આપણે ઘરમાં રહેવા માટેનું સચોટ કારણ

Wjatsapp
Telegram

૨૪ માર્ચ ૨૦૨૦
મંગળવાર

આપણે ઘરમાં રહેવા માટેનું સચોટ કારણ


તમારે ઘરની બહાર નીકળવા માટે અસંખ્ય કારણો હશે. આ લાવવું છે, પેલું જોઈએ છે, આ વસ્તુ વગર તો ચાલશે જ નહીં, વિગેરે, વિગેરે..
પણ ઘરે રહેવા માટે કોઈ કારણ છે?
અમે તમને આપીએ એક સોલ્લીડ કારણ.
આ કારણ વાંચ્યા પછી તમે ઘરની બહાર નીકળવાનું ૧૦૦% ટાળશો.
કારણ છે,


૧. ભારતમાં મેડિકલ સુવિધાઓની અછત

Medical Facilites


ભારતમાં ૮૪ હજાર લોકો પર ફક્ત એક આઇસોલેશન બેડ છે અને ૩૬ હજાર લોકો પર ફક્ત એક કવોરંટાઇન બેડ છે.

એટલે તમે વિચારી લો કે તમને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો તો તમારી સારવાર કેવી રીતે થશે?

હજુય સંતોષ ન થતો હોય તો,
ભારતમાં કોરોનાનો ટેસ્ટ કરવાની કેપેસિટી અન્ય વિકસિત દેશો કરતાં ખૂબ ઓછી છે.
એટલે તમને કોરોના છે એ ટેસ્ટ કરાવવા પણ લાઈનમાં કેટલાય દિવસો રાહ જોવી પડશે.

અને તમને ખબર પડે કે તમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે ત્યાં સુધી તમારા પરિવાર અને મિત્રોને ચેપ લાગશે, એ અલગથી બોનસ.

૨. કોરોનાનો ફેલાવો


ઠાસરા, કરમસદ જેવા નાના ટાઉનમાં પણ કોરોના માટે લોકોને હોમ કવોરંટાઇન કરવા પડ્યા છે. એટલે કોઈ એમ ના માને કે હવે વાઈરસ ફક્ત અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં જ છે, નાના ટાઉન અને ગામડાઓમાં પણ પ્રસરી ચુક્યો છે.

૩. કોરોના સારવાર માટે ખર્ચાતા અઢળક રૂપિયા


વળી,
કોરોના ટેસ્ટ માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ૫૦૦૦ રૂ. નક્કી કર્યા છે. તમે અને તમારા પરિવારના ટોટલ સભ્યો ગુણયા ૫ હજાર કરી જુઓ. આટલા રૂપિયા તો ફક્ત કોરોના ટેસ્ટ માટે જોઈશે. દવા કરાવવાના અલગથી રૂપિયા થશે.

અન્ય દેશોમાં કોરોના સારવારની જવાબદારી સરકાર ઉપાડે છે પણ ભારતમાં સરકારે હાથ ઊંચા કરી દીધા બરાબર છે.

૪. બેજવાબદાર સરકાર


આપણી સરકાર કેટલી બેજવાબદાર છે એ આપણે સૌ જાણીએ છીએ. વિદેશી, NRIઓને કોરોના વાઈરસ લઈને દેશમાં ફરવા દીધા, લોકોને ચેપ લાગવા દીધો અને હવે આખું ભારત લોકડાઉન કરી નાંખ્યું છે. હજુપણ કોરોના સામે લડવા કોઈ ચોક્કસ રણનીતિ, મેડિકલ સુવિધાઓ ઉભી નથી કરી ફક્ત લોકડાઉન જ કર્યું છે.

એટલે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા જાતે કરજો. ઘરમાં રહેવું એ જ શ્રેષ્ટ છે.

કોરોના વાઇરસનો ચેપ ના લાગે એ જ કોરોના સામે જીત છે.

કૌશિક શરૂઆત

નોંધ : કોરોનાની દવા હજુ સુધી શોધાઈ નથી. બધી અફવાઓ છે. સોશિઅલ મીડિયામાં જે મેસેજ ફરે છે એ કોરોના ચેક કરવાની કીટ છે. દવા નથી.

Corona Testing Kit
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

૩૧ તારીખ સુધી કોરોના વિશે રેગ્યુલર માહિતી મેળવવા અમારા ફેસબુક પર પર લાઈક અને see first કરો. સમય સમય પર અપડેટ આપતા રહીશું.
આ મેસેજ સ્પ્રેડ કરવા વિનંતી.

https://m.facebook.com/SharuaatMagazine/

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.