ચીફ જસ્ટિસે પોતે જ કાયદો ના પાળતાં ટીકા!!

Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરના કારણે વિવાદમાં સપડાયા છે. આ તસવીરમાં ચીફ જસ્ટિસ મોંઘીદાટ હાર્લી ડેવિડસન બાઈક પર બેઠેલા દેખાય છે પણ ચીફ જસ્ટિસે ના તો મોંઢે માસ્ક પહેર્યો છે કે ના તો હેલ્મેટ પહેરી છે. ચીફ જસ્ટિસની આસપાસ ઉભેલા તેમના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ મોંઢે માસ્ક પહેરીને ઉભા છે ત્યારે ચીફ જસ્ટિસ માસ્ક પહેર્યા વિના સ્ટાઈલમાં બાઈક પર બેઠા છે.

ચીફ જસ્ટિસના આ ‘કૂલ લૂક’ને લોકોએ વખાણ્યો પણ સાથે સાથે એવી ટીકાઓનો મારો પણ ચાલ્યો છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની જવાબદારી સામાન્ય લોકોની જ છે ? દેશમાં કાયદો માત્ર સામાન્ય પ્રજાજનો માટે જ છે, ચીફ જસ્ટિસ માટે નહીં ? કેટલાકે એવી કોમેન્ટ પણ કરી કે, ચીફ જસ્ટિસનો આ અંદાજ ભલે ‘કૂલ’ હોય પણ તેના કારણે ‘કૂલ મેસેજ’ નથી જતો. ચીફ જસ્ટિસ નાગપુરમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારની આ તસવીર છે.

✍️અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *