હિન્દૂ રાષ્ટ્રની ભવ્ય નિષ્ફળતા

ગુજરાતની પ્રજાને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. લોકો પોતાની બીમારી છુપાવી રહ્યા છે. નાની-મોટી બીમારીઓમાં કેમિસ્ટ પાસેથી સીધી દવા લઈને જાતે સારવાર લઈ રહ્યા છે. આવા 7-8 કિસ્સા આજે સાંભળ્યા.
એમાંથી એક,
પ્રગ્નેશભાઈ જણાવે છે કે,
આજથી લગભગ 20 દિવસ પહેલા,
સી કોલોની, નરોડા રોડ, અમદાવાદ રહેતા
તેમના મિત્ર સંજય વાત્રા(હિંદુ-ધોબી)ને છાતીમાં દુખાવો ઉપડ્યો પણ હોસ્પિટલ જવાની ના પાડી અને કહ્યું, “કોરોનામાં ઘાલી દેશે.” અને છાતીમાં દુખાવો વધતા મૃત્યુ પામ્યો. ત્યાર બાદ 108 બોલાવી, હાર્ટ એટેકમાં મૃત્યુ જાહેર થયું.
હિંદુ સરકારમાં હિંદુ જ સુરક્ષિત નથી,
હિંદુ સરકાર પર હિંદુઓને જ ભરોસો નથી,
તો બીજાઓનો તો શું ધડો!!?
હિંદુરાષ્ટ્રના નામે, હિંદુઓએ જ પોતાની ઘોર ખોદી લીધી હોય એમ નથી લાગતું?
– કૌશિક શરૂઆત
ફોટો : મૃતક સંજય વાત્રાનો છે.