તેઓ નેચર પ્રેમી છે કે ખાલી મોજમજા ને મસ્તી કરવા નીકળ્યા છે!?

ગુજરાતનાં ફેફસાં મતલબ દક્ષિણ ગુજરાતનાં જંગલો!!! 2016માં કોષમાળ ટ્રેકીંગના અડધે રસ્તેથી પાછા આવ્યા.
પ્રતિક્ષાએ આ સ્થળ વિષે પુરી માહીતી મેળવી હતી અને રવિવારે ટ્રેકીંગ પર જવાનું નકકી કર્યુ હતું. ચોમાસું ચાલું થાય એટલે તમને ડાંગના રસ્તે વાહનો દ્રારા કચડાયેલા સાપો રસ્તે નજરે પડે જ. એવો જ એક કોબરા આખા રસ્તા પર પથરાઇને ચાલતો જોવા મળ્યો ત્યારે તેની ખરેખર લંબાઈ વિષે ખ્યાલ આવ્યો.