કોરોના સ્પેશ્યલ | ભલે વાયરસની બીકથી માસ્ક પહેર્યું પણ એ ડાકુથી ઉતરતી કક્ષાનો માણસ છે

પોતે વાયરસ થી સંક્રમિત ન થઈ જાય એ ડરથી તેના મોઢા પર માસ્ક છે. ખરેખર તો માસ્ક એ ઘણા વર્ષો પહેલાં પહેરી ચૂક્યો છે. માસ્ક આજકાલનો રૂપાળો શબ્દ છે. વાસ્તવમાં માસ્ક એટલે બુકાની. ચેહરો ઓળખાઈ ન જાય, ચેહરા પરના ભાવો પકડાઈ ન જાય, પાપ કર્યું હોય અથવા પાપ કરવાનું હોય ત્યારે અથવા સ્વકેન્દ્રી સ્વભાવના હોવાના કારણે ડીલ સાચવનાર માણસમાં ઝાઝી સુંવાળપ એકઠી થઈ ગઈ હોય ત્યારે લોકો બુકાની બાંધી લે છે.