ્યા કરે ખોટી રીતે દિવસો પસાર કયૉ કરે તાલુકાના અધિકારી મુળ અરજી ની કોઈ તપાસ ના કરે.કાસમપુર ના નવ યુવાનો કપરી પરિસ્થિતિમાં મુકાઇ ગયા આવે શું કરવું..સમય અને નાણાં નો વ્યય થતો હતો.પણ આ જાળી ચામડી ના અધિકારી શ્રી ઓનુ પેટ નું પાણી પણ હાલતું ન હતું.

મુળ નિવાસી એકતા મંચ ના નેજા હેઠળ તારીખ-. ૦૯/૦૧/૨૦૧૯ ના રોજ અલ્ટીમૈન્ટ જાહેર કરવામાં આવ્યું..અને આ અલ્ટીમેન્મ ના કારણે તાલુકાના વહીવટી તંત્ર ની આંખો ઉઘડી અને રાતોરાત વિવાદ અરજ લગત હુકમ ફરમાવ્યો..અને એમાં બે શરતો મુકવામાં આવી (૧) ગ્રામસભા માં બહાલી અને (૨) માગૅ અને મકાન વિભાગની મંજૂરી મેળવી ને પ્રતિમા સ્થાપિત કરવી…આ અરસામાં ગામ ના સરપંચ રાજીનામું આપે છે..ડે.. સરપંચ ના હાથ માં વહીવટી આવે છે.. તલાટી ની નિમણુક કરવામાં આવતી નથી.. ગ્રામસભા યોજાતી નથી તલાટી વિના ગામ નો વિકાસ ખોરંભે ચડી જાય છે..પ્રતિમા પ્રસ્થાપિત કરી શકાતી નથી..કાયદા ની આટી ધુટી માં અનેક દિવસો પસાર થતા જાય છે..અને સરપંચ ની જગ્યા ખાલી પડતાં ચુંટણી ની જાહેરાત થાય છે.. મોજે ગામ કાશમપુર ગામમાં સૌ પ્રથમ વખત સરપંચ ની ચુંટણી થાય છે.. વસાવા દિક્ષિત ભાઇ માનસીગભાઇ ચુંટણી માં જીત મેળવી હતી.નવા ચુંટાયેલા સરપંચ શ્રી પંચાયત નો વહીવટ સંભાળે છે પણ તલાટી વિના ની ગ્રામપંચાયત પેટ્રોલ વિના ની ગાડી સમાન બની જાય છે..નવા નિમાયેલા સરપંચ શ્રી તાલુકા પંચાયત ખાતે વારંવાર તલાટી ની નિમણુક કરવા માટે રજુઆત કરે છે લાગતા વળગતા અધિકારીઓ ને પણ મૌખિક તથા લેખીત રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય…મુલ નિવાસી એકતા મંચ દ્રારા પણ લેખીત મૌખીક રજુઆત કરવામાં આવી હતી..પણ વહીવટી તંત્ર દ્વારા નરવા કુજરવા જેવા જવાબો મળતા હતા.તલાટી ની નિમણુક ના થવા થી ગ્રામસભા ના એજન્ડા કાઠી શકતા ન હતા.તાલુકા પંચાયત ના અધિકારી શ્રી ઓ તથા જીલ્લા નું વહીવટી તંત્ર રાજકીય પક્ષો ને વશ થઈ ગયા હોય એમ લાગી રહ્યું હતું.. કોઈ ના દબાણ માં આવી ગયા હોય એમ સાબિત થઈ રહ્યું હતું.. બાબાસાહેબ આંબેડકરના બંધારણના આધારે નોકરી કરતા અધિકારી શ્રી ઓ પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવા નુ ભુલી ગયા હતાં..

મુલ નિવાસી એકતા મંચ સંયોજક મિનેષભાઈ ના નેજા હેઠળ તા-૨૯/૦૭/૨૦૧૯ ના રોજ આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રી ને આપી ને આખરી અલ્ટીમેન્ટ જાહેર કરવામાં કે તલાટી કમ મંત્રી શ્રી ની નિમણુક કરવામાં આવે નહીં તો અમો જાતે આ તારીખે પ્રતિમા નું લોકાર્પણ કરીશું..આ આવેદનપત્ર આપ્યા બાદ તાલુકાનુ વહીવટી તંત્ર જાગ્યું અને કાસમપુર ગામ માં તલાટી કમ મંત્રી શ્રી ની નિમણુક કરવામાં આવી.. ત્યારે બાદ ચાજૅ લિધેલ તલાટી શ્રી ગામસભા ના એજન્ડા તૈયાર કરી ગામ માં વિતરણ કરાવ્યા.તા-૨૩/૦૮/૨૦૧૯ ના રોજ ગ્રામસભા પ્રાથમિક શાળા ના પંટાગણ માં યોજવામાં આવી હતી કુલ ૩૨૮ (ત્રણસો અઠાવીસ) મતદારો હાજર હતા.. પ્રતિમા પ્રસ્થાપિત કરવાના તરફેણમાં કુલ- ૨૨૨ (બસો બાવીસ) મત તેમજ ૨૧૭( બસો સત્તર) લેખિત સમથૅન આપ્યું હતું. તથા પ્રતિમા પ્રસ્થાપિત ન કરવા ના તરફેણમાં કુલ. ૧૦૬ (એકસો છ) મત પડ્યા હતા…

Struggle for dr baba saheb ambedkar statue in Karajan vadodara

આ લેખ પાછળ નું મુખ્ય તાત્પર્ય એક જ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ બાબાસાહેબ આંબેડકરનો વિરોધ ભણેલા ગણેલા શિક્ષિત લોકો કરે છે.અને આ મનુવાદી શાશન એમને પ્રોત્સાહન આપે છે..વિરોધ કરવાનું કોઈ કારણ ન હોવા છતાં પણ વિરોધ કરનારા ને તંત્ર એ મદદ કરી…ધણા લાંબા સંઘર્ષ બાદ તારીખ-૦૮/૦૯/૨૦૧૯ ના રોજ રંગેચંગે ઉજવણી કરી આ પ્રસંગે મુળ નિવાસી એકતા મંચ ના સંયોજક મિનેષભાઈ, રાજુભાઈ સહિત ખુબ મોટી સંખ્યામાં મુલનિવાસી એકતા મંચ ના સહકન્વીનરો એ હાજરી આપી હતી અને કાસમપુર ગામ માં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.. આઝાદી ના આટલા વર્ષો બાદ પણ આ મનુવાદી શાશન પ્રશાસન ના લોકો આડકતરી રીતે પણ બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કરી રહ્યા છે.એક પ્રતિમા સ્થાપિત કરવા માટે ૧૧ મહીના સુધી સંધર્ષ કયૉ હતો.કાસમપુર ગામની મુલનિવાસી સમાજ ની એકતા સામે મનુવાદ ના અહમ ની હાર થઈ હતી…

આંબેડકર વાદ એક એવી સ્પીગ છે કે જેટલી દબાવસો એટલી વધુ તાકાત થી ઉછળશે…જય ભીમ..

મિનેષ પરમાર (એડવોકેટ)
મુળ નિવાસી એકતા મંચ કરજણ…

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.