આત્મહત્યા | નેગેટિવ વિચારો આવે તો આટલું કરજો

Wjatsapp
Telegram

સુશાંતસિંહ રાજપૂત એટલે અમારા માટે તો રીલ લાઈફનો મહેન્દ્રસિંહ ધોની અને એનું મુવી છીછોરે એટલે દુનિયાના દરેક માતાપિતા અને વિદ્યાર્થી માટે આઇડીયલ કે, “આત્મહત્યા ના કરશો” અને એ મુવીનો જ ડાયલોગ કે, આપડે સકસેસ પછી ના તો પ્લાન બનાવીએ છીએ પણ જો ફેલ થયા તો એની સાથે કેમનું ડીલ કરવું એ અમારો બની ગયેલો સેલ્ફ મેડ સુશાંત જ આત્મહત્યા કરી લે એટલે ધ્રાસકો લાગવો સ્વાભાવિક છે. આંખમાંથી પાણી આવી ગયું, ડફોળો જે ડેડબોડીના ફોટો વાયરલ કરે છે.

કારણ શું? કેમ આવું? શું કરવું? જવાબ તો કદાચ મારી પાસે બી નથી કે ના ડોક્ટર જોડે પણ હું તમને એક સ્ટોરી કહું, કદાચ તમને જવાબ મળી જશે કરવું શું?

દુનિયાની સૌથી કીમતી વસ્તુ ગણો તો હેપ્પીનેસ છે. જે ફેમિલી અને મિત્રો સાથે જ મળી શકે છે. પૈસા, નામ, હોદ્દો જરૂરી છે પણ જીવન થી વધારે નથી. એવા ઘણા ગરીબ જોયા છે જેમની જોડે રૂપિયા સિવાય કઈજ નથી. આ ડીપ્રેસન હોય કે ગમે તેવું દુખ પરંતુ મારા મતે કહું તો આ એકલા રહેવાના કારણે ફેમીલી સાથે, મિત્રો સાથે રહી ને પણ અલગ(isolate) રહેવાથી આત્મહત્યા જેવા વિચારો આવી શકે છે. કોઈ પણ દુખ એવું મોટું નથી હોતું કે ના કોઈ એવી તકલીફ મોટી હોય છે જે શેયર ના કરી શકીએ.

મારું જ ઉદાહરણ આપું તો, મારા ખુદના જીવનમાં મેં જેટલી તકલીફ જેટલું સ્ટ્રગલ અને મારા આજુબાજુના એટલે કે મારા મિત્રો કે મારૂ ફેમીલી મારા પપ્પાએ સ્ટ્રગલ જોયું છે અને ફિલ કર્યું છે અને એમાંથી અમે લોકો હસતા હસતા બહાર પણ નીકળ્યા જ છીએ અને પાછું કૈક નવું પણ આવી જાય. પણ આ આપણી સરાઉન્ડિંગમાં જે દસ થી બાર જણા હોય મારા માટે, મારા પપ્પા અને મારા બંને મિત્રો કે મારી ગર્લફ્રેન્ડ કે મારું ફેમીલી એટલે એટલી હાસ થાય કે ગમે તે થશે ભાઈ અને પપ્પા બેઠા છે મારો રાજ્યો હોય કે સુમીત્યો બેઠો છે અને એ બધા માટે લીન્કન્યો બેઠો છે ભલે અમે લોકો એક બીજાના દુખ દુર તો નથી જ કરી શકવાના પણ એક બીજા સાથે ડેઇલી કોન્ટેક્ટમાં રહીને શેયર કરીને આગળ વધવાની તાકાત અંદરથી ડેવેલોપ કરી ચુક્યા છીએ. મારા પપ્પાનું જ કહું તો એ આજાદી મળી છે એમાં હું હોય કે નાની બેન, પણ અમને કોઈ તકલીફ હોય એ અમે આસાનીથી પપ્પાને કઈ શકીએ છીએ અને એ મંજુર થાય જ. એમાં મારી ગર્લફ્રેન્ડનું મને ટેન્સન હોય તો પણ વાત શેયર કરી શકું એ વાતાવરણ બનાવવું ખુબ જરૂરી છે ઘરમાં.

રહી મિત્રોની વાત તો, અમે ત્રણે એવા છીએ જેમના આંતરીક દુખ અલગ જ જાતના છે જે અમારા ત્રણેયમાંથી એક ને કરોડોનો લોસ છે તો એક ને કરીયરની ચિંતા અને ઘરની તકલીફો. અને મારે શાંતિ નથી, મારા સપના, મારૂ કરીયર, મારા દુખ અને મારી ચિંતાઓ અલગ જાતની છે. પણ અમે ત્રણેય એટલા ગાઢ મિત્રો છીએ અને ડેઇલી કોન્ટેક્ટમાં રહીએ છીએ. એનાથી એક પણની તકલીફ દુર થતી નથી પણ અમે એક બીજા જોડે વાત કરીને સ્ટ્રેન્થ મેળવીએ છીએ. ત્રણેયને એમ જ હોય કે કઈ વાંધોની પેલા બંને બેઠા છે.

મારા ઘરમાં હું ટેન્સનમાં લાગતો હોવ અને મારી જોડે ફેમીલી પણ વાત ના કરી શકે એવું એમને ટેન્સન હોય તો સીધો ફોન રાજ ને જાય અને એના ઘરે એને ગમે એવું ડીપ્રેસન હોય તોય સીધો ફોન મને આવે કે લિંકન સાચવી લેજે આટલું આ જરૂરી છે જીવનમાં.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મારા જીવન વિશે જ કહું તો હું એ ફેલ વ્યક્તિ હતો કે જે કંઈજ ના કરી શકે એવું દુનિયા માની ચુકી હતી. એવા સંગ અને ભણવાથી ૩૬ નો આંકડો, પણ મારા માતાપિતા અને મારી ગર્લફ્રેન્ડ અને મારા મિત્રોએ મને ક્યાંથી ક્યાં કરેજ આપીને પહોંચાડ્યો. ૧૧ સાયન્સમાં ગણિતમાં ૨૩ માર્ક લાવનાર હું આજે ગોલ્ડ મેડલીસ્ટ અને ગેજેટેડ અધિકારી છું. ઘણા ઉતાર ચઢાવ જોયા અને મારા ઈન્ટરવ્યુંની આગળની રાત સૌથી ભયંકર, પણ પપ્પા અને મિત્રો અને ગર્લફ્રેન્ડના સપોર્ટથી એ દિવસ પણ સારો જ ગયો અને સૌથી ઉન્ચો સ્કોર કરી શક્યો. એના પછી તો આનું ગર્વ, જે તે સમાજનું ગર્વ પણ ઈમાનદારીથી કહું તો છેલ્લે તો આ જે ૧૦-૧૨ જણાથી ઝીંદગી સંકળાયેલી છે ત્યાં જ ખુશી મળે છે. હોદ્દો, રૂપિયા, સ્ટેટસ બધું ટેમ્પરરી છે પણ મને કોઇ દિવસ એમાંથી ખુશી મળી નથી. એટલે ટૂંકમાં કહું તો શાંતિ જાતે જ શોધવી પડશે. આપડે આપણા જેવા સાઉલ ફ્રેન્ડસ, ફ્રેન્ડ્સ, ફેમીલી, એમાંથી જ મળશે, બાકી હોદ્દો, રૂપિયા, નામ વગેરે જ ખાલી જરૂરી હોત તો આવી આત્મહત્યાઓ જોવા ના મળતી.

ટૂંકમાં એટલું કહેવા માગું છું કે નજીકનું વાતાવરણ સારું રાખો, ડેઇલી કોન્ટેક્ટમાં રહે તેવા સારા મિત્રો રાખો, ફમિલીમાં સારી રીતે વાત શેયર કરો, બધું સોર્ટ થઇ જશે.

✍️ લિંકન વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.