જેવો મતલબ એવું તમારું ચિત્ર બનાવી લેતી દુનિયા

શાંતામાસી: કાંતાબેન, તમે તો મફતમાં વહુ લાવી દીધી ને કઈ.
કાંતા : દીકરાએ છોકરી સારી શોધી લીધી,
જુઓને આ છોકરી મારા છોકરા ને કેટલો બધો પ્રેમ કરે છે. એના માબાપને પણ છોડીને મારા ઘરે આવી ગઈ. આવી છોકરી મળતી હોય તો અપનાવી જ લેવાયને શુ કહો છો શાંતામાસી ?
છોકરાના લગ્નની પહેલી એનિવર્સી…..એ .
શાંતામાસી :કાન્તાબેન ઘરમાં ઉત્સવ જેવું છે ને કેમ મોઢું ચઢાવીને બેસ્યા છો.
કાંતા : જવાદોને માસી, આજ કાલની વહુઓ..તમને ખબરજ છે ને, ઘરવાળા સિવાય કોઈની નહીં.
શાંતામાસી: લે ડાહી ડાહી હતી ને વહુ તો…
કાંતા : જે એના માંબાપની ના થઇ એ આપણી શુ થવાની હતી.
મા-બાપને છોડીને તમારા છોકરાને અપનાવે ત્યાં સુધી વહુ ડાહી અને તમને એનાથી જરા ખટક્યું એટલે ટોણા મારવા પણ એજ પ્રસન્ગ નો ઉપયોગ કરવાનો, જેના તમે વખાણ કરતા હતા?
માબાપ ની મરજી વિરુદ્ધ ભાગી ને લગ્ન કરતી છોકરીઓ એ આવી ઘણી સાંસારિક ચડભડ ની શક્યતાઓને તમારા પ્રેમીને પતિ બનાવો એ પહેલા ચર્ચા કરી લેવી. આજે જેમને તમારી કોઈ બાબત ખૂબી લાગતી હોય એ બાબત ક્યારે ખામી માં ફેરવી નાખશે ખબર નહીં પડે.
લગ્ન પછીની જિંદગી એરેન્જ કે લવ બધું એક જ દિશામાં ચાલતું થઇ જાય છે. એ કમનસીબી છે.
(કોઈ રેર કિસ્સા બાદ કરતા)
✍️ જીતેન્દ્ર વાઘેલા
Photo Courtesy: Quotefancy