ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર

jadugaar
Wjatsapp
Telegram
સાબરકાંઠા : જાદુગરોની શાળા…..
હા, બ્રિટીશ લેખિકા જે.કે રોલિંગની હેપ્ટાલોજી નામની નોવેલ પરથી બનાવાયેલી ફિલ્મ ‘હેરી પોટર’ માં તમે જાદુગરોની શાળા જોઈ હશે… જો કે ગુજરાતમાં પણ એક એવી શાળા છે..જેના એક કે બે નહિ પણ પચાસ ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે. માન્યામાં નહિ આવે પણ મોટા જાદુગરોને શરમાવે એવા નાનાં બાળકોના જાદુના ખેલ જોઈએના વિડિઓ
સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં અહી જાદુના ખેલ ચાલી રહ્યા છે.જો કે અહી જાદુગર બીજું કોઈ નહી પણ અહીના વિદ્યાર્થીઓ જ છે….હા…હવા માં ૫ ફૂટ ઊંચે ઉડી રહેલી આ વિદ્યાર્થીનીને તેની જ મિત્રએ હવામાં ૫ ફૂટ જાદુથી ઉંચી કરી છે. જાણીને નવાઈ લાગશે પણ આ શાળાનાં પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ જાદુગર છે.અને તેઓ કોઈ પણ મોટી જાદુગર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાણે છે.
વાત જાણે એમ છે કે અહીના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શાળાના બાળકોને કોઈ નવું કરતબ શીખવવામાં આવે.અને એમણે નક્કી કર્યું જાદુના ખેલ શીખવવાનું….બસ.. ત્યાર બાદ ઈન્ટરનેટ, સાયન્સના શિક્ષકો, જાદુગરો બધાના સંપર્ક શરુ થયા અને એ લોકોની કળા સહીત વિજ્ઞાનની મદદ લઈને શરુ થયું એક નવું અભિયાન…
પાણીમાંથી બરફ બનાવો….ધારદાર પત્રીઓ ગળવી…..અંગારા ખાવા….કોથળીમાંથી બાળકને ગાયબ કરવું….અરે, સ્વાગત માટે દીપ પણ જાદુથી પ્રગટાવવો…એવા તો એકથી એક ચડીયાતા જાદુના ખેલ આ બાળકો કરી જાણે છે…. તો જાદુની સાથે સાથે અંધશ્રધ્ધા દુર થાય એવા પ્રયાસો પણ આ બાળકો જાદુના માધ્યમથી કરી શકે છે….
 પુનાદરા ગામ બક્ષીપંચ વસ્તી ધરાવતું નાનકાળું ગામ છે.અહીના લોકોની આર્થિક સ્થિતિ પણ સદ્ધર નથી.આમ છતાં તેમને પોતાના સંતાનો ખાનગી શાળામાં ના ભણાવી શકવાનો જરા પણ વસવસો નથી. કેમ કે ખાનગી શાળાના બાળકો ના કરી શકે એવા કામ અને શિક્ષણ અહીના ગરીબ બાળકો મેળવી રહ્યા છે.
સામાન્ય રીતે સરકારી શાળાઓના શિક્ષકોની કામગીરી બાબતે હમેશા લોકો ફરિયાદ કરતા હોય છે કે.. જો કે પુનાદરા ગામની શાળાના શિક્ષકોએ જે કરી બતાવ્યું છે એ ખાનગી શાળાઓ પણ કરી શકે એમ નથી.વળી, બાળકો હાલમાં જે જાદુના ખેલ શીખ્યા છે તે જોતા અગામી સમયમાં તેમને નોકરી કદાચ નહિ મળે તો પણ એ લોકો જાદુના કરતબથી રોજગાર મેળવી શકશે એ નક્કી છે.
– નીતિન પટેલ ( હિંમતનગર )

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.