ગુજરાત સરકાર દલિતોને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે

Wjatsapp
Telegram

દલિતો સાથે થતા ભેદભાવ રોકવામાં તેમજ બંધારણીય રક્ષણ આપવામા રાજય સરકાર નિષ્ફળ રહી છે.

આખા ભારત દેશના નાગરીકોના માનવ અધિકારોના રક્ષણ માટે સ્થપાયેલી બંધારણીય સ્વાયત સંસ્થા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની માનવ અધિકાર ભંગના કિસ્સાઓમાં આયોગ દ્વારા નાગરીકોના માનવ અધિકારોના પુનઃસ્થાપન કરવા માટે કરવામાં આવતી ભલામણોનો અમલ કરવામાં રાજ્ય સરકારની અનદેખી સરકારની બેદરકારીના કારણે માનવ અધિકાર ભંગના બનાવોમાં ન્યાય મેળવવો બન્યો મુશ્કેલ રાજ્ય સરકારે નાગરીકોના માનવ અધિકાર ભંગના બનાવોમાં અસરકારક કાર્યવાહી કરી કાયદાનુ શાસન સ્થાપી નાગરીકોના માનવ અધિકારોનુ રક્ષણ કરે અને પોતાની બંધારણીય જવાબદારી નીભાવે.

ગુજરાત સરકાર દવારા રાજયમા દલીતોના માનવ અધિકારનો ઉલાળીયો, કરવાના બદલે દલીતોના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ નિવડેલ છે તે સામે દલીતોના માનવ અધિકારોનું રક્ષણ કરવા રાષ્ટ્રીય માનવ આયોગ દિલ્લીની ભલામણોનો અમલ કરવામાં આવે.

ગુજરાતમા ગંભીર માનવ અધિકાર ભંગના બનાવોમા સરકાર યોગ્ય કાર્યવાહી કરવામાં અને ન્યાય આપવામાં નિષ્ફળ જેના બોલતા પુરાવા નીચે મુજબ છે જેમાં માનવ અધિકારોના રક્ષણ માટે કાનુની કાર્યવાહી કરવાની ખાસ જરુર છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

૧)થાનગઢમા ત્રણ દલીત યુવાનોની પોલીસે ગોરીબારમા કરેલ નિર્મમ હત્યા,ચાર્જશીટ બે કેસમાં બાકી તે ચાર્જશીટ કરવી.
૨) વડલી તા. રાજુલા જી. અમરેલીમા ત્રણ પરીવારની બાબરા ખાતે હિજરત, પુન:વસન અધુરું
૩) આકોલાલી તા.ઉના જી. ગીર સોમનાથ દલીત યુવાનને જીવતો સળગાવતા બાદ પરીવારની દેલવાડા ખાતે હીજરત, પુન:વસન અધુરું
૪) વડલી તા. રાજુલા જી. અમરેલી, ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ માં ખેતરમાં દલીત યુવાનની હત્યા, કેસનો ભેદ ઉકેલવામાં અને હજી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ
૫) ભાડા, તા. જાફરાબાદ જી. અમરેલી બે દલીત પરીવારની હીજરત, સરકાર પુન:વસન કરવામાં નિષ્ફળ
૬) અમદાવાદમા બાપુનગર ખાતે વર્ષ ૨૦૦૯મા સાત વર્ષની દલીત બાળકીનું અપહરણ, બલાત્કાર, હત્યાનો બનાવ ગુનાનો ભેદ વણઉકેલ
૭) પારડી, તથા.ઊના જી. ગીર સોમનાથ દલીત યુવાન પર ઉના પોલીસ સ્ટેશનમાં ઢોર મારમારી મારવાનો આક્ષેપ, તપાસ નિષ્પક્ષ જરુરી, ઉચ્ચ કક્ષાએ રજુઆત છતાંય પરીણામ નહી
૮) આબલીયાળાના દલીત યુવાનને વેરાવલમા જીવતા સળગાવી નાખવાનો બનાવ, એક સિવાય અન્ય આરોપોની ઓળખાણ અને ધરપકડ બાકી
૯) ભોડદર તા. રાણાવાવ જી. પોરબંદર ખાતે બે દલીત પરીવારના જે.સી.બી. મશીનથી ચાર મકાનો અને ખેતીવાડી તહસનહસ દબંગોએ કરી નાખતા બીક અને ડરથી પરીવારે વર્ષ ૨૦૧૩-૧૪મા રોધડા તા. કુતીયાણાજી. પોરબંદર ખાતે હીજરત કરેલ છે. સરકારે પોલીસ રક્ષણ પરત લીધેલ છે.
૧૦) થાનગઢમા ૨૦૧૨મા પોલીસ ગોરીબારમા ત્રણ દલીત યુવાનોની હત્યાના કેસમાં સંજય પ્રસાદ તપાસ સમીતિનો રિપોર્ટ રાજય સરકાર જાહેર કરતી નથી.
૧૧) સરોડા, તા. ધોળકા ખાતે ૨૦૦૭-૦૮મા દલીત મહીલાના સાચા હત્યારાઓ હજુ સુધી પકડાયા નથી.
૧૨) પોરબંદરના વિઝરાણા ગામના માજી દલીત સરપંચ ઉપર ગામની બાજુના ગામે જીવલેણ હુમલો દબંગોએ કરી પગ ભાગી નાખતા અને હુમલાઓ ચાલુ રહેતા પોલીસ રક્ષણ છતાં ડર, બીક અને ભયના ઓથાર નિચે જવતા માજી સરપંચની ગામેથી ૨૦૧૬-૧૭મા હીજરત કરી પોરબંદર ખાતે ઝુપડી બનાવી રહે છે. સરકારે પોલીસ રક્ષણ પરત લેતા હાલ જીવ જોખમમાં છે તેવી રજુઆત કરી પુનઃ પોલીસ રક્ષણ ફાળવવા અને હીજરતી જાહેર કરવા માગણી કરેલ છે. સરકાર પોલીસ રક્ષણ ફાળવાતી નથી અને હીજરતી જાહેર કરતી નથી.
૧૩) જાળીલા ગામના માજી સરપંચની પોલીસ રક્ષણ હટાવતા દબંગો દ્વારા હત્યા
૧૪) જેતપુરમાં દલીત પત્રકાર અને આગેવાન પર મેળામાં પોલીસ દ્વારા જ તાજેતરમા ધાતકી હૂમલો, માનવ અધિકારોનું હનન,પત્રકાર સામે ખોટી ફરીયાદ પરત લો, પત્રકારના કેસમાં અત્યાચાર ધારાની કલમ લગાડો. આરોપીઓને તપાસ બાદ ડીસમીસ કરો, ખાતાકીય તપાસ કરો.
૧૫) પોરબંદરના સોઢાણામા જમીનના મુદ્દે બે વરસ પહેલાં સરપંચ અને અન્ય ૩૬ લોકો દ્વારા દલીત આધેડની હત્યા, પરીવારની પોરબંદર ખાતે હિજરત
૧૬) થાનગઢમાં દલીત વાસમાં ધુસી દલીત યુવાનની હત્યા, પરીવારનું પુનઃ:વસન બાકી
૧૭) શાપર-વેરાવળમા રાદડીયા ઇન્ડસ્ટ્રીઝમા દલીત યુવાનની માર મારી હત્યા, પરીવારનુ પીન:વસન બાકી
૧૮) ચાંગોદર તા. સાણંદ જી. અમદાવાદ ખાતે ૨૦૧૪ માં દલીત મહીનાની બળાત્કાર બાદ હત્યા-કોઇ જ પગલાં નહીં, ફરીયાદ સુદ્ધાં નહીં.
૧૯) ભોડદર જી.પોરબંદર ખાતે ૨૦૧૫-૧૬મા દલીત વૃદ્ધ દુદાભાઈ બેડવાની લાશ ખુન કરેલી હાલતમાં મળી, કોઇ જ પગલાં ભરવામાં આવેલ નથી.
૨૦) વર્ષ ૨૦૦૫મા અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના મીતીરાળા ગામે ૧૬ વર્ષના દલીત યુવાનની વીજળીના થાંભલે બાંધી માર મારી કરેલ ધાતકી હત્યા, ગંભીર બનાવમાં આરોપીઓની ધરપકડ સુદ્ધાં કરવામાં આવેલ નથી.
૨૧) સુપ્રીમ કોર્ટના ૨૭/૦૩/૨૦૧૪ના ચુકાદાનું પાલન રાજ્ય સરકાર કરતી નથી અને તમામ ગટરમાં મોતને ભેટેલા સફાઈ કામદારોના આશ્રીતોને વળતર આપવામાં આવતુ નથી.
૨૨) ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ધોડી રાખવાના મુદ્દે સાચા હત્યારાઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ, પીડીત પરીવારનું પુનઃવસન કરવામાં સરકાર બેદરકાર
૨૩) અમરેલી ખાતે હત્યાનો ભોગ બનેલ મહેશ રતીલાલ ઝાલાના આશ્રીત પરીવારનુ પુનઃવસન કરવામાં સરકાર નિષ્ફળ
૨૪) અમદાવાદ ખાતેના નારોલ પોલીસ સ્ટેશન નીચે આવતા હદ વિસ્તારમાં એક ફેકટરામા હિમાંશુ જાદવ નામના દલીત પુવાનની હત્યા કે આત્મ હત્યાના બનાવમાં કોઈ આરોપીઓની ધરપકડ નહીં.
૨૫) સમઢીયાળા તા.ઉના જે બનાવ ઉના કાંડથી પ્રચલીત થયો તે બનાવમાં ભોગ બનનાર પીડીત પરીવારનું આજદિન સુધી પુનઃવસન કરવામાં આવેલ નથી. તે બાબતે સરકારે કાર્યવાહી કરવી જરૂરી છે.
૨૬) અમદાવાદ જેવા મેગા સીટીમાં દલીત યુવાનને બીજા માળેથી ફેંકી દઈ હત્યા કરવાના બનાવ‌ બાદ પરીવારની હિજરત, સરકાર દ્વારા પુન:વસન બાકી છે.

ઉપર મુજબ રજુ કરેલ આ કેસો તો ફક્ત અમુક દાખલાઓ છે. આવા અસંખ્ય માનવ અધિકાર ભંગના બનાવોમાં રાજય સરકારે કોઈ જ પગલાં ભરેલ નથી.

કાંતિભાઈ પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.