સુરતના FDCA આસિસ્ટન્ટ કમિશ્નરે ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના કાળાબજારનો કર્યો પર્દાફાશ

ડ્રગ વિભાગના ભ્રષ્ટાચાર વિરુદ્ધ હંમેશા લખતો અને બોલતો રહ્યો છુ. જવલ્લે જ કોઈ અધિકારીએ તક આપી છે એમના વિશે સારૂ લખવાની પરંતુ તાજેતરમાં FDCA ના અધિકારીઓએ ટોસીલીઝુમેબ ઈન્જેક્શન ના કાળા બજારનો અને નકલી ઈન્જેક્શનના કૌભાંડનો પર્દાફાશ કર્યૌ છે એનાથી અન્ય અધિકારીઓ પણ જનહીત માટે કાંઈક સારૂ કરવા પ્રેરાય એ માટે આખી ઘટના રજુ કરુ છુ.

કોરોનાના કારણે ચારે તરફ ભય વાતાવરણ છે લોકો સાજા થવા માટે મોંઘીદાટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાના સિરીયસ દર્દીઓ માટે અકસીર ગણાતા ટોસીલીઝુમેબ અને રેમેડીસીવીર લોકો ઉંચી કિંમતે ખરીદતા હોવાની વાતો સાંભળવા મળતી હતી 40000 ની કિંમત નુ ઈન્જેક્શન આ ઈન્જેક્શન દર્દીઓ અથવા રીટેઈલમાં 33500 રૂપિયામાં આપવાનુ હોય છે એમ છતા આ ઈન્જેક્શન કાળાબજારમાઃ ખુબ ઉંચી કિંમતે વેચાઈ રહ્યા છે સુરતના FDCA આસિસ્ટન્ટ કમિશનર શ્રી.આર.એમ.પટેલ ને ટોસીલીઝુમેબ ના કાળાબજાર થતા હોવાની બાતમી મળતા છેલ્લા ત્રણ દિવસથી ડમી દર્દીઓ મોકલી ઈન્જેક્શન ખરીદવાના પ્રયાસો ચાલુ હતા. સ્ટોક ના હોવાથી આજે ઓર્ડર નોંધાવો તો બીજા દિવસે મળશે. એવા જવાબ મળતા. છેવટે ત્રણ ઈન્જેક્શન આવ્યા છે એવી માહિતી મળતા દર્દીને જરૂર છે કહી વારંવાર માંગણી કરતાં છેવટે 57000 રૂપિયા માં ઈન્જેક્શન આપવા સાર્થક ફાર્માના માલિક ઉમા કેજરીવાલે તૈયારી બતાવતાં FDCA આસિસ્ટન્ટ કમિશનર શ્રી આર.એમ.પટેલે તાત્કાલિક રૂપિયા અને પંચ તૈયાર કરી ડમી ગ્રાહક ને મોકલી સાર્થક ફાર્મામાંથી ત્રણ ટોસીલીઝુમેબ ઈન્જેક્શન કબજે કર્યા. સાર્થક ફાર્માના માલિકે આ ઈન્જેક્શન મિતુલ શાહ પાસેથી ખરીદેલ તપાસમાં આ ઈન્જેક્શન અમદાવાદના અમિત મંછારામાણી પાસેથી ખરીદાયા હોવાનુ ખુલતા અમદાવાદ ઝોન-1 ના આસિસ્ટન્ટ કમિશનર શ્રી વિઠ્ઠલભાઈ ડોબરીયા અને ઝોન -2 ના આસિસ્ટન્ટ કમિશનર જે.એ. પટેલ કરેલ તપાસમાં ઘનશ્યામ વ્યાસનુ નામ બહાર આવેલ જે સિવિલ હોસ્પિટલમાં ટી.બી વિભાગમા કોન્ટ્રાક્ટ ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. કમિશનર હેમંત કોશિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ ઘનશ્યામ વ્યાસે પ્રિસ્ક્રીપ્શન પુરુ પાડેલ જેના આધારે ઈન્જેક્શન ખરીદાયા હોવાની શક્યતા છે.
અત્યાર સુધી આ લોકોએ કેટલાય દર્દીઓને છાપેલી કિંમત કરતાં ઉંચા ભાવે ટોસીલીઝુમેબ વેચી આવી રીતે લુંટયા હશે? સુરતના આસિસ્ટન્ટ કમિશનર શ્રી આર.એમ.પટેલને સમય સુચકતા વાપરી આખા કૌભાંડનો પર્દાફાશ કરવા બદલ અભિનંદન આપવા પડે સાથે કાળાબજારિયાઓની આખી ચેનલને ખુલ્લી પાડવા બદલ અમદાવાદ ના બંને આસિસ્ટન્ટ કમિશનર શ્રી વિઠ્ઠલભાઈ ડોબરીયા અને શ્રી જે.એ.પટેલ પણ અભિનંદન ના એટલા જ હકદાર છે.
✍️ રજનીકાંત ભારતીય (પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ, 9725542874)