“બુદ્ધ એ વિષ્ણુનો અવતાર નથી” એવું પાંચ શંકરાચાર્યો સાથે એગ્રીમેન્ટ થયેલ છે. વાંચો વિગતે…

Wjatsapp
Telegram

બુદ્ધીઝમ એ હિંદુઈઝમની પરંપરા નથી: સત્યનારાયણ ગોયેન્કા

એક જૈન વેપારી નામ એમનું સત્યનારાયણ ગોયેન્કા. મુળ બર્મામાં ધંધાર્થે વસવાટ દરમ્યાન બુદ્ધની વિપશ્યના મેડીટેશન વિષે જાણે છે.

વિપશ્યના વિષે જાણીને નિશ્ચય કરે છે કે, આ વિધા ભારતમાં પ્રચાર પ્રસાર કરીને લોકોને બુદ્ધની મુળ વિધા વિષે જાગૃત કરીને લોકોની સુખાકારીમાં વધારો કરવો.

અંતે સત્યનારાયણ ગોયેન્કા ભારત આવીને વિપશ્યના શિબિરો દ્રારા લોકોમાં બુદ્ધના વિચારોનો ફેલાવો કરવાની શરુઆત કરે છે.

સત્યનારાયણ ગોયેન્કા જેમ જેમ બુદ્ધના વિચારો જાણતા જાય છે તેમ તેમ તેમની ઉત્કંઠા વધતી ચાલે છે અને એક દિવસ તેમને ભદંત આનંદ કોસાલ્યાયન એક પુસ્તક ભેટ સ્વરુપે આપે છે.

સત્યનારાયણ ગોયેન્કા વિવિધ બૌદ્ધ સાહીત્યના અભ્યાસ પછી એ નિષ્કર્ષ પર આવે છે કે, ભારતમાં બુદ્ધના વિચારો અને શિક્ષાને કેમ રોકવામાં આવી તેનું કારણ જાણી જાય છે.

સત્યનારાયણ ગોયેન્કા આ પુસ્તક વાંચીને ચિંતન-મનન કરે છે કે, બુદ્ધના વિચારો સાથે ભારતમાં ભેળસેળ થઈ છે.

જુઓ સત્યનારાયણ ગોએન્કા નો આ વિડિઓ

વિપશ્યનાની શિક્ષા આપતી સમયે સત્યનારાયણ ગોયેન્કા વિપશ્યના વિષે કહે છે કે, આ ટેકનિક બર્મામાં સચવાઈ રહી પરંતુ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ તેનું કારણ બુદ્ધના વિચારોમાં ષડયંત્રકારી લોકો દ્રારા ઘાલમેલ કરવામાં આવી છે તે છે.

આ વિડીયોમાં સત્યનારાયણ ગોયેન્કા સ્પષ્ટ કહે છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર કહેવા અયોગ્ય છે કારણ કે સત્યનારાયણ ગોયેન્કાએ જયારે વિષ્ણુ પુરાણ વાંચ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે વિષ્ણુ પુરાણ અને બુદ્ધના વિચારોમાં જમીન-આસમાનનો ભેદ છે.

જેણે પોતે અવતારવાદનો વિરોધ કર્યો હોય તેવા બુદ્ધને વિષ્ણુના અવતાર કહેવું અયોગ્ય છે. તે બાબતે સત્યનારાયણ ગોયેન્કા ખુદ પાંચ શંકરાચાર્યો સાથે એગ્રીમેન્ટ કરે છે જે તમે આ વિડીયોમાં સાંભળી શકો છો અને શંકરાચાર્યો સત્યનારાયણ ગોયેન્કાજીની વાત સાથે સહમત થાય છે.

શંકરાચાર્યો સહમત થાય છે કે બુદ્ધને વિષ્ણુના અવતાર પ્રચારિત કરીને જે ખોટો ખ્યાલ લોકોના મન-મસ્તિષ્કમા ભરવામાં આવ્યો છે તેના પર હવેથી રોક લગાવવામાં આવશે.

વિપશ્યના મેડીટેશનમા સત્યનારાયણ ગોયેન્કા હિંદુ ધર્મના મહામંડલેશ્વર, સંન્યાસીઓને ૧૦ દિવસની શિબીરમાં આમંત્રણ આપે છે. ત્યારબાદ આ તમામ લોકો સાથે એગ્રીમેન્ટ કરે છે કે બુદ્ધના વિચારો અને શિક્ષા વિષે જે ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે તે હવે તેઓ બંધ કરશે.

બુદ્ધીઝમ જે હિંદુ ધર્મની પરંપરા છે જ નહી આ વિષે ડો.બાબાસાહેબ આંબેડકર દ્રારા પણ વિસ્તારથી ‘બુદ્ધ અને તેમનો ધમ્મ’ પુસ્તકમાં વિસ્તારથી છણાવટ કરેલી જ છે ત્યારે સત્યનારાયણ ગોયેન્કા આ તમામ મહામંડલેશ્વરો અને હિંદુ સંન્યાસીઓ સાથે કરાર કરે છે કે બુદ્ધીઝમને હિંદુઈઝમની પરંપરા રુપે પ્રચારિત કરવા પર રોક લગાવવામાં આવશે કારણ કે બન્ને પરંપરામાં જમીન-આસમાનનો ભેદ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સત્યનારાયણ ગોયેન્કા દ્રારા દેશના વિવિધ ભાગોમાં વિપશ્યના મેડીટેશન સેન્ટરો ખોલીને બુદ્ધની મુળ શિક્ષા ‘આષ્ટાંગિક માર્ગ’, ‘પ્રતીત્ય-સમુત્પાદ’ (દુઃખ), ‘અનાત્મવાદ’ વિષે વિપશ્યના શિબિરો આયોજિત કરવામાં આવે છે.

નાસિક જીલ્લાના ઈગતપુરી ખાતે આવેલું વિપશ્યના મેડીટેશન સેન્ટર જોવા લાયક સ્થળ છે. બુદ્ધના વિચારોમાં રસ ધરાવતા મિત્રોએ વિપશ્યના મેડીટેશન સેન્ટરોની અચુક મુલાકાત લઈને બુદ્ધના દર્શાવેલ માર્ગ પર ચાલીને સમાજ ઉન્નતિ નું કાર્ય કરવું રહ્યુ.

– ડો. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.