Thank You Coronavirus Helpers

કોરોના વાઈરસ સામે લડતા કર્મચારીઓનો આભાર.
ગૂગલે કોરોના વાઇરસ સામે લડતા કર્મચારીઓનો આભાર માનતું ડૂડલ મૂક્યું.
આજે સમગ્ર વિશ્વ કોરોના સામે જજૂમી રહ્યું છે. વિશ્વના 210 જેટલા દેશોના નાગરિકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. કોરોના વાઈરસ સામે સામે લડવા ડોક્ટર, નર્સ, કંપાઉંડર, આશાબહેનો, પોલીસ, સીઆરપીએફ, એનસીસી, વિગેરે અને સ્વાસ્થ્યવિભાગનો સ્ટાફ સતત ૨૪ કલાલ ફરજ નિભાવી રહ્યો છે.
વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોના સામે લડતા કર્મચારીઓનો અલગ અલગ રીતે આભાર પ્રકટ કરવામાં છે. ક્યાય તાળીઓ પાડીને, ક્યાક મીણબત્તી સળગાવીને, ક્યાક પુષ્પવર્ષા કરીને, જુદી જુદી રીતે આભાર પ્રકટ કરવામાં આવ્યો છે, જેમાં હવે ગૂગલે ડૂડલ મૂકીને આભાર પ્રકટ કર્યો છે.