સુપ્રીમ કોર્ટ જેટલી સત્તા ધરાવતું આયોગ આજે ભંગાર હાલતમાં છે. કયુ આયોગ? કોણ જવાબદાર? વાંચો અને વંચાવો.

Wjatsapp
Telegram

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચના ભારતીય બંધારણના આર્ટિકલ 338 મુજબ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દીવાની પ્રકારની સુપ્રીમ કોર્ટ જેટલી સત્તા ધરાવે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જેમ દેશના ઘણાખરા રાજ્યોમાં, “રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ“ની રચના કરવામાં આવેલ છે. પણ, ગુજરાત રાજ્યમાં, રાજ્ય લેવલનું કોઈ આયોગ બનાવવામાં આવેલ નથી. જે દુર્ભાગ્યપૂર્ણ છે. જેથી, ઘણા સમયથી રાજ્યના વિવિધ સંગઠનોએ આ આયોગ બનાવવાની માંગણી કરેલ છે. 

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની શક્તિ અને સત્તા નામદાર સુપ્રીમ કોર્ટ જેટલી છે. જે કોઈપણ રાજ્ય પત્રિત અધિકારીને, નોટિસ કાઢી, આયોગ સમક્ષ હાજર રાખી, બંધારણના આર્ટિકલ 338 (8) મુજબ, સોગંધનામાં ઉપર તપાસીને, કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. અનુસૂચિત જાતિ આયોગને પોતાની કાર્યરીતિનું નિયમન કરવાની સત્તા છે.

“બંધારણ હેઠળ અથવા તત્સમયે પૂરતા અમલમાં હોય તેવા કોઈ બીજા કાયદા હેઠળ અથવા સરકારના કોઈ હુકમ અનુસૂચિત જાતિઓ માટે જોગવાઇ કરેલા સલામતીના પગલાંને લગતી તમામ બાબતોનું નિરીક્ષણ કરવું અને તેની દેખરેખ રાખવી અને એવા સલામતીના પગલાંનું મૂલ્યાંકન કરવું.”

પરંતુ, ઉપરોક્ત બંધારણીય જોગવાઇઓનું પાલન થતું નથી. અનુસૂચિત જાતિ અને તેમના હક્ક અને સલામતીના પગલાંથી વંચિત રાખવાની ફરિયાદોને તપાસ કરવાની સત્તા છે. અનુસૂચિત જાતિના લોકોના સામાજિક, આર્થિક વિકાસની યોજનામાં, રાજ્ય સરકારને સલાહ આપવી અને એ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું.

અનુસૂચિત જાતિના લોકોના રક્ષણ, કલ્યાણ, તેમજ સામાજિક આર્થિક રીતે સલામતીના અને અન્ય પગલાના અસરકારક અમલ માટે, ભારત સરકાર અને રાજ્ય સરકારોને અહેવાલો અને ભલામણો કરવી.

– સંસદ, રાષ્ટ્રપતિએ કરેલા કાયદાની જોગવાઈઓને આધીન રહીને રક્ષણ, કલ્યાણ અને આધુનિકરણના સંબંધમાં અન્ય કાર્યો કરવા.

– કોઈ ફરિયાદની તપાસ કરતી વખતે

1) દાવો ચલાવતા દીવાની ન્યાયાલયની તમામ સત્તા અને ખાસ કરીને નીચેની બાબતોના સંબધમાં
– ભારતના કોઈ ભાગમાંથી કોઈ વ્યક્તિને સમન્સથી બોલાવવાની અને તેમને હાજર રહેવા ફરજ પડવાની અને સોગંધનામાં ઉપર તપાસવાની.
ક) કોઈ દસ્તાવેજની શોધ કરવાની અને રજૂ કરવાનું ફરમાવવાની.
ખ) સોગંધનામાં ઉપર પુરાવો સ્વીકારવાની
ગ) કોઈ ન્યાયાલય કે કચેરીમાંથી કોઈ જાહેર દસ્તાવેજ અથવા તેની નકલ મંગાવવાની.
ઘ) સાક્ષીઓ અને દસ્તાવેજોની તપાસ માટે કમિશનો કાઢવાની
ચ) રાષ્ટ્રપતિ નિયમોથી નક્કી કરે તેવી અન્ય કોઈ બાબત અંગેની સત્તા રહશે.

કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી, તમામ મહત્વની નીતિ વિષયક બાબતો અંગે, અનુસૂચિત જાતિ આયોગ સાથે પરામર્શ કરશે.

ઉપરોક્ત બંધારણીય જોગવાઇ હોવા છતાં,

આજના સાપ્રંત સમયમાં, અનુસૂચિત જાતિ આયોગ એક બંધારણીય ઉચ્ચ સત્તામંડળ હોવા છતાં, આઝાદીના આટલા વર્ષો પછી પણ આયોગના મુખ્ય કાર્યાલય દિલ્હી સહિત દેશમાં 12 રાજ્યોમાં આવેલી પ્રાદેશિક કાર્યાલયની હાલત ખૂબ જ બદતર છે. કાર્યાલયોમાં પૂરતા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી.

તેમજ રાજ્યોના ઘણાખરા કાર્યાલયો હાલની સ્થિતિએ ભાડા કરાર ઉપર ચાલે છે. તે કાર્યાલયોમાં ઓફિસ ફર્નિચરની કોઈ સગવડો પણ નથી કે, કાર્યાલયોમાં “ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની” પણ સગવડ નથી.

દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગના ડાયરેક્ટર (નિયામક) ની નિમણુક કોન્ટ્રાક્ટ બેજ ઉપર થાય છે. અને આયોગની કામગીરી કરવા માટે આયોગમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની નિમણુક કરવામાં આવે છે.

અનુસૂચિત જાતિ આયોગમાં પિટિશન કરો કે લેખિત રજૂઆત કરો ત્યારે આયોગ જ્યારે જવાબદાર વિભાગને  પત્ર લખે છે, તે પત્ર ઉપરથી નોટિસ શબ્દ પણ  કાઢી નાખવામાં આવેલ છે કે નોટિસ શબ્દનો ઉપયોગ પણ કરતું નથી. જે બંધારણીય સંસ્થા માટે ખૂબ શરમજનક બાબત છે.

ગુજરાત રાજયની અનુસૂચિત જાતિ આયોગની ઓફિસ લાલ દરવાજા, માવલંકર હવેલીમા આવેલી છે. ત્યાં કોઈ કર્મચારી કાયમી નથી. ત્રણ કે ચાર કર્મચારી છે. એ બધા જ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છે. કોઈ સરકારી સાધન (વ્હિકલ) પણ આયોગ પાસે નથી.

આમ, દેશમા અનુસૂચિત જાતિની 16% ઉપર વસ્તી હોવા છતાં અને અનુસૂચિત જાતિના રક્ષણ, સંવર્ધન અને સંરક્ષણ માટે રચાયેલ બંધારણીય આયોગ સત્તામંડળ હોવા છતાં, વહીવટી સંસાધનોથી વંચિત રાખવાનું અને સુષુપ્ત અવસ્થામાં રાખવાનું કામ, આઝાદીના આટલા વર્ષો પછી સત્તાધારી પાર્ટીઓએ કર્યું છે. જેને જ્ઞાતિ નિર્મૂલન સમિતિ સખત શબ્દોમાં વખોડી નાંખે છે.

જેનાથી અનુસૂચિત જાતિના લોકોને ન્યાયથી વંચિત રાખવા, મૂળભૂત અધિકારોથી વંચિત રાખવા, વૈશ્વિક માનવ અધિકારો વંચિત રાખવા અને સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃત્તિક રીતે વંચિત રાખવા માટેનું, એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હવે, અનુસૂચિત જાતિ આયોગ બંધારણીય સંસ્થા હોય અને નામદાર સુપ્રીમ કોર્ટ જેટલી સક્ષમતા રાખતું હોય, એને સંસાધનોથી પુરા પાડવા અને એને સક્રિય કરવા, દેશના તમામ બહુજન સંગઠનોએ એક સૂરમાં માંગણી કરવી જોઈએ કે “રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઍક્ટ બનાવો”.

Sanjay-Parmar-Gyati-Nirmulan-Samiti-Convener-02સંજય પરમાર (જ્ઞાનીસ)
જ્ઞાતિ નિર્મૂલન સમિતિ
પ્રમુખ ગુજરાત રાજ્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Jsjsj says:

    Ncbc ni pan aaj halat che, koi sadyantra mate j banave che aa badha commison

Leave a Reply

Your email address will not be published.