કોરોના | ધર્મ કે વિજ્ઞાન?

આપણે મૃત્યુથી બચવા કોઈ મસીહા કે અવતારની રાહ જોવાની હવે કોઈ જરૂર નથી. એક નાનકડી લેબ અને ઓપરેશન થીયેટર આ કામ કરી લેશે. બોલાવે છે એટલે માનવ મૃત્યુ પામે છે એવું વિજ્ઞાન માનતું નથી. વિજ્ઞાન કહે છે શરીરમાં કોઈ યાંત્રિક ખોટકો આવ્યો એટલે માનવ મૃત્યુ પામ્યો. હૃદય સુધી રક્ત પહોચાડવાનો પંપ ખરાબ થયો. રક્તકણો માં ખરાબી આવી તો કેન્સર થયું. ફેફસામાં કોઈ જીવલેણ વાયરસ પ્રવેશી ગયો.