મૃત્યુ ભોજમાં હજારો રૂપિયા વપરાઈ જાય અને એક બાજુ પૈસા વગર કોઈનું ભણવાનું અટકી પડ્યું હોય!

Wjatsapp
Telegram

મૃત્યુ પછીની કલ્પનાઓ છોડો,
સ્વજનો સાથેની આજને જીવો.

મારા પિતાજીને દુનિયા છોડી ગયે આજે એક વર્ષ થયું,

એમના નહીં હોવા પછી, હું ગમેતેવા ગુણગાન કરું કે એમના નામે ભજન કીર્તન , યજ્ઞો, નાત ભોજન કે દાન દક્ષિણા કરું એ પિતાજીને કઈ કામ નું નથી.

જે મોહ માયા છે એ બધી જીવતા છો ત્યાં સુધીજ છે. મૃત્યુ પામ્યા પછી સંપૂર્ણ અસ્તિત્વ જ મટી જાય છે,
કોઈ સ્વર્ગમાં જતું નથી કે કોઈ નર્કમાં જતું નથી. કોઈ અવગતિયું થતું નથી કે કોઈ ફરી જન્મ લઈને બાળક બની ને દુનિયામાં આવતું નથી. શરીર હવા ભરેલા ફુગ્ગાની જેમ પ્રાણ ભરેલો એક ગુબારો જ છે, ફુગ્ગાની હવા નીકળી ને જેમ બહારની હવામાં ભળી જાય છે, એમ પ્રાણ પણ શરીરથી નીકળી ને ક્યાંય ઠરી થામ થતો નથી.
શરીર ના એક એક અંગ પોતપોતાના કામ કરતા બન્ધ થાય છે, અને દેહ ચેતના મુક્ત થઇ જાય છે.
કોઈના સ્વજનો ક્યાંય ભૂત બનીને હેરાન કરવા આવતા નથી કે પોતે હેરાન થતા નથી, મૃત્યુ એ જ મુક્તિ છે અને મુક્તિ એટલે મુક્તિજ પછી એમાં બંધન કે અધૂરી ઈચ્છાઓ જેવું કઈ બચતું નથી.

ખોટે ખોટા પારંપરિક વિધિઓની જાળમાં ગૂંચવાઈને દુનિયા છોડી ગયેલા સ્વજન માટે હોસે હોસે અને ફરજીયાત રીતે કરતા કર્મકાંડો થી બહાર આવવા શરૂઆત કરવાની લોકોને અપીલ કરું છું,
હું પણ એ રસ્તે ચાલી રહ્યો છું.
મારા પિતાજીને અમે છ સંતાનો છીએ એમાં હું નાનો એટલે બધું મારુ ના જ ચાલે એ હું સ્વીકારું છું.
દરેક સંતાનની માન્યતાઓને માન આપવું પડતું હોય છે. છતાં મારા કેટલાક નિર્ણયોને પરિવારે સાથ આપેલ છે. જેમ કે
મેં પિતાજી ના અવસાન પછી પુત્રના ફરજીયાત કરતા મુંડન જેવા કર્મકાંડ ને નકાર્યું હતું,
પિતાના જવાનો શોક ભરપૂર હોય ત્યારે સ્વભાવિક છે માથા ના વાળનો ત્યાં જરાય પ્રેમ ના જ હોય,
છતાં એ એક બિનજરૂરી પરમ્પરા છે, એને દૂર કરવા ના ઉદાહરણ તરીકે મુકવા જ મેં મુંડન કરાવ્યું નહોતું.

કેયકેટલી ટીકાઓ થઇ અને થવાની જ એ પણ મને ખબર જ હતી, કંઈક નવી શરૂઆત કરશો તો આ બધી તૈયારીઓ રાખવી રહી.

બારમાની વિધિ કે ભજન ડાયરા તેમજ મૃત્યુ ભોજને પણ હું રોકવામાં સફળ રહ્યો હતો. એ રકમ નો ઉપયોગ મેં કેટલીક વિધવા બહેનોના બાળકોના જરૂરી શાળા ખર્ચ માટે ઉપયોગ કર્યો ( આવું જાહેર કરવું યોગ્ય નથી પણ લોકોને ખોટા ખર્ચનો ઓપશન બતાવવા પૂરતું છે)
આજે પિતાજીની પ્રથમ વરસી ના દિવસે.
કોરોના, સોસિયલ ડિસ્ટન્સીગ વગેરે ધ્યાનમાં લેતા કેટલાક મિત્રોની મદદ લીધી છે, જેઓ આવા બાળકો સુધી સલામતી પૂર્વક ચોપડા, પેન પેન્સિલ, કમપાસબોક્સ એવી વસ્તુઓ પોહ્ચાડવા માં મદદ કરે છે.
અને કેટલાક સમાજ ઉપયોગી પુસ્તકો નું પણ વિતરણ કર્યું.

અહીં એક બદલાતા સમય નું ઉદાહરણ મુકું.
એક દીકરી ને 1ડઝન ચોપડા આપ્યા, દીકરી અભ્યાસુ અને જાગૃત હતી મારી પાસે બધી પુછપરસ કરી. પછી મને કહ્યું અંકલ અત્યારે ચોપડા અડધા આપશો તો ચાલશે એક મહિનાનું રિચાર્જ કરી આપો ને બે દિવસ થી ઓનલાઇન ક્લાસ એટેન્ડ નથી કરી શકી. વિચારો મૃત્યુ ભોજ પાછળ હજારો લાખો વપરાઈ જાય અને એક બાજુ એક સામાન્ય રકમ માટે કોઈનું ભણવાનું અટકી પડ્યું હોય, કેટલું દુઃખદ ?

મૃત્યુ ભોજ કે મોટા ફનશન મોટા નામ માટે કરો એ અલગ બાબત છે, બાકી અહીં ના જમણવાર થી ઉપર સ્વજ ને તૃપ્તિ મળશે એ ક્યાંય પ્રુવ થયું નથી થશે પણ નહીં.

મારા એક મિત્ર એ એમના માતૃ શ્રી ના અવસાન પછી મૃત્યુ ભોજ માટે ની સામગ્રી લખાવી હતી એ બધી ખરીદી એની કીટ બનાવી ને ગરીબ માં જીવતા લોકો ના છાપરાઓ માં જઈને આપી દીધી હતી. અને હા એને એ મદદ કેહતો, હતો દાન નહિ.
(નામ આપવાનું ના કહ્યું હોવથી લખતો નથી ).

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પિતાજીની હવે હું હજારો વાહવાહીઓ કરું કોઈ અર્થ નથી, જીવતે જીવ જે વ્યવહાર એમની સાથે મારો રહ્યો એજ સત્ય અને સાંભરણુ છે.
પિતાજીને અત્યારે હજારો દંડવ્રત પ્રણામ કરું તો પણ એમના માટે કઈ કામનું નથી, પણ એમની સાથે ના દરેક પ્રસંગ નજર આગળ ઉભરાઈ આવે જાણે સાક્ષાત સાથે હોવાનો ભાવ પ્રગટે તો એ કાયમ ભાવનાઓ માં સંભારણા રૂપ પિતાજી ને નમન

✍️ જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.