રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આવે તો પણ વિવાદ થવાની સંભાવના

though-there-may-be-a-dispute-if-sc-judment-in-favour-of-ram-mandir
Wjatsapp
Telegram

18 ઓક્ટોબર 2019 – કૌશિક શરૂઆત

  • ચૂકાદો તરફેણમાં આવે તો કોણ બનાવશે રામ મંદિર?
  • વિશ્વ હિંદુ પરિષદ અને નિર્મોહી અખાડા પરિષદ વચ્ચે રામ મંદિર બનાવવા બાબતે વિવાદ
  • વિહિપ અને નિર્મોહી અખાડા પરીષદ, બન્ને છે રામ મંદિર બનાવવા કટીબઘ્ઘ

રામ મંદિર કેસમાં તમામ સુનવણી પુરી થઈ ગઈ છે અને 8 ડીસેમ્બરે સુપ્રિમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવવાની છે ત્યારે દરેક પક્ષકાર પોતાની જીતની આશા સેવી રહ્યા છે. જો રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આવ્યો તો રામ મંદિર કોણ બનાવશે, તે બાબતે વિશ્વ હિંદુ પરિષદ અને નિર્મોહી અખાડા પરિષદ વચ્ચે વિવાદ સર્જાઈ શકે છે.

રામ મંદિર પ્લાન મોડલ

શુ છે સમગ્ર વિવાદ?

બન્ને પક્ષોએ વિવાદિત સ્થળે પોતે રામ મંદિર બનાવશે તેવો આગ્રહ રાખ્યો છે. વિહિપે રામ મંદિર નિર્માણ માટે જરુરી શીલાઓ, પથ્થરો વગેરે પોતાની પાસે હોવોનો દોવો કર્યો છે અને નિર્મોહી અખાડા પરિષદે પોતાની પાસે રામ મંદિર બનાવવા નકશો હોવાનો દાવો કર્યો છે. આ સિવાય અન્ય એક પક્ષકાર રામ લલા વિરાજમાન પણ કુલ 14 પક્ષકારોમાંથી એક મુખ્ય પક્ષકાર છે.

રામ મંદિર નિર્માણ કાર્યશાળા

બેમાંથી કોણ છે વઘારે શક્તિશાળી?

વિહિપ આખા ભારતના ખૂણે ખૂણે અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલું સંગઠન છે. હજારો બ્રાંચ અને કરોડો કાર્યકર્તાઓ ધરાવે છે. વિહિપ પ્રવકતા શરદ શર્માએ જણાવ્યું કે માત્ર 6 મહીનામાં મંદિરનો ઢાંચો ઊભો કરી શકાય તેટલી કાપેલી શીલાઓ તૈયાર પડી છે.

જયારે નિર્મોહી અખાડા પણ સમગ્ર ભારતમાં વ્યાપ્ત છે. ગોવર્ઘન, વ્રુદાવન, ચિત્રકૂટ, રાજસ્થાન, ઉજ્જેનમાં પંચ તૈયાર છે. નિર્મોહી અખાડાના મહંત દિનેન્ર્દદાસે જણાવ્યું, મંદિર તો અમે જ બનાવીશું. મંદિર બનાવવા નિર્મોહી અખાડો સક્ષમ છે. પોતાની પાસે રામ મંદિરનો નકશો અને મોડલ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આમ, આયોધ્યા મામલે ચૂકાદો આવે એ પહેલા જ મંદિર કોણ બનાવશે, તેવા વિવાદે જોર પકડયું છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.