કવિતા | ચાલ છે બધી…!
પુરુષ પ્રધાન સમાજ સામે સવાલનો પર્વત ઊભી કરવાની,
જ્વાળાની જેમ આક્રોશ ફાટી નીકળશે સ્ત્રીઓમાં,
એ આક્રોશ સાથે પુરુષ પ્રધાન સમાજ તોડી,
એક સુંદર સમાજની રચના થવાની…!
વાંચવાની, લખવાની, બોલવાની
પુરુષ પ્રધાન સમાજ સામે સવાલનો પર્વત ઊભી કરવાની,
જ્વાળાની જેમ આક્રોશ ફાટી નીકળશે સ્ત્રીઓમાં,
એ આક્રોશ સાથે પુરુષ પ્રધાન સમાજ તોડી,
એક સુંદર સમાજની રચના થવાની…!
ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે. પણ તેમાં ધ્યાનથી જાેશો તો ખ્યાલ આવશે કે આજની તારીખે પણ તેમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી છે. સંસદમાં માત્ર ૧૨ ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત ૯ ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન ૧૪૦માંથી ૧૦૩મું છે. આવું કેમ?
તો આજના યુવાનોને અને ખાસ કરીને મહિલાઓને સવાલ થવો સ્વાભાવિક છે કે, આજે તો એવું બધું ઘણું ઓછું થઈ ગયું છે અથવા રહ્યું જ નથી, એ કોના પ્રતાપે? તો જવાબ છે “હિંદુ કોડ બિલ”ના પ્રતાપે કે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું.
એક તરફ જ્યાં કેટલાક રુઢીવાદી લોકો મહિલાઓને કમજોર સમજી રહ્યા છે ત્યારે સામાજીક એકતા જાગૃતિ મિશનએ ગુજરાત પ્રદેશનું એક માત્ર એવું સંગઠન છે કે, જેમાં કારોબારી સમિતિનું સંપૂર્ણ સંચાલન અને રાજ્યવ્યાપી સંગઠનનું નેતૃત્વ સર્વ સમાજની મહિલાઓ જ કરે છે.
ચાણક્યના સ્ત્રી વિષયક વિચારો જાણવા જેવા છે. જે સ્ત્રીઓ ચાણક્યને આદર્શ માનતી હોય તેમણે ચાણક્યના આ વિચારો સાથે સહમત થવું જોઈએ કે નહિ? આ એક વિચારણીય બાબત છે. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું; માટે તેમની વિચાર સરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.
“સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો. તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને. અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે.”
સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૨
ગૃહિણીના કામને વેતનના રૂપમાં માપી જોશો તો સમજાઈ જશે કે, તેઓ જે કામ કરે છે તે બીજા કોઈ પણ કામ કરતાં ક્યાંય ઉતરતું નથી.
જન્મ થાય ત્યારથી જ સ્ત્રીના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઇ જાય છે. સ્ત્રી સાથે તેના જન્મતાં જ ભેદભાવ ચાલુ થઇ જાય છે. કારણ કે, ભારતીય સમાજ વ્યવસ્થા પિતૃસત્તાક પાયા પર ઉભી કરવામાં આવી છે, એટલે દરેક માં ને દીકરો જોઈએ છે, નહી કે દીકરી.
ગઈ કાલે એક વેબિનાર યોજાઈ ગયો. એમાં સ્ત્રીઓ પર કોરોના કટોકટી ની અસર અંગે મંજુલાબેન, સુશીલાબેન
અને પૂર્ણીમાબેનની પેનલે કોરોના મહામારી અને લોક ડાઉનમાં સ્ત્રીઓની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો.
હોસ્પિટલો જ્યાં નવા જન્મેલા બાળકને લગભગ ફરજિયાત કાચની પેટીમાં રાખે અને માતાને સલામત પથારી આપે છે. અહી તો બે કલાકમાં બાળકની નાળ કાપી અને મહિલા ઘર તરફ ચાલતી થઈ. અહીં તો યુદ્ધ કરતાં પણ વધારે શક્તિની જરૂર પડતી હશે. યુદ્ધમાં જોડાયેલી મહિલાઓ તો વીરાંગના તરીકે બિરદાવાતી રહેવાની. આ મજબૂર મજૂર મહિલાએ એક સાથે કેટકેટલા યુદ્ધ એકલા હાથે લોહીલુહાણ હાલતમાં લડી નાખ્યા. કોઈ ચેનલે એને બિરદાવવા ડિબેટ ના બેસાડી. ના કોઈ સહાય ઓફર થઈ.